Saturday, May 4, 2024
More
    હોમપેજદુનિયાબહાનું ઉમરાહનું, કામ ભીખ માંગવાનું....: સાઉદી અરેબિયા જતા હતા પાકિસ્તાની ભિખારીઓ, 16ને...

    બહાનું ઉમરાહનું, કામ ભીખ માંગવાનું….: સાઉદી અરેબિયા જતા હતા પાકિસ્તાની ભિખારીઓ, 16ને ફ્લાઇટમાંથી ઉતારી મૂકાયા

    ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)એ ઉમરાહ સિઝન દરમિયાન મુલતાન એરપોર્ટ પરથી સાઉદી અરેબિયા જતી ફ્લાઇટમાંથી યાત્રાળુઓના વેશમાં આવેલા 16 કથિત ભિખારીઓને ઉતાર્યા હતા. આ 16 લોકોમાં 11 મહિલાઓ, 4 પુરુષો અને એક બાળકનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    પાકિસ્તાનની કંગાળ પરિસ્થિતિના લીધે ત્યાંનાં લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. હજુ તાજેતરમાં એક ખબર સામે આવી હતી જેમાં જણાવ્યું હતું કે સાઉદી અરબમાં 90% ભિખારીઓ પાકિસ્તાની છે. ઘણા પાકિસ્તાની ભિખારીઓ ઉમરાહના બહાને વિદેશોમાં પ્રવેશ મેળવીને પાકીટમારી કરતાં હોવાનું સાઉદી અરબે જણાવ્યું હતું. સાઉદી અરબે કહ્યું હતું કે પાકિસ્તાની ખિસ્સાકાતરુના કારણે તેની જેલો ઉભરાઈ ગઈ છે. સાઉદી અરબ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાથી આવતા ભિખારીઓની વધતી જતી સંખ્યાને લઈને ચિંતિત છે. જ્યારે હવે બીજી એક ખબર સામે આવી રહી છે કે પાકિસ્તાનના મુલતાન એરપોર્ટ પરથી 16 લોકોને ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા છે જે ઉમરાહના બહાને સાઉદીમાં જઈને ભીખ માંગવાની ફિરાકમાં હતા.

    અહેવાલોના જણાવ્યા અનુસાર ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)એ ઉમરાહ સિઝન દરમિયાન મુલતાન એરપોર્ટ પરથી સાઉદી અરેબિયા જતી ફ્લાઇટમાંથી યાત્રાળુઓના વેશમાં આવેલા 16 કથિત ભિખારીઓને ઉતાર્યા હતા. આ 16 લોકોમાં 11 મહિલાઓ, 4 પુરુષો અને એક બાળકનો સમાવેશ થાય છે. આ લોકો ઉમરાહના વિઝા પર સાઉદી અરેબિયાની મુસાફરી કરવા માંગતા હતા. ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન FIAના અધિકારીઓએ તે મુસાફરોની પૂછપરછ કરી હતી જેમાં તે લોકોએ સાઉદી અરેબિયામાં ભીખ માંગવા જતાં હોવાનું કબૂલ્યું હતું.

    ભિખારીઓને મદદ પૂરી પાડતા હતા એજન્ટો

    ભિખારીઓની પૂછપરછ દરમિયાન તેમણે ખુલાસો કર્યો હતો કે તેણે ભીખ માંગવામાંથી થતી અડધી કમાણી તેની મુસાફરીની વ્યવસ્થા કરવામાં સામેલ એજન્ટોને આપવાની હોય છે. સાથે તેમણે એ પણ કહ્યું કે ઉમરાહ વિઝાની મુદત પૂરી થયા બાદ તે પાકિસ્તાન પરત ફરવાના હતા. FIA મુલતાન સર્કલે વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે સાઉદી જઈ રહેલા આ મુસાફરોની ધરપકડ કરી હતી.

    - Advertisement -

    આ ધરપકડ પ્રવાસી પાકિસ્તાનીઓ અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સેનેટ સમિતિને એ ખુલાસો કર્યાના એક દિવસ પછી થઈ કે ભિખારીઓનો નોંધપાત્ર હિસ્સો ગેરકાયદેસર ચેનલોના માધ્યમથી વિદેશોમાં તસ્કરી માટે જાય છે.

    વિદેશોમાં 90% ભિખારીઓ પાકિસ્તાની

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના સ્થળાંતર અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવ ઝુલ્ફીકાર હૈદરે કુશળ અને અકુશળ કામદારોના પાકિસ્તાન છોડવાના મુદ્દા પર સેનેટ પેનલમાં ચર્ચા દરમિયાન એ વાતનો ખુલાસો કર્યો હતો. આ દરમિયાન હૈદરે સમિતિને માહિતી આપી હતી કે અન્ય દેશોમાં પકડાયેલા ’90 ટકા ભિખારીઓ’ પાકિસ્તાની મૂળના છે. તેમણે કહ્યું હતું કે ઘણા ભિખારીઓએ સાઉદી અરેબિયા, ઈરાન અને ઈરાક જવા માટે ઉમરાહ વિઝા મેળવ્યા હતા.

    મક્કામાં મસ્જિદ અલ-હરમ જેવા પવિત્ર સ્થળો પર પકડાયેલા મોટા પાયે ખિસ્સાકાતરુઓ પાકિસ્તાની નાગરિકો હોવાનો પણ તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો. સેનેટ પેનલમાં આ સમય દરમિયાન, મધ્ય પૂર્વને ‘ખિસ્સાકાતરુઓ’ના મુખ્ય સ્થળ તરીકે વર્ણવવામાં આવ્યું હતું.

    સેનેટ પેનલમાં ચર્ચા દરમિયાન, સેનેટર રાણા મહમૂદ-ઉલ-હસને જાપાન જેવા દેશોમાં કુશળ કામદારોમાં પાકિસ્તાનની તુલનાત્મક રીતે ઓછી રજૂઆતનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે વિદેશમાં પકડાયેલા મોટાભાગના ભિખારીઓ પાકિસ્તાનના હતા. તેમણે કહ્યું હતું કે ઈરાક અને સાઉદી અરેબિયાના રાજદૂતોએ માહિતી આપી હતી કે તેમની ધરપકડના કારણે તેમના દેશોમાં ગુનેગારોને જેલમાં રાખવા માટે કોઈ જગ્યા બચી નથી. જેના કારણે માનવ તસ્કરીનો ખતરો ઉભો થયો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં