પાછલા 2 દિવસોમાં દેશમાં એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. સંસદના બંને ગૃહોમાં વક્ફ સુધારા બિલ (Waqf Amendment Bill) પસાર થઈ ચૂક્યું છે. દેશના વિવિધ સમુદાય અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયના લોકો પણ આ બિલ લાગુ થવાને લઈને ઉત્સવ મનાવી રહ્યા છે. આ દરમિયાન હંમેશાથી વિવાદિત રહેલા સંભલમાં (Sambhal) એક ઘટના સામે આવી છે. જે અનુસાર વક્ફ બિલનું સમર્થન કરનારા એક મુસ્લિમ વૃદ્ધ પર હુમલો (Attack on Muslim Elder Man) કરવામાં આવ્યો હતો.
આજતકના અહેવાલ અનુસાર ભાજપના સમર્થક અને ઉત્તર પ્રદેશ લઘુમતી આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અશફાક સૈફીના સાળા ઝાહિદ સૈફી 3 એપ્રિલની સાંજે લગભગ 4 વાગ્યા આસપાસ અબુ બકર મસ્જિદમાં નમાજ અદા કર્યા બાદ બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમના પર આ હુમલો કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર મસ્જિદની બહાર ઉભેલા એક ટોળાએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમના પર હુમલો કરી દીધો હતો.
વક્ફ બિલનું સમર્થન કર્યું એટલે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો
તેમણે આજ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટોળાએ તેમણે સોશિયલ મીડિયા પર વક્ફ બિલના સમર્થનમાં પોસ્ટ કરી હતી તે બદલ વાંધો ઉઠાવ્યો હતો. જોકે વૃદ્ધે બિલનું સમર્થન કર્યું ત્યારે ટોળાએ લાકડી-ડંડાઓ વડે તેમના પર હુમલો કરી દીધો હતો. આરોપ છે કે આ પછી, સ્થળ પર ઉભા રહેલા રિઝવાન, નૌશાદ અને શોએબ સહિત એક ડઝન લોકોએ ઝાહિદ સૈફી પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારથી પણ હુમલો કર્યો હોવાનો આરોપ છે.
A Muslim man is badly beaten by fellow community men after Namaz in Sambhal just for speaking in favour of #WaqfAmendmentBill .
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 4, 2025
Startegy is simple, anyone who speaks in support, mark them as ‘BJP Maulana’ or ‘Sarkari Musalman’ as a dog whistle.
The mob does the rest!! pic.twitter.com/DHDhQrsQq2
આ ઘટનામાં ઝાહિદ સૈફી ગંભીર રીતે ઘાયલ ઘાયલ થયા હતા. ઘટનાને અંજામ આપ્યા પછી, હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા. તેમના જણાવ્યા મુજબ, કેટલાક લોકો તેમને ઘાયલ હાલતમાં પોલીસ સ્ટેશન લઈ ગયા અને ઘટના વિશે પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વક્ફ બિલ પસાર થયાનો આનંદ
આ મામલે પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. તથા વૃદ્ધને મેડીકલ પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ઝાહિદ સૈફીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે “જ્યારે હું નમાજ પઢીને જઈ રહ્યો હતો ત્યારે મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને મને કહેવામાં આવ્યું કે હું હવે મુસ્લિમ નથી રહ્યો પણ હિંદુ બની ગયો છું.”
તેમણે વક્ફ બિલનું સમર્થન કરતા કહ્યું હતું કે, “પરંતુ અમને ખૂબ આનંદ છે કે વકફ બિલ પસાર થયું છે. જે લોકો માફિયા છે અને જે લોકો વકફ બોર્ડને લૂંટી રહ્યા છે તેમને આ બિલના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વકફ કાયદો લાગુ થયા પછી, ગરીબ મુસ્લિમ લોકોને તેમના અધિકારો મળશે.”
દેશભરમાં વક્ફ બિલને મુસ્લિમોનું સમર્થન
નોંધનીય છે કે દેશભરમાં ઘણા મુસ્લિમ સંગઠનો વક્ફ બિલનું સમર્થન કર્યું હતું. મુંબઈ, મધ્યપ્રદેશ સહિતના સ્થાનો પર મુસ્લિમ ભાઈ-બહેનોએ ઢોલ-નગરા સાથે રેલી પણ કાઢી હતી. દારા શિકોહ ફાઉન્ડેશનના લોકોએ પણ એકબીજાએ મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી. આ સિવાય હજ કમિટીના અધ્યક્ષ પણ બિલનું સમર્થન કરી ચૂક્યા છે.