Tuesday, July 23, 2024
More
  હોમપેજસ્પેશ્યલ‘જીતવું હોય તો મસ્જિદમાં નમાઝ પઢી આવો’: ઓનલાઈન ગેમિંગની આડમાં જેહાદનો ઘટસ્ફોટ,...

  ‘જીતવું હોય તો મસ્જિદમાં નમાઝ પઢી આવો’: ઓનલાઈન ગેમિંગની આડમાં જેહાદનો ઘટસ્ફોટ, બાળકોને ફસાવવા ઇસ્લામવાદીઓ કેવી રીતે રમતા હતા ધર્માંતરણની ગેમ, ચાલો જાણીએ

  ગાઝિયાબાદમાં ગેમિંગ દ્વારા ધર્માંતરણનો આ જે મામલો સામે આવ્યો છે એ રેકેટમાં ઇસ્લામવાદીઓ દ્વારા જુદી જુદી ઓનલાઇન એપ્લિકેશન્સનો ઉપયોગ કરાય છે, જે સરળતાથી કોઈ પણ લેપટોપ કે મોબાઈલમાં ઇન્સ્ટોલ થઇ શકે છે. ઉપરાંત આ તમામ એપ્લિકેશન્સ તદ્દન મફતમાં ઉપલબ્ધ હોય છે.

  - Advertisement -

  તાજેતરમાં રિલીઝ થયેલી ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મમાં યુવતીઓના ઇસ્લામી ધર્માંતરણનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. વામપંથીઓએ તેનો વિરોધ કર્યો અને તેને બિનજરૂરી વિષય ગણાવ્યો. પરંતુ, હાલમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં લાલબત્તી સમાન ધર્માંતરણનું રેકેટ બહાર આવ્યું છે, જેથી ઇસ્લામી કટ્ટરપંથીઓ સામે ફરી સવાલ ઉઠ્યા છે અને ખાસ તો વાલીઓ ચિંતિત બની ગયા છે. ગાઝિયાબાદમાં ગેમિંગ દ્વારા ધર્માંતરણનો પર્દાફાશ થયો છે જેમાં સીધા નિર્દોષ બાળકોને જ ટાર્ગેટ કરીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું.

  ઓનલાઈન ગેમિંગની આડમાં 400 લોકોનું ધર્માંતરણ

  ગાઝિયાબાદમાં ગેમિંગ દ્વારા ધર્માંતરણનો સ્ફોટક ખુલાસો થયા બાદ તેના તાર ક્યાં સુધી ફેલાયેલા છે તે જાણવા NIAએ તપાસ હાથ ધરી છે. આ આખા ષડ્યંત્ર પાછળ મુંબઈમાં રહેતો શાહનવાઝ ઉર્ફે બદ્દો નામનો શખ્સ માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે. સાથે જ તેના તાર પાકિસ્તાન અને ભાગેડુ ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. આ ઓનલાઈન ગેમિંગની આડમાં 400 લોકોનું ધર્માંતરણ થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. તો આ કેસમાં ગાઝિયાબાદના મૌલવી અબ્દુલ રહેમાન ઉર્ફે નન્નીની પણ ધરપકડ કરવામાં આવી છે.

  ‘ફોર્ટનાઈટ’ નામની ગેમ વાલીઓ માટે બની નાઈટમેર

  વાસ્તવમાં ગાઝિયાબાદ પોલીસે ગત 4 જૂનના રોજ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે ‘ફોર્ટનાઈટ’ નામની ગેમ રમનારા બાળકો ઇસ્લામવાદીઓના કાવતરાનો ભોગ બન્યા છે અને તેમનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે. કટ્ટરપંથીઓ નિર્દોષ બાળકોને ગેમમાં જીતવાની લાલચ આપી દિવસમાં પાંચ વખત નમાઝ પઢવા સહિતની પ્રથાઓનું પાલન કરાવીને ઇસ્લામ અપનાવવા મજબૂર કરતા હતા. અત્યારસુધીમાં પીડિતોમાં 3 હિંદુ અને 1 જૈન છોકરાની ઓળખ કરવામાં આવી છે.

  - Advertisement -

  ઉલ્લેખનીય છે કે, ઇસ્લામવાદીઓ ઓનલાઈન ગેમિંગના શોખીન ટીનેજ બાળકોને એટલે જ નિશાન બનાવતા હતા જેથી બાળમાનસ સાથે છેડછાડ કરીને ધર્માંતરણ કરાવવાનું તેમનું લક્ષ્ય સરળ બની જાય. આ મામલે ‘ફોર્ટનાઈટ’ અને ‘ડિસ્કોર્ડ’ એમ બે ઍપના નામ સામે આવ્યા છે. હવે ગેમિંગની આડમાં ઇસ્લામવાદીઓ કઈ રીતે ‘જેહાદ ગેમ’ રમે છે, એ સ્ટેપ બાય સ્ટેપ જાણીએ.

  આ રીતે ચાલે છે ગેમિંગ દ્વારા ધર્માંતરણનું રેકેટ

  એપિક ગેમ્સે ડેવલપ કરેલી ‘ફોર્ટનાઈટ’ ગેમ એક પ્લેયરે વ્યક્તિગત અથવા ગ્રુપમાં રમવાની હોય છે અને તેનું અંતિમ લક્ષ્ય પોતાના વિરોધીઓને મારીને તેને બહાર કરવાનું કરવાનું હોય છે. ખેલાડીઓ આ દરમિયાન લાઈવ ચૅટ પણ કરી શકે છે અને વ્યૂહરચના બનાવી શકે છે.

  આમાં મુસ્લિમ શખ્સો હિંદુ નામથી ખોટી આઈડી બનાવીને બિન-મુસ્લિમ છોકરાઓને ટાર્ગેટ કરતા હતા. ગેમના માધ્યમથી તેઓ નિર્દોષ બાળકોને પોતાની યુટ્યુબ ચેનલ તરફ દોરતા હતા અને બાદમાં ચૅટિંગ ઍપ ‘ડિસ્કોર્ડ’માં સામેલ કરતા હતા.

  વાસ્તવમાં આ યુવાનોએ પોતાના ગ્રુપ્સમાં જોડીને તેઓ ‘ફોર્ટનાઈટ’ ગેમની સિસ્ટમ એવી રીતે ગોઠવતા કે જેથી તે યુવાનો ગમે તેટલા પ્રયત્નો કરે પણ તેઓ હારતા જ રહે. આ પછી તેમને જીતવા માટે ઇસ્લામની કેટલીક આયાત વાંચવાનું કહેવામાં આવતું હતું. આયાત વાંચ્યા બાદ આ બાળકો ગેમ જીતાડી દેવામાં આવતી હતી.

  જે બાળકો આ પ્રથમ સ્ટેપ પાર કરી લે એ પછી તેમને ડિસ્કોર્ડ ઍપમાં સામેલ કરવામાં આવતા હતા. તેમાં બાળકોને ઇસ્લામિક રિવાજો તરફ વાળવામાં આવતા હતા અને નમાઝ કેવી રીતે પઢવું એ પણ જણાવવામાં આવતું હતું. એટલું જ નહીં, બાળકોને નજીકની મસ્જિદમાં જવાનું પણ કહેવામાં આવતું હતું. તેમને જીતવા માટે દિવસમાં પાંચ વખત નમાઝ પઢવા કહેવામાં આવ્યું હતું.

  હવે નમાઝ પઢવા સહિતના ઇસ્લામી રિવાજોથી બાળકો વાકેફ થઈ જાય એટલે તેમનો સીધો સંપર્ક કરવામાં આવતો હતો. આ દરમિયાન વાત કરનાર મુસ્લિમ પોતાની ઓળખ હિંદુ તરીકે આપતો હતો અને બાળકને પોતાનો ધર્મ છોડીને ઇસ્લામ અપનાવવા બ્રેઈનવોશ કરતો હતો. આ સ્ટેપમાં બાળકોને ભાગેડુ ઝાકિર નાઈક, તારિક જમીલના તેમજ પાકિસ્તાની ચેનલના વિડીયો પણ બતાવવામાં આવતા હતા અને ધર્મ પરિવર્તન માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. આ સ્ટેપ સુધી બાળક પહોંચે ત્યાં સુધીમાં તેનું બ્રેઈનવોશ થઈ જતું હતું.

  છેલ્લા સ્ટેપમાં બાળકોને બળજબરીથી ધર્મ પરિવર્તન તરફ ધકેલવામાં આવતા હતા, જેમાં સ્થાનિક મૌલવી પણ સક્રિય હતા. બાળકો આના ભાગરૂપે મૌલવીને મળતા હતા અને મસ્જિદમાં પાંચ વખત નમાઝ પણ પઢતા હતા. આ અંગે કોઈની પણ સાથે વાતચીત કરવાની મનાઈ કરવામાં આવી હતી. અંતે તેમનું એટલું બ્રેઈનવોશ કરવામાં આવતું કે તેઓ પોતાના માતા-પિતાની વિરુદ્ધ જવા પણ તૈયાર થઈ જતા હતા.

  આખા રેકેટમાં ઉપયોગમાં લેવાતી એપ્લિકેશન્સ

  ગાઝિયાબાદમાં ગેમિંગ દ્વારા ધર્માંતરણનો આ જે મામલો સામે આવ્યો છે એ રેકેટમાં ઇસ્લામવાદીઓ દ્વારા જુદી જુદી ઓનલાઇન એપ્લિકેશન્સનો ઉપયોગ કરાય છે, જે સરળતાથી કોઈ પણ લેપટોપ કે મોબાઈલમાં ઇન્સ્ટોલ થઇ શકે છે. ઉપરાંત આ તમામ એપ્લિકેશન્સ તદ્દન મફતમાં ઉપલબ્ધ હોય છે.

  ગેમિંગ એપ જેવી કે ફોર્ટનાઇટ વગેરે

  પ્રાથમિક એપ્લિકેશન તરીકે ફોર્ટનાઇટ જેવી ઓનલાઇન ગેમ એપ્લિકેશન્સનો ઉપયોગ કરતો કે જેમાં ટિમ બનાવીને રમવાની અને વોઇસ ચેટ કરવાની સુવિધા હોય. અહીંથી જ તેઓ પોતાના ટાર્ગેટ પસંદ કરતા. અહીંથી જ તેઓએ સગીર બાળકો મળી રહેતા હતા.

  યુટ્યુબ ચેનલ્સ દ્વારા કરાતા હતા મોહિત

  ફોર્ટનાઇટ જેવી ઓનલાઇન ગેમમાં 2-4 વાર સાથે રમ્યા બાદ બિન-મુસ્લિમ યુવાનોને ઇસ્લામવાદીઓ યુટ્યુબ પર આવેલી તેમની ગેમિંગ ચેનલો તરફ દોરતા અને ત્યાં તેમના ગેમિંગ વિડીયો જોવા પ્રેરતા હતા. આ વિડીયોમાં મોટા ભાગે તેઓ જીતતા બતાવવામાં આવતા હતા એટલે તે બિન-મુસ્લિમ યુવકો તેમનાથી અંજાઈ જતા અને આ ઇસ્લામવાળી ટોળકીથી ઈમ્પ્રેસ થઇ જતા.

  ડિસ્કોર્ડ પર બોલાવીને અપાતી ઇસ્લામિક તાલીમ

  જયારે આ યુવકો યુટ્યુબ વિડીયોથી અંજાઈને તે લોકો જેવી ગેમ રમવાનું શીખવાની વાત કરતા તો તેમને ઇસ્લામવાદીઓ પોતાની અંગત ડિસ્કોર્ડ ચેનલ તરફ દોરી જતા.

  Discord એ એક મફત ટેક્સ્ટ, વૉઇસ અને વિડીયો ચેટ ઍપ છે જે જુદા જુદા પ્રકારના કારણોસર રમનારાઓમાં અતિ લોકપ્રિય છે. અહીં તે બિન-મુસ્લિમ યુવાનોને ઓડિયો કે વિડીયો મીટિંગ્સ દ્વારા ઇસ્લામ તરફ વાળવા મજબુર કરાતા હતા.

  હાલમાં તો માત્ર ગાઝિયાબાદથી જ આ ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ થયો છે. શક્ય છે કે તપાસમાં આવા બીજા કિસ્સાઓ પણ સામે આવી ધકે છે. આવામાં વાલીઓએ પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું, તેઓ મોબાઈલ પર શું કરતા હોય છે, કોની સાથે વાત કરતા હોય છે એ બાબતે સજાગ રહેવું જરૂરી બની ચાલ્યું છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં