Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણસુરત: AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી પરિણીતા સાથે હોટલ રૂમમાંથી ઝડપાયા હોવાનો દાવો,...

    સુરત: AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી પરિણીતા સાથે હોટલ રૂમમાંથી ઝડપાયા હોવાનો દાવો, મહિલાનો પતિ આવી જતા વિસાવદરના MLA મોઢે રૂમાલ બાંધી ભાગ્યા હોવાના અહેવાલ

    AAP ધારાસભ્યએ મીડિયાને જણાવ્યું હતું કે, "હું અત્યારે મારા ઘરે છું, પ્લીઝ, હું અત્યારે તમને કોઈપણ પ્રકારની કોમેન્ટ કે પ્રતિક્રિયા નહિ આપી શકું, હું મારી લીગલ ટીમને મળીને પછી પ્રતિક્રિયા આપીશ."

    - Advertisement -

    AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી પરિણીતા સાથે હોટલ રૂમમાંથી ઝડપાયા હોવાનો દાવો કરતા કેટલાક અહેવાલોએ ખળભળાટ મચાવી દીધો છે. અહેવાલોમાં દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી એક પરણિત યુવતીને લઈ સુરત ખાતેના કડોદરા વિસ્તારમાં આવેલી સૂરજ નામની હોટલમાં રોકાયા હતા. આ સિવાય એક સીસીટીવી વિડીયોમાં હોટલ રિસેપ્શન પર યુવતી સાથે ઉભા રહી રજીસ્ટ્રેશન કરતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

    આ મામલે દિવ્ય ભાસ્કરે આપેલા અહેવાલ મુજબ પણ AAPના ધારાસભ્ય સુરત શહેરની નજીક કડોદરાની એક હોટલમાં યુવતી સાથે આવે છે અને તેની સાથે રૂમમાં જતાં જોવા મળી રહ્યા છે. અહેવાલમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે વાઈરલ સીસીટીવી વિડીયોમાં જે વ્યક્તિ રજીસ્ટ્રેશન કરી રહ્યો છે તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી જ છે. દાવો કરવામાં આવ્યો છે કે આ પરણિત યુવતી સાથે AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનો ખુબ જ નજીકનો સંબંધ હોવાથી તેઓ અહીં હોટલમાં રૂમમાં સમય પસાર કરી રહ્યા હતા.

    યુવતીનો પતિ આવી જતા વિસાવદરના MLA મોઢે રૂમાલ બાંધી ભાગ્યા

    વિસાવદરના AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી પરિણીતા સાથે હોટલ રૂમમાંથી ઝડપાયા હોવાનો દાવો કરતા આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મહિલાના પતિને આ વિશે ખબર પડી જતા તે પણ હોટલ પર આવી ચઢ્યો હતો. યુવતીના પતિને આમ અચાનક આવેલો જોઈ વિસાવદરના MLA મોઢે રૂમાલ બાંધી રફુચક્કર થઈ ગયા હતા.

    - Advertisement -

    અન્ય એક અહેવાલમાં કરાયેલા દાવા મુજબ કડોદરા વિસ્તારમાં આવેલી સૂરજ નામની આ હોટલમાં ભૂપત ભાયાણીએ 800 રૂપિયાના ભાડે રૂમ રાખ્યો હતો. આટલું જ નહીં, રીપોર્ટના દાવા મુજબ વિસાવદરના AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી પરિણીતા સાથે હોટલ રૂમમાં લગભગ 50 મિનીટ સુધી એકાંતમાં રહ્યા હતા. જોકે યુવતીના પતિએ મોબાઈલ વિડીયો શરૂ કરીને હોટલ પર પહોંચી જતા ભાયાણીને મોઢે રૂમાલ બાંધી ભાગવું પડ્યું હતું.

    દાવાઓ કરતા અહેવાલ મુજબ યુવતીનો પતિ પોતાનો ઘરસંસાર બચાવવા માંગતો હોવાના કારણે તેણે પોલીસ ફરિયાદ નથી કરાવી. તેણે પોતાના ફોનમાં ઉતારેલા વિડીયો પણ હજુ ક્યાંય જાહેર ન કર્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. રીપોર્ટ મુજબ યુવતીના પતિનું કહેવું છે કે જો પોલીસ તપાસ કરવામાં આવે તો ભુપત ભાયાણી ને અન્ય સ્ત્રીઓ સાથે પણ આડા સંબંધો હોવાનું બહાર આવે એમ છે.

    આ મામલે દિવ્ય ભાસ્કરનાં પત્રકાર દેવેન ચિત્તેએ અંગે AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમણે જણાવ્યું હતું કે, “હું અત્યારે મારા ઘરે છું, પ્લીઝ, હું અત્યારે તમને કોઈપણ પ્રકારની કોમેન્ટ કે પ્રતિક્રિયા નહિ આપી શકું, હું મારી લીગલ ટીમને મળીને પછી પ્રતિક્રિયા આપીશ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં