Wednesday, December 4, 2024
More
    હોમપેજદેશ‘મજહબી કટ્ટરપંથ અને જેહાદ છે વૈશ્વિક સંકટ’: બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી હિંસા પર...

    ‘મજહબી કટ્ટરપંથ અને જેહાદ છે વૈશ્વિક સંકટ’: બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી હિંસા પર VHPના આલોક કુમારની આકરી પ્રતિક્રિયા, કડક પગલાં લેવા વૈશ્વિક સંગઠનોને કર્યો અનુરોધ

    તેમણે કહ્યું હતું કે, “આ પડકાર માત્ર ભારતનો નથી, પરંતુ સમગ્ર વિશ્વના નાગરિકો માટે છે જે ધાર્મિક સ્વતંત્રતા તથા કાયદો અને વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવે છે. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માટે પણ એક પડકાર છે જેનો જવાબ આપવો જ જોઇએ."

    - Advertisement -

    વિશ્વ હિંદુ પરિષદના (Vishva Hindu Parishad) આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલે (International President Alok Kumar) બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંદુ વિરોધી અત્યાચાર પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે બાંગ્લાદેશમાં સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. VHP અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે બાંગ્લાદેશમાં (Bangladesh)  હિંદુ સમુદાય પર અત્યાચારો (Anti Hindu Violence) થઈ રહ્યા છે. જેની પાછળ બાંગ્લાદેશ પોલીસ, સેના અને આતંકવાદી દળોનું ષડયંત્ર હોવાનો દાવો તેમણે કર્યો હતો.

    VHP આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે 27 નવેમ્બરે મીડિયા સાથે વાતચીત કરી હતી. દરમિયાન તેમણે બાંગ્લાદેશમાં થયેલ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અંગે વાત કરતાં કહ્યું હતું કે, “જે મુદ્દાઓ ષડ્યંત્ર રચ્યા હોવાના આધારે ઉઠાવવામાં આવ્યા હતા તે જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી હિંદુ મંદિરોને નષ્ટ કરવામાં આવી રહ્યા છે અને અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. એવું પણ સામે આવ્યું છે કે બાંગ્લાદેશ પોલીસ, આર્મી અને જેહાદી આ બદમાશોની મદદ કરી રહ્યા છે.”

    ‘આ માત્ર ભારતનો નહીં વિશ્વનો પડકાર…’

    વધુમાં તેમણે કહ્યું હતું કે, “આ પડકાર માત્ર ભારતનો નથી, પરંતુ સમગ્ર વિશ્વના નાગરિકો માટે છે જે ધાર્મિક સ્વતંત્રતા તથા કાયદો અને વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવે છે. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માટે પણ એક પડકાર છે જેનો જવાબ આપવો જ જોઇએ.”

    - Advertisement -

    આલોક કુમારે એમ પણ કહ્યું હતું કે “મજહબી કટ્ટરપંથ અને જેહાદ એક એવા સંકટનું સ્વરૂપ લઇ ચુક્યું છે જેની સામે સમગ્ર વિશ્વએ સાથે મળીને લડવું પડશે, માત્ર કાયદો અને વ્યવસ્થાના સ્તરે જ નહીં, પરંતુ આ માનસિકતા અને વિચારધારાના સ્તરે પણ યુદ્ધ બની ગયું છે. જો આની વિરુદ્ધ કડક પગલાં નહીં લેવામાં આવે તો ન માત્ર બંગ્લ્દેશ પરંતુ સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવી મુશ્કેલ બની જશે.”

    મંત્રી ગિરિરાજ સિંઘની પણ પ્રતિક્રિયા

    ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંઘે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “બાંગ્લાદેશ સરકાર કટ્ટરવાદીઓના દબાણમાં કામ કરી રહી છે. આ કટ્ટરપંથીઓ મંદિરોમાં તોડફોડ કરી રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લેવા બદલ હું ભારત સરકારનો આભાર માનું છું. સંયુક્ત રાષ્ટ્રે પણ આ મામલે વિચાર કરવો જોઈએ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં