Friday, May 3, 2024
More
    હોમપેજદેશ'અમે પેલેસ્ટાઇન સાથે છીએ, કેમ કે તે અમારા મિયાંભાઈ છે': પત્રકારે પૂછ્યો...

    ‘અમે પેલેસ્ટાઇન સાથે છીએ, કેમ કે તે અમારા મિયાંભાઈ છે’: પત્રકારે પૂછ્યો સવાલ તો આવો જવાબ આપ્યો ભારતના મુસ્લિમ યુવકોએ, વિડીયો વાયરલ

    ટોપીવાળો યુવક એ પછી કહે છે કે, "પેલેસ્ટાઇનમાં બાળક જીવવા માટે નથી પેદા થતું, પણ મરવા માટે પેદા થાય છે. ત્યાં બાળક અલ્લાહ માટે શહીદ થવા જન્મે છે. ત્યાં બાળકો ક્રિકેટ-ગુલ્લી ડંડા નથી રમતા, ત્યાં શહીદ-શહીદ રમે છે કે કોણ શહીદ થશે, કોણ શહીદ થશે?"

    - Advertisement -

    ઈસ્લામિક આતંકી સંગઠન હમાસની બર્બરતાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. આ મુશ્કેલ સમયમાં મોટાભાગના દેશો ઇઝરાયેલ સાથે ઊભા છે. પરંતુ એક વર્ગ એવો પણ છે જે મજહબી કટ્ટરવાદના કારણે પેલેસ્ટાઇન અને હમાસને પણ સમર્થન આપી રહ્યો છે. તેમ ભારતના મુસ્લિમ કટ્ટરપંથીઓનો પણ સમાવેશ થાય છે. હાલ ભારતમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પત્રકારે પ્રશ્ન પૂછતાં મુસ્લિમ યુવક કહે છે કે ‘અમે પેલેસ્ટાઇન સાથે છીએ, કેમ કે તે અમારા મિયાંભાઈ છે.’

    ફેસબુક પર ‘રાજધર્મ પૂર્વાંચલ’ નામના એક પેજ પર આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયો લગભગ 13 મિનિટનો છે. વિડીયોમાં એક પત્રકાર કેટલાક લોકોને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન મુદ્દે તેમની પ્રતિક્રિયા પૂછી રહ્યો છે. પત્રકાર પૂછે કે ‘ઇઝરાયેલ-પેલેસ્ટાઇનમાંથી તમે કોની સાથે છો?’ આ વિડીયોમાં 4.00 મિનિટથી આ પ્રશ્ન સાંભળી શકાય છે.

    નારંગી ટીશર્ટ પહેરેલો એક યુવક તરત જ જવાબ આપે છે કે, “અમે તો પેલેસ્ટાઇન સાથે છીએ.” આ યુવકની સાથે ટોપી પહેરેલો એક યુવાન પણ તેની વાતનું સમર્થન કરે છે. અન્ય યુવાનો પણ તેનો સાથ આપે છે.

    - Advertisement -

    તેના પર પત્રકાર પૂછે છે કે, “આખરે તમે પેલેસ્ટાઇન સાથે કેમ છો?” તે પ્રશ્નના જવાબમાં ટોપીવાળો યુવક કહે છે કે, “અમે પેલેસ્ટાઇન સાથે છીએ કારણ કે તે અમારા મિયાંભાઈ છે. અમે તો અમારા મિયાંભાઈઓની સાથે ઊભા છીએ. ત્યાં અત્યાચારો થઈ રહ્યા છે.” ટોપીવાળા યુવકની આ વાતનું ત્યાં હાજર અન્ય મુસ્લિમ યુવાનો પણ સમર્થન કરે છે.

    ટોપીવાળો યુવક એ પછી કહે છે કે, “પેલેસ્ટાઇનમાં બાળક જીવવા માટે નથી પેદા થતું, પણ મરવા માટે પેદા થાય છે. ત્યાં બાળક અલ્લાહ માટે શહીદ થવા જન્મે છે. ત્યાં બાળકો ક્રિકેટ-ગુલ્લી ડંડા નથી રમતા, ત્યાં શહીદ-શહીદ રમે છે કે કોણ શહીદ થશે, કોણ શહીદ થશે?”

    હમાસના આતંકીઓએ કર્યો હતો ઇઝરાયેલ પર હુમલો

    નોંધનીય છે કે ઇઝરાયેલ પર હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે અને 2800થી વધુ લોકો ઘાયલ છે. હમાસે મોટી સંખ્યામાં ઇઝરાયેલીઓને બંધક પણ બનાવ્યા છે. હુમલામાં હમાસે એક જર્મન મહિલાની હત્યા કરી તેનું નગ્ન શરીર ગાઝાની ગલીઓમાં પ્રદર્શિત કર્યું હતું.

    હમાસે ઇઝરાયેલની અંદર હુમલા દરમિયાન 40 બાળકોને પણ મારી નાખ્યા છે. ઇઝરાયેલના સુરક્ષા દળોને તેમના મૃતદેહ મળી આવ્યા છે. ઈસ્લામિક આતંકીઓએ લકવાગ્રસ્ત મહિલાને પણ ના બક્ષી અને તેની પણ હત્યા કરી નાખી હતી.

    ઇઝરાયેલે પણ જવાબી કાર્યવાહીમાં ગાઝા પટ્ટી પર હવાઈ હુમલાઓ કર્યા છે. ઇઝરાયેલના હુમલામાં હમણાં સુધી 800 પેલેસ્ટિયનોના મોત થઈ ચૂક્યા છે. જાણવા મળી રહ્યું છે કે ઇઝરાયેલ પોતાની સેનાને જમીન મારફતે મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં