Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભગવા ઝંડા ફાડ્યા, દેવી-દેવતાઓ વિશે ટિપ્પણી કરી હિંદુઓને હાંકી કાઢવાની ધમકી આપી:...

    ભગવા ઝંડા ફાડ્યા, દેવી-દેવતાઓ વિશે ટિપ્પણી કરી હિંદુઓને હાંકી કાઢવાની ધમકી આપી: પ્રયાગરાજમાં ફૈઝ, શમીમ, વસીમ સહિત છની ધરપકડ, 150 સામે ગુનો દાખલ

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રામલીલાના આયોજન પહેલાં મુસ્લિમ યુવકોએ પહોંચીને ભગવા ઝંડા ફાડી આયોજકોને ગાળો ભાંડી હતી, પોલીસે છની ધરપકડ કરી 150 સામે ગુનો દાખલ કર્યો.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલતી રામલીલા મેદાન પર જઈને ભગવા ઝંડા ફાડી, હિંદુ દેવી-દેવતાઓ અને વડાપ્રધાન અને મુખ્યમંત્રી વિશે આપત્તીજનક ટિપ્પણી કરી વિસ્તારમાંથી હિંદુઓને ભગાડી મૂકવાની ધમકી આપનાર મુસ્લિમ યુવકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે, સાથે છ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. 

    પોલીસે મોહમ્મદ ફૈઝ, ગુડ્ડુ, વસીમ, શાહરુખ, અરાફાત ખાન, આસિફ અલી, અજગર અલી અને મોનિશ સામે નામજોગ અને બાકીના 150 લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો. આરોપ છે કે ફૈઝ નામનો શખ્સ કેટલાક સાથીઓને લઈને પ્રયાગરાજમાં આવેલ રામલીલા મેદાને પહોંચ્યો હતો અને ત્યાં લાગેલા ભગવા ઝંડા હટાવીને ફાડી નાંખ્યા હતા. કાર્યક્રમના આયોજકોએ જ્યારે કારણ પૂછ્યું તો તેમની સાથે પણ ગાળાગાળી કરી હતી. 

    રિપોર્ટ અનુસાર, આરોપીઓએ હિંદુ દેવી-દેવતાઓ, પીએમ મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશે વાંધાજનક ટિપ્પણી કરીને મિયાંપુર બાજરાના સમગ્ર વિસ્તારમાંથી હિંદુઓને હાંકી કાઢવાની પણ ધમકી આપી હતી.

    - Advertisement -

    જાણવા મળ્યા અનુસાર, પ્રયાગરાજના સરાયમરેજ ગામમાં છેલ્લાં 54 વર્ષોથી શ્રી હનુમત રામલીલા સમિતિ દ્વારા રામલીલાનું આયોજન કરવામાં આવે છે. જે માટે બુધવારે (12 ઓક્ટોબર 2022) સાંજે રામલીલા મેદાનના ગેટ પર ઝંડા લગાવવામાં આવી રહ્યા હતા, ત્યારે જ આરોપીઓ પહોંચી ગયા હતા અને વિવાદ શરૂ કરી દીધો હતો. 

    જ્યારે સમિતિ અને ત્યાં હાજર હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો તો તેમણે ગાળાગાળી કરીને રામલીલા બંધ કરાવી દેવાની ધમકી આપી હતી તેમજ ત્યારબાદ ત્યાં વધુ ઈસમો પહોંચ્યા હતા અને તેમણે આખા વિસ્તારને હિંદુવિહીન કરવાની ધમકી પણ આપી હતી. આ મામલાની જાણકારી મળતાં પોલીસની એક ટીમ સ્થળે પહોંચતાં આરોપીઓ ભાગી છૂટ્યા હતા. 

    ઘટના બાદ રામલીલા સમિતિના વિજય કુમાર શાહુ અને બજરંગ દળ સંયોજક બ્રજેશ યાદવ સહિતના અન્ય લોકોએ પોલીસને લેખિત ફરિયાદ આપી હતી, જેના આધારે ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના આરોપ સહિત અન્ય ધારાઓ હેઠળ 6 સામે નામજોગ અને બાકીના 150ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. 

    પોલીસ અનુસાર, હાલ છ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્યોની શોધખોળ ચાલી રહી છે. હાલ ગામમાં સાવચેતીના ભાગરૂપે પોલીસબળ તહેનાત કરવામાં આવ્યું હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં