Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટટ્વિટર પર સોફ્ટ પોર્ન અકાઉન્ટને ફૉલો કરતા જોવા મળ્યા 'ધ પ્રિન્ટ'ના સંસ્થાપક...

    ટ્વિટર પર સોફ્ટ પોર્ન અકાઉન્ટને ફૉલો કરતા જોવા મળ્યા ‘ધ પ્રિન્ટ’ના સંસ્થાપક શેખર ગુપ્તા, સોશિયલ મીડિયા પર થઇ રહી છે ચર્ચા

    આ પહેલા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પોર્ન સ્ટારને ફોલોવ કરવા બાબતે ટ્રોલ થઇ ચૂક્યા છે.

    - Advertisement -

    હંમેશા પોતાના એકતરફી વિચારોના કારણે ચર્ચામાં રહેતા ધ પ્રિન્ટના સંસ્થાપક શેખર ગુપ્તા ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ આ વખતે ચર્ચાનો મુદ્દો કોઈ સમાચાર કે તેમનો બ્લોગ નહીં પણ તેમનું ટ્વીટરનું ફોલોવિંગ લીસ્ટ છે. તેઓ સેમી ન્યુડ કન્ટેન્ટ પીરસતા ટ્વીટર અકાઉન્ટને ફૉલો કરી રહ્યા છે. જેના કારણે હાલમાં ટ્વીટર પર ચર્ચાનો મુદ્દો બન્યા છે.

    શેખર ગુપ્તા પોતાના ટ્વીટર હેન્ડલર પરથી કોઈ ‘Nita Bhabhi’ નામના એકાઉન્ટને ફોલો કરે છે. જેનો સ્ક્રીનશોર્ટ સોશિયલ મીડયામાં વાયરલ થઇ રહ્યો છે. આ હેન્ડલર કોઈ સામાન્ય નથી, કારણ કે તેણે પોતાના ટ્વિટર બાયોમાં લખ્યું છે કે ‘હું સેમી ન્યુડ કોન્ટેન્ટ આપું છું.’

    આ સિવાય આ અકાઉન્ટ પર છોકરીઓની તસવીરો જોવા મળે છે, જે બિકીની પહેરીને બેઠી હોય તો ક્યાંક બિકીનીમાં સૂઈ રહી હોય. આટલું જ નહીં, આ અકાઉન્ટ દ્વારા અન્ય જે કાઉન્ટને ફૉલો કરવામાં આવે છે તેમાં પણ સોફ્ટ પોર્ન કન્ટેન્ટ ટ્વીટ કરવામાં આવ્યું છે. 

    - Advertisement -

    શેખર ગુપ્તાના લિસ્ટમાં છુપાયેલા આ નામનો ખુલાસો ટ્વિટર હેન્ડલ @Befittingfact દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ જયારે ઑપઇન્ડિયાએ આ બાબતે ક્રોસ-ચેકિંગ કર્યું તો જાણવા મળ્યું કે ધ પ્રિન્ટના વરિષ્ઠ પત્રકાર શેખર ગુપ્તા ખરેખર આ અકાઉન્ટના ફોલોઅર છે.

    આ ઘટનાને લઈને લોકો ટ્વિટર પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, કોઈ કહી રહ્યા છે કે આ ઉંમરે ન્યુડ જોવાનો શું શોખ ઉપડ્યો? જયારે કેટલાક લોકો આને સામાન્ય બાબત બતાવી રહ્યા છે.

    એક વ્યક્તિએ ટીપ્પણી કરી હતી કે “કોણ કહે છે વૃદ્ધો પ્રેમ નથી કરતા! એ લોકો પ્રેમ તો કરે છે, પરંતુ કોઈ શંકા નથી કરતું.”

    આ સિવાય પણ ઘણા લોકોએ પ્રતિક્રિયાઓ આપી છે. સોશિયલ મીડિયામાં ચર્ચા થયા બાદ, આ બાબતે શેખર ગુપ્તા તરફથી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી. તેમજ ધ પ્રિન્ટ દ્વારા પણ આ બાબતે કોઈ જ જવાબ આપવામાં આવ્યો નથી. અગાઉ આવી જ ઘટના દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે થઇ હતી. તે પણ કોઈ પોર્ન સ્ટારને ફોલો કરી રહ્યા હતા અને લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા.   

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં