Friday, May 3, 2024
More
    હોમપેજરાજકારણહમાસની 'સંસદ' પર ફરક્યો ઇઝરાયેલી ધ્વજ, સ્પીકરની ખુરશી પર બેઠા યહૂદી સૈનિક:...

    હમાસની ‘સંસદ’ પર ફરક્યો ઇઝરાયેલી ધ્વજ, સ્પીકરની ખુરશી પર બેઠા યહૂદી સૈનિક: ગાઝામાં બાળકોના હોસ્પિટલને બનાવી રાખ્યું હતું આતંકનો અડ્ડો

    ઇસ્લામિક આતંકવાદી સંગઠન હમાસે 7 ઓક્ટોબર, 2023 ના રોજ ગાઝાથી ઇઝરાઇલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હમાસના આતંકીઓએ 1200 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઇઝરાયલ ત્યારથી સતત ગાઝા પર હુમલાઓ કરી રહ્યું છે અને હવે તેની સેના પણ ગાઝામાં પ્રવેશી ચુકી છે.

    - Advertisement -

    ઇઝરાયેલના રક્ષામંત્રી યાઓવ ગૈલેંટે જણાવ્યું છે કે ઇસ્લામિક આતંકવાદી જૂથ હમાસે 16 વર્ષ પછી ગાઝા પટ્ટી પરનું નિયંત્રણ ગુમાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે હમાસના આતંકવાદીઓ દક્ષિણ ગાઝા તરફ ભાગી રહ્યા છે અને તેમના સામાનને ગાઝાના સામાન્ય નાગરિકો લૂંટી રહ્યા છે. આ દરમિયાન હમાસની સંસદમાં ઇઝરાયેલી ધ્વજ લહેરાવતા યહૂદી સૈનિકોનો એક ફોટો પણ સામે આવ્યો છે. આ એજ જગ્યા છે જ્યાંથી હમાસ ગાઝા પર પોતાની તાનાશાહી ચલાવી રહ્યું હતું. આ સૈનિકો ઇઝરાયેલની ગોલાની બ્રિગેડના છે.

    2007થી ગાઝા પર હમાસનું નિયંત્રણ હતું. તે ગાઝાની જમીનને પોતાની આતંકવાદી ગતિવિધિ સંચાલિત કરવા માટે ઉપયોગમાં લેતું હતું અને ત્યાંના નાગરિકોને પોતાની લડાઈમાં ઢાલ બનાવતું હતું. હમાસે એક રાજકીય વિંગ પણ બનાવી રાખી છે, જે ગાઝામાં લોકશાહી પ્રતિનિધિત્વનો ઢોંગ કરે છે. હવે એ જ હમાસની સંસદમાં ઇઝરાયેલી ધ્વજ જોવા મળી રહ્યો છે.

    નોંધનીય છે કે, ઇસ્લામિક આતંકવાદી સંગઠન હમાસે 7 ઓક્ટોબર, 2023 ના રોજ ગાઝાથી ઇઝરાઇલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હમાસના આતંકીઓએ 1200 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઇઝરાયલ ત્યારથી સતત ગાઝા પર હુમલાઓ કરી રહ્યું છે અને હવે તેની સેના પણ ગાઝામાં પ્રવેશી ચુકી છે. ઈઝરાયેલ પર થયેલા આ હુમલા બાદ તેની સરકારે સેનાને ગાઝા પર કબજો કરવાનો આદેશ આપ્યો હતો. પહેલા ઇઝરાયલી વાયુસેનાએ હમાસ પર હવાઇ હુમલા કર્યા અને પછી સૈન્ય ટુકડીઓ ગાઝામાં ઘૂસી ગઈ.

    - Advertisement -

    ઇઝરાયલના હુમલાને કારણે ગાઝામાં અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. આ દરમિયાન ઇઝરાયેલે હમાસના આતંકીઓની સંખ્યા અને તેમની યોજનાઓનો પણ ખુલાસો કર્યો છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું છે કે યુદ્ધની શરૂઆતમાં હમાસમાં ઓછામાં ઓછા 30,000 સૈનિકો હતા, જેને અલગ અલગ બ્રિગેડમાં વહેંચવામાં આવ્યા હતા.

    જો કે હવે આ આતંકીઓ પોતાના અડ્ડાઓ છોડી રહ્યા છે અને ઈઝરાયેલી સેના ઝડપથી ગાઝા પર કબજો કરી રહી છે. હમાસે બાળકોની હોસ્પિટલની નીચે પોતાનું સૈન્ય મથક બનાવ્યું હતું, જેને સેનાએ પોતાના કબજામાં લઈ લીધું છે. આ દરમિયાન આતંકવાદીઓએ ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શિફા પાસે પણ હુમલા તેજ કરી દીધા છે, જેથી ઈઝરાયેલ પોતાની સેનાને પાછી બોલાવી લે. ઇઝરાયલની સેનાએ આ હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે વાત કરી છે અને તેમને આ વિસ્તાર ખાલી કરાવવા માટે તમામ સુવિધાઓ આપવાની ખાતરી આપી છે.

    ઇઝરાયેલની સેનાએ આરોપ લગાવ્યો છે કે હમાસના આતંકવાદીઓ હોસ્પિટલવાળા લોકોને ધમકી આપી રહ્યા છે કે તેઓ ઇઝરાઇલ પાસેથી કોઇ મદદ ન લે, જેના કારણે ઇઝરાયેલ પર આ વિસ્તાર ખાલી કરવા માટે દબાણ બને. હમાસના આતંકવાદીઓએ આ હોસ્પિટલને ઢાલ બનાવીને તેની નીચે ટનલ બનાવી છે. ઈઝરાયેલે ગાઝાના લોકોને ઉત્તરીય વિસ્તારમાં જવા માટે કહી દીધું હતું. મોટી સંખ્યામાં ગાઝાના રહેવાસીઓ પણ ત્યાં સ્થળાંતર કરી ગયા છે. આ દરમિયાન ઇઝરાયેલે ગાઝાની અંદર પહોંચવા માટે જરૂરી લોજિસ્ટિક્સને પણ મંજૂરી આપી દીધી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં