Monday, April 29, 2024
More
    હોમપેજક્રાઈમઉત્તરાખંડમાં ગાય પર બળાત્કાર કરતો હાફિઝ ઝડપાયો, લોકોએ મુંડન કરાવીને પોલીસને સોંપ્યો:...

    ઉત્તરાખંડમાં ગાય પર બળાત્કાર કરતો હાફિઝ ઝડપાયો, લોકોએ મુંડન કરાવીને પોલીસને સોંપ્યો: હલ્દ્વાનીની ઘટના

    પોલીસને આપેલી ફરિયાદમાં મહેશે જણાવ્યું હતું કે તે તેની ગાયને ચરવા માટે ખેતરમાં છોડી ગયો હતો. બપોરે જ્યારે તે ગાયને જોવા ગયો ત્યારે તેણે બગીચાની અંદર એક વ્યક્તિને ગાય પર બળાત્કાર કરતા જોયો. મહેશને પોતાની તરફ આવતો જોઈ તેણે પેન્ટ ચડાવ્યું અને દોડવા લાગ્યો.

    - Advertisement -

    ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં એક મુસ્લિમ યુવક ગાય પર બળાત્કાર કરતો પકડાયો હતો. જેનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ તેના વાળ કપાવીને પોલીસને સોંપી દીધો હતો. આરોપીનું નામ હાફિઝ છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના રામપુરના સ્વારનો વતની છે. શરૂઆતમાં તે પોતાનું નામ નફીસ જણાવતો હતો. તેણે હાથમાં કલાવા પણ બાંધી હતી. ઘટના બુધવાર (14 જૂન 2023)ની છે.

    આ મામલો હલ્દ્વાનીના મુખાની પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંના રહેવાસી મહેશ ચંદ્રાએ બુધવારે (14 જૂન) આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહેશના કહેવા મુજબ તે તેની ગાયને ચરાવવા માટે ખેતરમાં છોડી ગયો હતો. બપોરે તેઓ ગાય જોવા ગયા હતા. આ દરમિયાન તેણે હલ્દ્વાનીમાં બગીચાની અંદર એક વ્યક્તિને ગાય પર બળાત્કાર કરતા જોયો. બળાત્કાર કરનાર વ્યક્તિએ ગાયને દોરડાથી બાંધી દીધી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે આરોપીએ મહેશને પોતાની તરફ આવતો જોયો તો તેણે તેનું પેન્ટ ચડાવ્યું અને ભાગવા લાગ્યો હતો.

    મહેશે દોડતા હાફિઝને પકડી લીધો હતો. આ દરમિયાન અન્ય ઘણા લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આરોપીની ઉંમર 25 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. હાલમાં તે બરેલી રોડ, હલ્દ્વાનીમાં રહેતો હતો. ફરિયાદની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. ગુસ્સે ભરાયેલા લોકોએ હાફિઝને માત્ર માર માર્યો એટલું જ નહીં, પરંતુ તેનું માથું પણ મુંડન કરાવ્યું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

    - Advertisement -

    પોલીસને મામલાની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આરોપી હાફિઝને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેની સામે આઈપીસી કલમ 377 હેઠળ કેસ દાખલ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. હિંદુ સંગઠનોએ તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

    છત્તીસગઢમાં હસન ખાને ગાય ઉપર બળાત્કાર કર્યો હતો

    આ પહેલીવાર નથી કે ગાય પર બળાત્કાર કરવાનો કોઈ કિસ્સો સામે આવ્યો હોય. આ પહેલા ગત મહિને છત્તીસગઢમાં હસન ખાને ગાય ઉપર બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાજ્યના દુર્ગ જિલ્લામાં ઘટેલી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ઘટનાનો આરોપી અન્ય રાજ્યમાંથી ફેરી મારવા માટે દુર્ગ ખાતે તેના સબંધીના ઘરે રહેવા આવતો હતો. તેવામાં તેણે 24 મેની રાત્રે ઘરની બહાર ઉભેલી ગાય પર બળાત્કાર કર્યો હતો.

    આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, જે વાયરલ થયા બાદ સ્થાનિક હિંદુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જે બાદ પોલસ હરકતમાં આવી હતી અને આરોપી હસનને ઝડપી પાડ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં