Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએક્સક્લુઝિવ - PFIનું ‘ઇન્ડિયા વિઝન 2047’: ઇસ્લામી સરકારની સ્થાપના, ‘કાયર હિંદુઓ’ની હત્યા...

    એક્સક્લુઝિવ – PFIનું ‘ઇન્ડિયા વિઝન 2047’: ઇસ્લામી સરકારની સ્થાપના, ‘કાયર હિંદુઓ’ની હત્યા માટે હથિયારની તાલીમ, ન્યાયપાલિકામાં ઘૂસણખોરી અને ઘણું

    પોતાના બીજા તબક્કામાં PFI ખુલ્લેઆમ હિંદુઓ વિરુદ્ધ હિંસાની અપીલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમોને કષ્ટો વારંવાર યાદ અપાવવા જોઈએ. જેની સાથ જ હિંસાનો ઉપયોગ ‘કેટલાક વિરોધીઓ’ (હિંદુઓ)ને આતંકિત કરવા માટે અને તેમની સામુહિક શક્તિના પ્રદર્શન માટે કરવામાં આવવો જોઈએ. 

    - Advertisement -

    બિહાર પોલીસે ગુરુવારે (14 જુલાઈ 2022) પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાના (PFI) એક 8 પાનાંના ડોક્યુમેન્ટને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ ડોક્યુમેન્ટમાં ભારતના ‘કાયર હિંદુઓ’ને પાઠ ભણાવવાની વાત કરવામાં આવી છે અને આવનારા વર્ષોમાં પીએફઆઈનાં શું લક્ષ્યો છે તે અંગે પણ તેમાં જાણકારી આપવામાં આવી છે. 

    ‘ઇન્ડિયા વિઝન 2047’ નામના આ દસ્તાવેજને પીએફઆઈએ પોતાના કેડર વચ્ચે આંતરિક રીતે પ્રકાશિત કર્યો હતો. જેનું લક્ષ્ય ‘કાયર હિંદુઓ’ પર સંપૂર્ણ રીતે હાવી થવું અને તેમને પોતાને આધીન કરવાનું છે. જોકે, એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થઇ શકે છે જ્યારે પીએઆઈ સાથે 10 ટકા મુસ્લિમો એકજૂથ હોય. 

    તેમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે PFI પોતાના પ્રશિક્ષિત કેડરો અને તૂર્કી જેવા ઇસ્લામી દેશોની મદદથી ભારત વિરુદ્ધ એક પૂર્ણ સશસ્ત્ર વિદ્રોહ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ કટ્ટરપંથી ઇસ્લામી સંગઠને અન્ય ઇસ્લામી દેશોમાંથી પણ ભારત સરકાર અને બહુસંખ્યક હિંદુઓને ‘ઘૂંટણિયે પાડી દેવા’ માટે મદદ કરવાની અપીલ કરી છે. પોલીસે કહ્યું કે સિમીના (SIMI) પૂર્વ આતંકવાદી પરવેઝ અને પોલીસ દ્વારા પકડવામાં આવેલા જલાલુદ્દીન નામના પૂર્વ પોલીસ અધિકારીએ તેના નામે લખો રૂપિયા એકઠા કર્યા હતા.

    - Advertisement -

    ઑપઇન્ડિયાએ આ 8 પાનાંનું ડોક્યુમેન્ટ મેળવ્યું છે, જેની સામગ્રી પોલીસના અત્યાર સુધીના ખુલાસા કરતાં પણ અનેકગણી વધુ ખતરનાક અને ચોંકાવનારી છે.  ‘ઇન્ડિયા વિઝન 2047’ નામના આ ડોક્યુમેન્ટમાં એક ટેગલાઈન લખવામાં આવી છે, જે પીએફઆઈના લક્ષ્યને પ્રતિબિંબિત કરે છે- ‘ભારતમાં ઇસ્લામી શાસન તરફ..’

    આ ખતરનાક દસ્તાવેજમાં ‘ભારતના મુસ્લિમોની વર્તમાન સ્થિતિ’, ‘પીએફઆઈને દરેક ઘરમાં પહોંચાડવા માટેની રણનીતિ’ તેમજ ‘ઇન્ડિયા 2047 યોજના’ અને ‘ભારતમાં મુસ્લિમ સમુદાય માટે કરવા યોગ્ય બિંદુઓનું વર્ણન વગેરે વિગતો આલેખવામાં આવી છે. 

    ઇસ્લામ શાસન સ્થાપિત કરવા અને કાયર હિંદુઓને વશમાં કરવા માટે આવનાર વર્ષોમાં મુસ્લિમ વસ્તી શું કરવા માંગે છે તેનું બિંદુવાર વર્ણન કરવામાં આવ્યું છે. 

    ભારતમાં ‘મુસ્લિમોની વર્તમાન સ્થિતિ’ અંગે શું કહે છે દસ્તાવેજ? 

    પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાના આ ‘વિઝન ડોક્યુમેન્ટ’નું પહેલું ઉપ-શીર્ષક છે- ભારતમાં મુસ્લિમોની વર્તમાન સ્થિતિ. દસ્તાવેજના આ ખાંડમાં મુસ્લિમોના પીડિત હોવાની વાતને આગળ ધપાવવામાં આવી છે, જેનો ઉપયોગ ઇસ્લામવાદીઓ પોતાના મજહબી સાથીદારોને હથિયાર ઉઠાવવા માટે પ્રેરિત કરવા માટે વર્ષોથી કરતા આવ્યા છે. 

    પીએફઆઈ અફસોસ વ્યક્ત કરતા જણાવે છે કે ભારતનો શાસક સમુદાય (મુસ્લિમો) હવે દ્વિતીય કક્ષાના નાગરિકો (Second Class citizens) બની ગયા છે. તે જણાવે છે કે દેશના 9 જિલ્લાઓ એવા છે જ્યાં મુસ્લિમોની વસ્તી 75 ટકાથી વધુ છે.

    પીએફઆઈનું કહેવું છે કે મુસ્લિમોની વર્તમાન સ્થિતિ અંગ્રેજોના સમયથી શરૂ થઇ હતી. તેમનો દાવો છે કે અંગ્રેજોએ મુસ્લિમો વિરુદ્ધ ભેદભાવપૂર્ણ નીતિઓ અપનાવી અને હિંદુઓનો ‘પક્ષ’ લીધો. દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે, “સંપત્તિના અધિકાર વગેરે મામલાઓમાં પહેલાં મુસ્લિમોને પ્રાપ્ત વિશેષાધિકાર પરત લઇ લેવામાં આવ્યા હતા, સરકારી નોકરીઓમાંથી વંચિત કરી દેવામાં આવ્યા હતા અને વેપાર સુવિધાઓને પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. સ્વતંત્રતાની શરૂઆત બાદથી ઉચ્ચ જાતિઓના હિંદુઓના પ્રભુત્વવાળી ભારત સરકારોએ મુસ્લિમો વિરુદ્ધ ભેદભાવની નીતિ અપનાવી હતી.”

    દસ્તાવેજમાં કહેવામાં આવ્યું કે મુસ્લિમ બાળકો દલિત બાળકો સાથે પ્રતિસ્પર્ધા કરે છે અને ‘સાંપ્રદાયિક હિંદુવાદી શક્તિઓના ઉદયથી મુસ્લિમોની સામાજિક,  આર્થિક અને રાજનીતિક સ્થિતિઓ વધુ ગંભીર કરી દેવામાં આવી છે. મુસ્લિમોનું રાજનીતિક અસ્તિત્વ એટલું નીચે આવી ગયું છે કે ભારત સરકાર શરિયત સબંધિત મામલામાં પણ મુસ્લિમો પાસેથી સલાહ લેવાની જહેમત ઉઠવતી નથી.

    તેમાં કહેવામાં આવ્યું છે કે, મુસ્લિમ સમુદાય ‘મૂર્ખતાપૂર્ણ મતભેદો’થી વિભાજીત છે અને જેથી ‘હિંદુત્વ શક્તિઓ’ સામે લડવાનું ખૂબ કઠિન છે. જેમાં આગળ કહેવામાં આવ્યું છે કે મુસ્લિમોને દુનિયાનો બીજો સૌથી મોટો સમુદાય (ભારતીય વસ્તીના સંદર્ભમાં) હોવાના કારણે ‘દુનિયાને એક મોડેલ’ આપવાની જરૂર છે કે કેવી રીતે સમુદાયે ‘મુસ્લિમ વિરોધી શક્તિઓ’ સામે લડવાની જરૂર છે. 

    ઇસ્લામી સંગઠને મુસ્લિમ સમુદાયમાં પોતાની ભૂમિકા અંગે પણ જણાવ્યું છે. લખવામાં આવ્યું છે કે, “દુનિયા ભારતીય મુસ્લિમોને એક મોડેલ તરીકે જુએ છે અને ભારતીય મુસ્લિમ સમુદાય અસહાય થઈને કોઈ ચમત્કારની રાહ જોઈ રહ્યો છે. હમણાં કે પછી પણ નેતૃત્વએ સમુદાયની અંદરથી ઉભરવું પડશે જેથી પોતાની તાત્કાલિક જોખમોથી બચાવી શકાય અને સ્વતંત્રતા, સત્ય અનેસમાનતા ના આધારે સમાજના વાંછિત વર્ગો માટે કે વાસ્તવિક વિકાસ મૉડેલ પ્રદાન કરવામાં આવી શકે છે. પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા આ ભૂમિકામાં પોતાને જુએ છે.

    PFIનું વિઝન ‘2047’ 

    ડોક્યુમેન્ટમાં PFIનું કહેવું છે કે ભારતમાં ઇસ્લામી શાસન સ્થાપિત કરવા માટે તેમણે 2047 ની તારીખ નક્કી કરી છે. 

    કહેવામાં આવ્યું છે કે, “અમે એ 2047નું સપનું જોઈએ છીએ, જેમાં રાજકીય સત્તા મુસ્લિમ સમુદાય પાસે હશે, જેને બ્રિટિશ શાસન દરમિયાન અન્યાયપૂર્ણ રીતે પડાવી લેવામાં આવી હતી. 

    ધ્યાન આપવા જેવી બાબત એ છે કે PFIના ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ સમુદાયહંમેશા થી જ લઘુમતીમાં રહ્યો છે અને જેને જીતવા માટે બહુમતી બનવાની જરૂર નથી.  ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું કે, “જો આપણે ઇસ્લામનો ઇતિહાસ જોઈએ તો મુસ્લિમ હંમેશા લઘુમતી હતા અને જીત માટે જીતવા માટે તેમને બહુમતીની ક્યારેય જરૂર નથી રહી. પીએફઆઈને વિશ્વાસ છે કે જો કુલ મુસ્લિમ વસ્તીના 10 ટકા પણ તેમની સાથે આવે તો તેઓ ‘કાયર બહુમતી સમુદાય’ને ઘૂંટણીયે પાડી દેશે અને ભારતમાં ઇસ્લામનું શાસન ફરીથી સ્થાપશે. 

    ડોક્યુમેન્ટમાં સ્પષ્ટરૂપે કહેવામાં આવ્યું છે કે PFI કેડર અને નેતા ભારતમાં એક ઇસ્લામી સરકારની સ્થાપનાની દિશામાં કામ કરે છે. ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું છે, “પીએફઆઈ કેડરો અને મુસ્લિમ યુવાનોને વારંવાર જણાવવામાં આવવું જોઈએ કે તેઓ તમામ દીન (ઇસ્લામ) માટે કામ કરી રહ્યા છે. અલ્લાહે દુનિયાની રચના કરી હતી અને મુસ્લિમો બે કારણોથી બન્યા હતા. પહેલું, અલ્લાહનો કાયદો સ્થાપિત કરવા માટે અને બીજું, મુસ્લિમોં ધરતી ઉપર ‘દાઈ’ છે. આ બાબતો હંમેશા ધ્યાનમાં રાખવામાં આવવી જોઈએ કે ઇસ્લામનું શાસન સ્થાપિત કરવાનું છે. 

    PFIના ડોક્યુમેન્ટ અનુસાર, ઇસ્લામી શાસનના તબક્કાઓ 

    પીએફઆઈએ પોતાના દસ્તાવેજમાં ભારતમાં ઇસ્લામી શાસન સ્થાપિત કરવાની દિશામાં પ્રગતિને તબક્કાવાર વિભાજીત કરી છે. જે માટે ચાર તબક્કા નક્કી કરવામાં આવ્યા છે. 

    પહેલો તબક્કો 

    ભારતમાં ઇસ્લામી શાસન સ્થાપિત કરવાની માંગને લઈને પહેલા તબક્કામાં પીએફઆઈ કહે છે કે, દરેક ક્ષેત્રમાં અને દરેક વર્ગના મુસ્લિમોએ પીએફઆઈના બેનર હેઠળ એક થવાની જરૂર છે. તેઓ અન્ય વધુ લોકોની ભરતી કરશે અને તેમને હથિયારોની તાલીમ આપશે, જેમાં લાઠી, તલવાર અને અન્ય હથિયારોનો ઉપયોગ વગેરે સામેલ છે. આ તાલીમમાં આક્રમણ તેમજ પોતાને બચાવવા માટેની તકનીક પણ સામેલ હશે.

    દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, “આ માટે મુસ્લિમ સમુદાયને તેમનાં કષ્ટો યાદ કરાવવાં અને જ્યાં કોઈ ફરિયાદ નિવારણ તંત્ર (જ્યાં મુસ્લિમોની સમસ્યાઓ માટે તેમની મદદ થઇ શકે) નથી ત્યાં તે સ્થાપવાની જરૂર છે. પાર્ટી સહિત આપણા તમામ સંગઠનોએ નવા સભ્યોની ભરતી અને સંગઠનના વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સાથે જ આપણે ભારતીય હોવાની અવધારણાથી આગળ એક ઇસ્લામી ઓળખ સ્થાપિત કરવી પડશે. અમે PE વિભાગમાં સભ્યોની ભરતી અને તાલીમ શરૂ  કરીશું,જેમાં તેમને તલવાર અને અન્ય હથિયારોની તાલીમ આપવામાં આવશે. 

    બીજો તબક્કો 

    પોતાના બીજા તબક્કામાં PFI ખુલ્લેઆમ હિંદુઓ વિરુદ્ધ હિંસાની અપીલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમોને કષ્ટો વારંવાર યાદ અપાવવા જોઈએ. જેની સાથ જ હિંસાનો ઉપયોગ ‘કેટલાક વિરોધીઓ’ (હિંદુઓ)ને આતંકિત કરવા માટે અને તેમની સામુહિક શક્તિના પ્રદર્શન માટે કરવામાં આવવો જોઈએ. 

    બીજા તબક્કામાં જણાવવામાં આવી રહ્યું છે કે કઈ રીતે તેઓ ‘આંબેડકર’, ‘બંધારણ’ વગેરે જેવી પંચલાઈનોનો ઉપયોગ કરીને પોતાની નાપાક ગતિવિધિઓ આગળ વધારે છે. 

    દસ્તાવેજ કહે છે કે, “(જેને PE આપવામાં આવે છે એ) તમામ કેડરોમાંથી પ્રતિભાશાળી લોકોને જોઈને તેમને હથિયારો અને વિસ્ફોટકોની એડવાન્સ તાલીમ આપવા માટે ભરતી કરવામાં આવશે. દરમ્યાન, પાર્ટીએ ‘રાષ્ટ્ર્રધ્વજ’, ‘બંધારણ’ અને ‘આંબેડકર’ જેવી અવધારણાઓનો ઉપયોગ ઇસ્લામી શાસન સ્થાપિત કરવાના વાસ્તવિક ઈરાદાને ઢાલરૂપે અને અનુસૂચિત જાતિ/જનજાતિ/ઓબીસી સુધી પહોંચવા માટે કરવો જોઈએ. આપણે કાર્યપાલિકા અને ન્યાયપાલિકાના દરેક સ્તરે ઘૂસણખોરી કરીશું અને માહિતી એકઠી કરીને તેને પોતાના હિતમાં ઉપયોગ કરીને અનુકૂળ પરિણામો મેળવવાના પ્રયાસો કરીશું. આ ઉપરાંત, ફન્ડિંગ અને અન્ય મદદ માટે વિદેશી ઇસ્લામી દેશો સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવશે.”

    ત્રીજો તબક્કો 

    હથિયારોની તાલીમ આપવા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકામાં ઘૂસણખોરી કરવા અને વિદેશી ઇસ્લામી રાષ્ટ્રો સાથે સંપર્ક કરવાની પોતાની રણનીતિની રૂપરેખા તૈયાર કર્યા બાદ આતંકવાદી સંગઠન PFI પોતાના ત્રીજા તબક્કાની વાત કરે છે. જેમાં તેઓ કહે છે- 

    આ તબક્કામાં પીએફઆઈ કહે છે કે પાર્ટીએ (PFI) એસસી/એટી /ઓબીસી સમુદાય સાથે ઘનિષ્ઠ સબંધો બનાવવા જોઈએ અને ચૂંટણીમાં ઓછામાં ઓછામાં ઓછી અમુક બેઠકો જીતવી જોઈએ. પીએફઆઈ જે ગઠબંધન બનાવવા માંગે છે તેમાં 50 ટકા મુસ્લિમોની અને 10 ટકા એસસી/એસટી/ઓબીસીની ભાગીદારી હશે. 

    પીએફઆઈ આરએસએસ અને એસસી/એસટી/ઓબીસી વચ્ચે વિભાજન કરવાની પણ વાત કરે છે. ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, “આપણે એ દર્શાવીને આરએસએસઅને એસસી/એસટી/ઓબીસી વચ્ચે વિભાજન કરવાની જરૂર છે કે આરએસએસ માત્ર ઉચ્ચ જાતિના હિંદુઓના હિતોની વાત કરતું સંગઠન છે. 

    પીએફઆઈ એક વિશુદ્ધ મુસ્લિમ પાર્ટીની જરૂરિયાતને આગળ ધપાવવા માટે તમામ ‘સેક્યુલર’ પાર્ટીઓને બદનામ કરવાની વાત કરે છે, જેથી મુસ્લિમો અને એસસી/એસટી/ઓબીસીની જરૂરિયાતો પૂર્ણ થશે. 

    પીએફઆઈએ પોતાના કેડરોને દરેક સ્તરે હથિયારો એકઠાં કરવા માટે કહ્યું છે. 

    ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, PE વિભાગે પોતાના સભ્યોના શિસ્ત, યુનિફોર્મ માર્ચ અને જ્યાં પણ જરૂર હોય ત્યાં સમુદાયની રક્ષા કરવા માટે હુમલા કરીને પોતાની શક્તિઓનું પ્રદર્શન કરે. આ તબક્કામાં હથિયારો અને વિસ્ફોટકોનો સંગ્રહ કરવામાં આવવો જોઈએ. 

    ચોથો તબક્કો 

    આ તબક્કામાં પીએફઆઈનું કહેવું છે કે તેઓ અન્ય તમામ મુસ્લિમ અને સેક્યુલર સંગઠનોને બાજુ પર રાખીને તમામ મુસ્લિમોનું નિર્વિવાદ નેતૃત્વ કરશે. 

    જેનાથી 50 ટકા એસસી/એસટી/ઓબીસીનો વિશ્વાસ પણ મેળવી લેવાશે અને તેમના પ્રતિનિધિ તરીકે પણ ઉભરી આવવું જોઈએ. 

    PFIનું કહેવું છે કે જો તેને આ સમર્થન મળી શકે તો તેના માટે રાષ્ટ્રીય સ્તરે સત્તા કબજે કરવામાં ઘણી સરળતા રહેશે.

    દસ્તાવેજ જણાવે છે કે, “એકવાર સત્તામાં આવ્યા પછી વહીવટી અને ન્યાયતંત્ર તેમજ પોલીસ અને સૈન્યમાં તમામ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર વફાદાર કાર્યકરોની ભરતી કરવામાં આવશે. વફાદાર મુસ્લિમો અને એસસી/એસટી/ઓબીસીને અગાઉની ભરતીમાં થયેલા અન્યાય અને અસંતુલનને ઠીક કરવા માટે સેના અને પોલીસ સહિતના તમામ સરકારી વિભાગોના દરવાજા ખોલવામાં આવશે.”

    દસ્તાવેજમાં વધુમાં જણાવાયું છે કે, “જેઓને હથિયારોની તાલીમ આપવામાં આવી રહી હતી તેઓ આ સમયે વધુ ‘ખુલીને’’ બહાર આવશે અને ‘જેઓ તેમના (મુસ્લિમો) હિતોની વિરુદ્ધ છે તેમને  રસ્તામાંથી હટાવી (મારી) દેશે.’ PE વિભાગની કાર્યવાહી વધુ સ્પષ્ટ થશે અને આ તબક્કે કેડરની સંખ્યા ઝડપથી વધશે. હિતની વિરુદ્ધ હોય તેમને ખતમ કરી દેવામાં આવશે. આ PE કેડર અમારા વિરોધીઓ દ્વારા સુરક્ષા દળો પર પડતી અસર સામે રક્ષણ તરીકે પણ કામ કરશે.”

    અંતિમ પગલું શસ્ત્રોનો સંગ્રહ કર્યા પછી અને સશસ્ત્ર કાર્યકરોને તાલીમ આપ્યા પછી અને તેના માર્ગમાં રહેલા લોકોને (ખાસ કરીને હિંદુઓને) દૂર કર્યા પછી ઇસ્લામિક બંધારણની સ્થાપના કરવાનું હશે. દસ્તાવેજ કહે છે, “જ્યારે આપણી પાસે પૂરતા પ્રમાણમાં પ્રશિક્ષિત કેડર અને હથિયારોનો સ્ટોક હશે ત્યારે આપણે ઇસ્લામિક સિદ્ધાંતો પર આધારિત નવા બંધારણની જાહેરાત કરીશું. આ સમયે બહારની શક્તિઓ પણ આપણી મદદે આવશે. વિરોધીઓને વ્યવસ્થિત રીતે અને વ્યાપક રીતે ખતમ કરવામાં આવશે અને ઇસ્લામિક ગૌરવની વાપસી થશે.”

    મુસ્લિમો માટે ફરિયાદ નિવારણ તંત્રની સ્થાપના: પીએફઆઈ દસ્તાવેજ જણાવે છે કે વધતી હિન્દુત્વ વિચારધારા અને આરએસએસ સમર્થિત સરકારે મુસ્લિમોને એ માનવા માટે પૂરતા કારણો આપ્યા છે કે આ સરકાર ઇસ્લામના હિતની વિરુદ્ધ કામ કરી રહી છે અને સરકાર અને મુસ્લિમો વચ્ચે વિશ્વાસનો અભાવ છે. આ માટે પીએફઆઈના પ્રયાસો અભિનંદનને પાત્ર છે.

    દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, “મુસ્લિમ સમુદાયને બાબરી મસ્જિદના ધ્વંસ, સાંપ્રદાયિક રમખાણો અને મુસ્લિમોની લિંચિંગ દરમિયાન તેમના પર થયેલા અત્યાચારો વિશે હંમેશા યાદ અપાવવું જોઈએ. આરએસએસની આગેવાની હેઠળની સરકાર ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવા અને મુસ્લિમોને દેશમાંથી ભગાડવાની યોજના બનાવી રહી છે તે મુસ્લિમોને વિશ્વાસ અપાવવા માટે તમામ રાજ્ય એકમો દ્વારા નક્કર પ્રયાસો કરવા જોઈએ.

    સામૂહિક એકત્રીકરણ: પીએફઆઈએ ઇસ્લામનું ખોવાયેલું ગૌરવ પરત મેળવવા માટે સામુહિક એકત્રીકરણને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે. દસ્તાવેજ અનુસાર, તેનાં ત્રણ પાસાં છે- સમાવેશક, પહોંચ અને સંલગ્નતા. 

    દસ્તાવેજ મુજબ, “સમાવેશક સંસ્થા હોવાનો અર્થ એ છે કે પોપ્યુલર ફ્રન્ટ પાસે તેમના હેતુમાં યોગદાન આપનાર દરેક સમુદાયના લોકો માટે સ્થાન હોવું જોઈએ. પહોંચ એટલે સમુદાયને મુદ્દાઓ વિશે શિક્ષિત કરીને અને તેની પ્રાથમિકતાઓ નક્કી કરીને સમુદાય સુધી પહોંચવું. સંલગ્નતાનો અર્થ એ છે કે માત્ર એકતરફી શિક્ષણ સુધી પહોંચને મર્યાદિત કરવી નહીં, પરંતુ એજન્ડામાં ભાગ લેવા માટે જનતાને પણ સામેલ કરવી. લોકોને તેમના અધિકારો માટે આગળ લાવવું એ સામૂહિક એકત્રીકરણ હશે અને તે અપેક્ષિત પરિણામો આપશે. સંસ્થાની અંદરના તમામ વર્તમાન પ્લેટફોર્મનો ઉપયોગ જનતાને જોડવા માટે થવો જોઈએ.”

    ઘરે-ઘરે પીએફઆઈ: પીએફઆઈનો ઉદ્દેશ્ય દરેક મુસ્લિમ પરિવારમાંથી દરેક સભ્યની ભરતી કરવાનો છે. જોકે, જો આ શક્ય ન હોય તો 1) દરેક મુસ્લિમ પરિવારમાંથી ઓછામાં ઓછા એક સભ્યની ભરતી કરવામાં આવે, જો નહીં, તો 2) પાર્ટીમાં એક વ્યક્તિની ભરતી કરવામાં આવે. જો નહીં, તો 3) તેમાંથી કોઈપણને તેમની કોઈપણ સંસ્થાઓમાં ભરતી કરવામાં આવે, જો નહીં, તો 4) તેમને સામયિકો/લેખોના વાચક બનાવવામાં આવે અથવા ઓછામાં ઓછું તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતા કરવામાં આવે. 

    મુસ્લિમોની ભરતી અને તાલીમઃ ચોંકાવનારી વાત એ છે કે અહીં PFI હિંદુઓ વિરુદ્ધ બેલગામ હિંસા આચરવાની વાત કરે છે. તેમનું કહેવું છે કે વાસ્તવમાં તેમને એ પણ ખબર નથી કે લોકોમાં તેમની પાસે કેટલા સશસ્ત્ર ગ્રાઉન્ડ કેડર છે અને તેમને એ પણ ખબર નથી કે તેઓ હિંદુઓમાં કેટલો ડર પેદા કરે છે. આથી તેનું પરીક્ષણ કરવું જરૂરી છે.

    PFI દસ્તાવેજ જણાવે છે કે યોગ વર્ગો અને ‘સ્વસ્થ લોકો સ્વસ્થ રાષ્ટ્ર’ અભિયાનની આડમાં તેના PE કેડરને હથિયારોની તાલીમ આપવી જોઈએ. દસ્તાવેજ જણાવે છે કે, “અમારા સારી રીતે પ્રશિક્ષિત PE પ્રશિક્ષકોને કેડરોને શસ્ત્રો અને વિસ્ફોટકોની તાલીમ આપવા માટે વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે. અમારી પાસે ટ્રેનર્સની અછત છે અને સંભવિત તાલીમાર્થીઓની સંખ્યા મોટી છે. આ માટે કોઠાસૂઝ ધરાવતા ઉમેદવારોને બેઝિક PE કોર્સ ઇન્સ્ટ્રક્ટર, સેકન્ડરી PE કોર્સ ઇન્સ્ટ્રક્ટર અને PE માસ્ટર્સ બનવા માટે ઓળખવામાં આવે અને તેમને તાલીમ આપવી જોઈએ.”

    દસ્તાવેજ આગળ જણાવે છે, “અમારી પાસે હજુ સુધી અદ્યતન PE અભ્યાસક્રમો ચલાવવા માટે યોગ્ય અને અલાયદાં તાલીમ કેન્દ્રો/સ્થળો નથી. પડકારને પહોંચી વળવા માટે રાજ્ય એકમોએ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારો અથવા દૂરના સ્થળોએ પ્લોટ હસ્તગત કરવા જોઈએ, જેથી શસ્ત્રો અને વિસ્ફોટકોનો સંગ્રહ કરવા માટે યોગ્ય તાલીમ સુવિધાઓ અને ડેપોની સ્થાપના કરી શકાય. આ કેન્દ્રો વિશે માત્ર અમુક પસંદગીના લોકોને જ ખબર હોવી જોઈએ. એમ પણ કહેવામાં આવ્યું કે તમામ PFI કેડર અને તેમના પ્રત્યે સહાનુભૂતિઓ રાખનાર બેઝિક PEમાં તાલીમ આપવાની સાથે સાથે પ્રશિક્ષિત PE કેડરનું એક સમર્પિત સૈન્ય બનાવવા માટે લાંબી મજલ કાપવાની છે.”

    આ ‘એક્શનેબલ પોઈન્ટ’માં PFI કહે છે કે તેણે ‘અંતિમ શક્તિ પ્રદર્શન’ પહેલાં હિંદુઓ અને હિંદુ નેતાઓ વિશે માહિતી રાખવી જોઈએ. અર્થાત તેઓ આ હિંદુઓ અને હિંદુ નેતાઓની હત્યા કરવા માટે તેમની માહિતી મેળવવા માંગે છે. 

    પોલીસે મેળવેલા PFI દસ્તાવેજમાં જણાવ્યું હતું કે, “અંતિમ પ્રદર્શનના તબક્કા પહેલા હિંદુ/RSS નેતાઓની અંગત વિગતો અને તેમના કાર્યાલયોના સ્થાનો વિશેની વિગતવાર માહિતી એકત્રિત કરવી અને તૈયાર રાખવી હિતાવહ છે. વિવિધ સ્તરે તેમની પાંખોએ તેમના ડેટા-બૅઝને ફૉલો-અપ અને અપડેટ કરતા રહેવું જોઈએ. તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવાથી તેમની સામે પગલાં લેવામાં પણ મદદ મળશે. અંતિમ લક્ષ્યના રોડમેપમાં માહિતી પાંખોનું મહત્વ ધ્યાનમાં રાખતા તમામ સ્તરો પર આ વિંગના કામકાજને મજબૂત અને તેજ કરવાની જરૂર છે.

    PFI તેના ‘વિઝન ડોક્યુમેન્ટ’ને એમ કહીને સમાપ્ત કરે છે કે ભારતીય રાજ્ય સાથે સીધા મુકાબલાની સ્થિતિમાં તેને તુર્કી જેવા ‘મૈત્રીપૂર્ણ ઇસ્લામિક રાષ્ટ્રો’ પાસેથી મદદની જરૂર પડશે. PFI કહે છે કે તેણે તુર્કી સાથે ગાઢ સંબંધો વિકસાવ્યા છે, જ્યારે અન્ય ઇસ્લામિક રાષ્ટ્રો સુધી પણ પહોંચવાની જરૂર છે.

    દસ્તાવેજ આગળ જણાવે છે કે, “સરકાર સાથે પૂર્ણ શક્તિ પ્રદર્શનની સ્થિતિમાં પોતાના પરશિક્ષિત PE કેડરો પર વિશ્વાસ કરવા ઉપરાંત મિત્ર ઇસ્લામિક દેશોની મદદની પણ જરૂર પડશે. છેલ્લા કેટલાંક વર્ષોમાં PFIએ ઇસ્લામના ધ્વજવાહન તૂર્કી સાથે મૈત્રીપૂર્ણ સબંધો વિકસાવ્યા છે. કેટલાક અન્ય ઇસ્લામી દેશો સાથે વિશ્વસનીય મિત્રતા આગળ વધારવાના પ્રયાસો સતત ચાલુ છે.”

    (ગુજરાતીમાં અનુવાદ થયેલો આ લેખ મૂળરૂપે અંગ્રેજીમાં લખાયો છે, જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં