Monday, November 25, 2024
More
    હોમપેજદેશ‘સંગમ ઢાબા’ હવે ‘સલીમ ભોજનાલય’, ‘ચાય લવર પોઈન્ટ’નું નામ થયું ‘અહમદ ટી...

    ‘સંગમ ઢાબા’ હવે ‘સલીમ ભોજનાલય’, ‘ચાય લવર પોઈન્ટ’નું નામ થયું ‘અહમદ ટી સ્ટોલ’: કાંવડ યાત્રા પહેલાં UPના મુજફ્ફરનગરમાં પોલીસના આદેશનું પાલન શરૂ, દુકાનોનાં નામ બદલાયાં

    હાઇ-વે ઉપર એક ચાની ટપરી લગાવનારા એક મુસ્લિમ વ્યક્તિની દુકાનનું નામ પહેલાં ‘ચાય લવર પોઈન્ટ’ હતું, પરંતુ પોલીસના આદેશ બાદ દુકાનના માલિક ફહીમે દુકાનનું નામ ‘વકીલ અહમદ ટી સ્ટૉલ’ કરી નાખ્યું છે.

    - Advertisement -

    કાંવડ યાત્રા પહેલાં ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં ખાણીપીણી અને ફળોની દુકાનના માલિકોને પોતાનાં નામ ડિસ્પ્લે કરવા માટે આદેશ આપવામાં આવ્યા બાદ હવે યોગી સરકારે આ ગાઈડલાઈન આખા રાજ્ય માટે લાગુ કરી દીધી છે. બીજી તરફ, મુજફ્ફરનગરમાં દુકાન માલિકોએ આદેશનું પાલન કરતાં નેમપ્લેટ અને બોર્ડ લગાવવાનાં શરૂ કરી દીધાં છે. 

    આજતકના રિપોર્ટ અનુસાર, મુજફ્ફરનગરમાં સંગમ ઢાબા નામથી એક ઢાબા છેલ્લાં 25 વર્ષથી ચાલતું હતું. પરંતુ પોલીસના આદેશ બાદ હવે તેનું નામ ‘સલીમ શુદ્ધ શાકાહારી ભોજનાલય’ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય દિલ્હી-દેહરાદૂન નેશનલ હાઈ-વે 48 પર પણ અનેક દુકાનોનાં નામ બદલવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. 

    હાઇ-વે ઉપર એક ચાની ટપરી લગાવનારા એક મુસ્લિમ વ્યક્તિની દુકાનનું નામ પહેલાં ‘ચાય લવર પોઈન્ટ’ હતું, પરંતુ પોલીસના આદેશ બાદ દુકાનના માલિક ફહીમે દુકાનનું નામ ‘વકીલ અહમદ ટી સ્ટૉલ’ કરી નાખ્યું છે. ફહીમે કહ્યું કે, થોડા દિવસ પહેલાં પોલીસે તેને જણાવ્યું હતું કે, કાંવડ યાત્રા શરૂ થવા જઈ રહી છે, જેથી તે પોતાનું નામ રાખી લે. ત્યારબાદ તેણે પોતાનું નામ લખી દીધું હતું. 

    - Advertisement -

    જોકે, આ આદેશ તમામ દુકાનદારોને લાગુ પડી રહ્યો છે. રિપોર્ટમાં જણાવાયું કે પોલીસે દિલ્હી-દેહરાદૂન હાઇવે પર આવતી સાક્ષી હોટેલના માલિક લોકેશ ભારતીને પણ તેમનું નામ દુકાન આગળ લખવા માટે સૂચના આપી હતી અને સાથે હોટેલમાં કામ કરતા કર્મચારીઓનાં પણ નામ લખવા માટે કહેવામાં આવ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે પોલીસ તંત્રે કાંવડ યાત્રા રૂટ પર પડતા તમામ દુકાનદારોને પોતપોતાની દુકાનો પર પ્રોપાઇટર કે કામ કરનારાઓનાં નામ લખવાના આદેશ આપ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી કાંવડિયાઓમાં કોઇ પ્રકારની મૂંઝવણ ન રહે અને ભવિષ્યમાં એવા કોઇ આરોપ ન લાગે, જેનાથી કાયદો-વ્યવસ્થાને અસર પડે. 

    નોંધવું જોઈએ કે દર વર્ષે પવિત્ર શ્રાવણ મહિનામાં હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાંથી લગભગ અઢી કરોડ કાંવડયાત્રીઓ મુજફ્ફરનગરમાંથી પસાર થાય છે. પોલીસનું કહેવું છે કે ભૂતકાળમાં દુકાનોનાં નામોને લઈને વિવાદો થયા હતા, જેથી આ વર્ષે એવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે અમુક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં