Saturday, November 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરમઝાન દરમિયાન રાજકોટના રફીક આરબે પોતાના જ હિંદુ મિત્રની 16 વર્ષની સગીર...

    રમઝાન દરમિયાન રાજકોટના રફીક આરબે પોતાના જ હિંદુ મિત્રની 16 વર્ષની સગીર પુત્રી પર આચર્યું દુષ્કર્મ: POCSO હેઠળ ફરિયાદ બાદ હવસખોરની ધરપકડ

    સગીરા ઘરે આવ્યા બાદ તેને પેટમાં દુખાવો ઉપડતાં તેના માતા પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને જ્યાં સગીરાએ તેના માતા પિતાને તેની સાથે જે બન્યું તે જણાવ્યું હતું. સગીરાના માતા પિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    રાજકોટથી બળાત્કારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. અહીંયા એક હિંદુ વ્યક્તિની 16 વર્ષની દીકરીને તેના જ મિત્રએ પોતાની હવસનો શિકાર બનાવી છે. પોલીસે આ બાબતે POCSO હેઠળ ફરિયાદ નોંધીને મિત્રની સગીર દીકરીનો બળાત્કાર કરનાર આરોપી રફીક આરબની ધરપકડ કરી છે.

    અહેવાલો મુજબ સમગ્ર મામલે ધોરણ નવમાં અભ્યાસ કરતી પીડિતા દ્વારા પોતાના પાડોશમાં રહેતા અને પોતાના પિતાના મિત્ર રફીક આરબ (ઉવ.38) વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસીની કલમ 376 તેમજ POCSO સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. ત્યારે પોલીસે હિંદુ સગીરા પર બળાત્કાર ગુજારનારા બિન-હિંદુ વ્યક્તિની ધરપકડ કરી છે.

    શું હતી આખી ઘટના?

    રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ ભાર્ગવ ઝનકાંતે સમગ્ર બનાવ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે આરોપી પીડિત સગીરાના પિતાનો મિત્ર છે એક બીજાના ઘરે આવવાના સંબંધ છે. સોમવારના રોજ આરોપીની પત્ની તેમજ દીકરી પોતાના વતનમાં ગયા હતા. જેના કારણે આરોપી રફીક આરબ એકલો હતો.

    - Advertisement -

    બનાવના આગલા દિવસે પોતાનું એકટીવાની ચાવી તેમજ મોબાઇલ ફોન ભોગ બનનારના ઘરે ભૂલી ગયો હતો. ત્યારે આરોપીએ ભોગ બનનાર સાથે ફોનમાં વાત કરીને એકટીવાની ચાવી તેમજ મોબાઇલ ઘરે આપી જવા જણાવ્યું હતું. રફીક આરબ નામના આરોપીએ સગીરાના ઘરે ફોન કર્યો જે સગીરાએ ઉપાડયો. સગીરાએ ફોન ઉપાડતાં આરોપીએ કહ્યું કે “હું મારી ટુ વ્હીલરની ચાવી ભૂલી ગયો છે તે આપી જા ને.”

    ત્યારબાદ સગીરા આરોપી રફીક આરબના ઘરે ચાવી આપવા ગઈ હતી. આરોપીના ઘરે કોઈ ન હોવાથી તેની દાનત બગડી અને દરવાજો બંધ કરી સગીરાના મોઢે ડુમો દઈને મિત્રની સગીર દીકરીનો બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ ધમકી આપી હતી કે, “જો તું કોઈને આ વાત કહીશ તો હું તારે બોયફ્રેન્ડ છે તે વાત બધાને કહી દઈશ.”

    સગીરા ઘરે આવ્યા બાદ તેને પેટમાં દુખાવો ઉપડતાં તેના માતા પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને જ્યાં સગીરાએ તેના માતા પિતાને તેની સાથે જે બન્યું તે જણાવ્યું હતું. સગીરાના માતા પિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરતા તેની ઓફીસે પહોંચી આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. પહેલા તો આરોપી આ સમગ્ર ઘટનાથી અજાણ છે અને પોતે કંઈ જ કર્યું નથી તેવું બતાવવાનો પ્રયાસ કરતો હતો, પણ જયારે પોલીસે આરોપીની ઉલટ તપાસ કરતા આખરે આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં