હોમપેજદેશRSSની સંસ્થાનો મહામંત્રી હોવાનો દાવો કરતો હતો છાંગુર પીર, ઇદુલ ઇસ્લામ સંઘના...

RSSની સંસ્થાનો મહામંત્રી હોવાનો દાવો કરતો હતો છાંગુર પીર, ઇદુલ ઇસ્લામ સંઘના નામે અધિકારીઓ પર જમાવતો હતો રોફ, લેટરપેડ પર રાખતો પીએમ મોદીનો ફોટો પણ: તપાસમાં અનેક ઘટસ્ફોટ

તપાસમાં જાણવા મળ્યું કે, ઈદુલ ઇસ્લામે છાંગુરને અવધ પ્રાંતના મહાસચિવ તરીકે સત્તાવાર રીતે નિયુક્ત કર્યો હતો. અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ બંને સાથેની તેમની બેઠકો અને વાતચીતમાં તેઓ પોતાને RSSના વરિષ્ઠ નેતાઓની નજીકના ગણાવતા હતા.

- Advertisement -

તાજેતરમાં જ ઉત્તર પ્રદેશથી સામે આવેલ ધર્માંતરણ કેસમાં જમાલુદ્દીન શાહ ઉર્ફે છાંગુર પીરને ધર્માંતરણના રેકેટના મુખ્ય આરોપી તરીકે ઓળખવામાં આવ્યો છે. આ વ્યક્તિ પોતાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલી એક સંસ્થાના મહામંત્રી તરીકે રજૂ કરતો હતો. તે અધિકારીઓને ધમકાવવા અને પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે પોતે RSSના અધિકારી તરીકે પોતાને દર્શાવતો હતો.

છાંગુર પર આરોપ છે કે, તેણે લોકોને ધર્માંતરણ માટે લલચાવવા અને દબાણ કરવાનું કામ કર્યું હતું. આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર જમાલુદ્દીન ઉર્ફે છાંગુર પીર પોતાને ભારત પ્રતિકાર્થ સેવા સંઘ નામના સંગઠનનો અવધ પ્રાંત મહાસચિવ ગણાવતો હતો. RSSની સંસ્થા સાથેના તેના ખોટા સંબંધોનો ઉપયોગ કરીને સરકારી અધિકારીઓને ડરાવતો હતો. આ રેકેટનો મુખ્ય ઉદ્દેશ લોકોને ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવવાનો હતો, જેમાં આર્થિક લાભ અને ધમકીઓનો ઉપયોગ થતો હતો.

અધિકારીઓ પર દબાણ અને ધમકીઓ

નોંધનીય છે કે, આ સંગઠન નાગપુરથી ઈદુલ ઇસ્લામ નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું, જેની વિરુદ્ધ નામજોગ FIR નોંધાઈ ચૂકી છે. ઈદુલ ઇસ્લામે તેની સંસ્થાના નકલી લેટર પેડ પર PM મોદીનો ફોટો પણ લગાવી રાખ્યો હતો. આ સંસ્થાનું મુખ્યાલય નાગપુર ગણાવીને તેને RSS સાથે જોડીને ભ્રામક દાવા કરવામાં આવતા હતા.

- Advertisement -

તપાસમાં જાણવા મળ્યું કે, ઈદુલ ઇસ્લામે છાંગુરને અવધ પ્રાંતના મહાસચિવ તરીકે સત્તાવાર રીતે નિયુક્ત કર્યો હતો. અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ બંને સાથેની તેમની બેઠકો અને વાતચીતમાં તેઓ પોતાને RSSના વરિષ્ઠ નેતાઓની નજીકના ગણાવતા હતા. તેનાથી તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને છુપાવવામાં સરળતા રહેતી હતી.

STF તપાસમાં એ પણ ઘટસ્ફોટ થયો છે કે ઇદુલ ઇસ્લામે સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને ગામડાની સોસાયટી અને તળાવની જમીનો છેતરપિંડીથી ખરીદવામાં પણ મદદ કરી હતી. નોંધનીય છે કે, આ પહેલાં સામે આવ્યું હતું કે, આરોપીએ હિંદુ મહિલાઓ અને યુવતીઓને ફસાવવા માટે 1000 જેટલા મુસ્લિમ યુવકોને ફંડિંગ આપ્યું હતું

આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે છાંગુર પીર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. તેની સામે ધર્માંતરણ, ધમકી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ રેકેટના અન્ય સભ્યો અને તેના નેટવર્કની પણ તપાસ કરી રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં