Tuesday, April 16, 2024
More
  હોમપેજક્રાઈમછત્તીસગઢ: હસન ખાને ગાય ઉપર બળાત્કાર કર્યો, વિડીયો વાયરલ થતા જ ભાગી...

  છત્તીસગઢ: હસન ખાને ગાય ઉપર બળાત્કાર કર્યો, વિડીયો વાયરલ થતા જ ભાગી છૂટ્યો; હિંદુ સંગઠનોએ ધરપકડની માંગ સાથે દેખાવો કરતા પોલીસે 24 કલાકમાં ઝડપી લીધો

  ABVP, બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનોએ ભેગા મળી ઘટનાનો વિરોધ કર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવો કરી લીધો અને આરોપીને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરવામાં આવી હતી.

  - Advertisement -

  છત્તીસગઢમાં એક હસન ખાને ગાય ઉપર બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાજ્યના દુર્ગ જિલ્લામાં ઘટેલી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ઘટનાનો આરોપી અન્ય રાજ્યમાંથી ફેરી મારવા માટે દુર્ગ ખાતે તેના સબંધીના ઘરે રહેવા આવતો હતો. તેવામાં તેણે 24 મેની રાત્રે ઘરની બહાર ઉભેલી ગાય પર બળાત્કાર કર્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, જે વાયરલ થયા બાદ સ્થાનિક હિંદુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જે બાદ પોલસ હરકતમાં આવી હતી અને આરોપી હસનને ઝડપી પાડ્યો હતો.

  મળતી માહિતી અનુસાર છત્તીસગઢમાં હસન ખાને ગાય ઉપર બળાત્કાર કર્યો હોવાની આ ઘટના દુર્ગ જિલ્લાની હાઉસિંગ બોર્ડ કૉલોનીની છે. જ્યાં ફિરોઝ ખાન અને તેના પરિવારના કેટલાક લોકો ત્રણ મકાન લઈને છેલ્લા ત્રણ ચાર વર્ષોથી અહીં રહી રહ્યા છે. આરોપી હસન ખાન દિલ્હીથી તેમના ત્યાં જ રહેવા માટે આવ્યો હતો. હસન મૂળ કપડાની ફેરી કરીને ગુજરાન ચલાવતો હોવાનું રિપોર્ટ્સમાં જણાવ્યું છે. તેવામાં ગત 24 મેના રોજ મોડી રાત્રે રજળતી ગયો જોઇને હસનના વિકૃત મનમાં વાસનાનો કીડો સળવળ્યો હતો, અને ગાયો પૈકીની એક ગાયને પકડી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

  હસનની કરતુત CCTVમાં કેદ થઈ

  ઉલ્લેખનીય છે કે, હસને અબોલ પશુ પર આચરેલા અત્યાચારની આખી ઘટના નજીકમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના બીજા દિવસે જયારે સ્થાનિક વ્યક્તિ કેમેરાનું રેકોર્ડીંગ તપાસી રહ્યો હતો તે સમયે તેની નજર હસનની કરતુત પર પડી હતી. જે બાદ ગાય પર બળાત્કાર થયો હોવાની વાત વાયુ વેગે પ્રસરી ગઈ હતી.

  - Advertisement -

  સ્થાનિક હિંદુઓમાં હસનની આ કરતુતને લઈને આક્રોશ ફાટી નીકળ્યો હતો. લોકો આ CCTV ફૂટેજ લઈને સ્થાનિક ભાજપના નેતાઓ પાસે ગયા હતા. જે બાદ મામલો વધુ બીચકયો હતો અને ABVP, બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનોએ ભેગા મળી ઘટનાનો વિરોધ કર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવો કરી લીધો અને આરોપીને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરવામાં આવી હતી. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ હસનનો વિડીયો વાયરલ થવા લાગ્યો હતો.

  પોલીસે હસનને 24 કલાકમાં ઝડપ્યો

  વિડીયો વાયરલ થયા બાદ થયેલા પોલીસ સ્ટેશનના ઘેરાવ બાદ પોલીસ પ્રસાશન પણ હરકતમાં આવ્યું હતું અને લગભગ 24 કલાકની અંદર જ આરોપી હસનને ઝડપી તેને જેલ ભેગો કરવામાં આવ્યો હતો. વધતા તણાવને જોઇને એડીશનલ ફોર્સ મંગાવી આખા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો. જેના માટે છાવની અને સુપેલા પોલીસ સ્ટેશનથી વધારાના સુરક્ષાકર્મીઓને પણ તૈનાત કેવા આવ્યા હતા.

  ઘટનાની ગંભીરતાને લઇને IPS પ્રભાત કુમાર અને CSP છાવની આશિષ બમ્છોર પોતે ઓપરેશનની કમાન સાંભળી અને આરોપી હસનને ઝડપી પાડ્યો હતો. જોકે ગાય કે અબોલ પશુ પર બળાત્કારની અનેક ઘટનાઓ આ પહેલા પણ સામે આવી ચુકી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં