Saturday, April 13, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'બૌદ્ધ' બનેલા ઇમરાન ખાને પ્રયાગરાજમાં મહિલા પોલીસકર્મીને જ બનાવી લવ જેહાદની શિકાર:...

  ‘બૌદ્ધ’ બનેલા ઇમરાન ખાને પ્રયાગરાજમાં મહિલા પોલીસકર્મીને જ બનાવી લવ જેહાદની શિકાર: IPL રમી ચૂકેલા દિયર મોહસિન ખાને પણ આચર્યું હતું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

  પીડિતા મૂળ વારાણસીની રહેવાસી છે. પોતાની વ્યથા જણાવતાં તે રડી પડી હતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મદદ માટે વિનંતી કરી હતી.

  - Advertisement -

  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી લવ જેહાદનો શિકાર બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શિવકુટી પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતી આ કોન્સ્ટેબલે આરોપ લગાવ્યો છે કે ઈમરાન ખાન નામના ઈસમે બૌદ્ધ ધર્મ અપનાવી તેને અંધારામાં રાખી તેની સાથે લગ્ન કરી લીધા હતા પણ લગ્ન બાદ ઈમરાન અને તેનો પરિવાર યુવતીને ધર્માંતરણ માટે દબાણ કરી રહ્યો હતો.

  પીડિતાના આરોપો મુજબ તેના સસરા મુલતાન અને દિયર મોહસિન ખાન દ્વારા પણ તેનું અપ્રાકૃતિક યૌન શોષણ કરવામાં આવ્યું હતું. મોહસિન ખાન એક ક્રિકેટર છે અને તે લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમી ચૂક્યો છે. જ્યારે આરોપી ઈમરાન મહિલા સાથે જ પોલીસ વિભાગમાં નોકરી કરે છે.

  પીડિતા મૂળ વારાણસીની રહેવાસી છે. પોતાની વ્યથા જણાવતાં તે રડી પડી હતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મદદ માટે વિનંતી કરી હતી. પીડિતાએ મીડિયાને જણાવ્યું હતું કે, ઇમરાન ખાન લગ્ન પછીથી જ તેના પર ઇસ્લામ અંગીકાર કરવા માટે દબાણ કરી રહ્યો હતો. યુવતીએ કહ્યું, “તેણે મારું નામ પણ બદલીને ઝાયરા બાનુ રાખી દીધું હતું અને કહ્યું હતું કે જ્યાં સુધી તું નિકાહ નહીં કરે ત્યાં સુધી આપણાં લગ્ન માન્ય ગણાશે નહીં. તેની પહેલી પત્ની તેની સાથે રહે છે અને તેણે મને સોગંદનામું મોકલ્યું હતું કે હું તેની સાથે છૂટાછેડા લઈ ચૂક્યો છું. મેં આ કેસ સંબંધિત તમામ પુરાવા પોલીસને આપી દીધા છે. આ પછી પણ પોલીસ સ્ટેશનમાં કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી. મારી પાસે કોઈ રસ્તો બચ્યો નથી. હું રેલવે ટ્રેક પર આત્મહત્યા કરવા જઇ રહી હતી, પરંતુ મારી મિત્રએ મને બચાવી લીધી.”

  - Advertisement -

  મીડિયા રિપોર્ટ મુજબ પીડિતાની ફરિયાદ પર 23 ફેબ્રુઆરી 2023ના રોજ આરોપી ઈમરાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે પીડિતાએ આરોપ લગાવ્યો છે કે આ કેસમાં તે લોકોની આરોપી સાથે મિલીભગતમાં છે, જેના કારણે ઈમરાન ખાન પર SC/સિટીની કલમો લગાવવામાં આવી નથી. એટલું જ નહીં આરોપીના ભાઈ અને પિતાના નામ પણ તેમના દ્વારા હટાવી દેવામાં આવ્યા છે તેવો પણ આરોપ લગાવ્યો હતો.

  પીડિતાના જણાવ્યા અનુસાર 2016માં તે ટ્રેનિંગ માટે મુરાદાબાદ ગઇ હતી, જ્યાં તેની મુલાકાત પોલીસ લાઇનમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલ ઇમરાન ખાન સાથે થઇ હતી. ધીમે-ધીમે બંને વચ્ચે નિકટતા વધતી ગઈ. આ પછી વર્ષ 2018માં ઈમરાન ખાને બૌદ્ધ ધર્મ અપનાવીને વારાણસીમાં પીડિતા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ ઇમરાને તેના પર ધર્મ બદલવા માટે દબાણ કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે યુવતીને કહ્યું કે જો તે તેની સાથે રહેવા માંગતી હોય તો તેણે મુસ્લિમ બનવું પડશે.

  મહિલા પોલીસકર્મીએ આગળ કહ્યું કે, “તેણે મને ફસાવવા માટે જ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ લવ જેહાદના ષડયંત્રમાં તેનો આખો પરિવાર સામેલ છે. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ પણ તે દરેક મસ્જિદમાં નમાજ અદા કરવા જાય છે. તે મને અજમેર અને બારાબંકીની મસ્જિદોમાં પણ લઈ ગયો હતો. 2019માં હું ઇમરાનના ઘરે એક ફંક્શનમાં હાજરી આપવા ગઇ હતી જ્યાં તેના ભાઇ મોહસિને રાત્રે મારી સાથે રેપ કર્યો હતો.” પીડિતાને ત્રણ વર્ષનું બાળક પણ છે. ઇમરાને બાળકની સુન્નત કરાવવાની કોશિશ કરી હતી, પરંતુ જ્યારે તેને આ વાતની જાણ થઇ ત્યારે તેણે તેનો વિરોધ કર્યો. મહિલાએ ઇમરાન ખાન અને તેના પરિવારના સભ્યો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

  આ મામલે એસીપી શિવકુટી રાજેશ યાદવે જણાવ્યું હતું કે, આ મામલો પતિ-પત્ની વચ્ચે પરસ્પરના ઝઘડાનો છે. ઇમરાન ખાન પહેલાથી જ પરણિત છે. તેણે પોતાની પહેલી પત્ની સાથે ઈસ્લામ મુજબ નિકાહ કર્યા હતા, જેના કારણે આ કેસમાં ઘણી ટેક્નિકલ ખામીઓ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ડીસીપી દીપક ભુકરે આ મામલે સંજ્ઞાન લીધું છે. તેમણે મહિલાને પોતાનો પક્ષ રજૂ કરવા સૂચના આપી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ કેસના તપાસકર્તાઓ હવે પીડિતાએ આપેલા પુરાવાઓને તેમની તપાસમાં સામેલ કરશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં