Saturday, November 9, 2024
More
    હોમપેજરાજકારણરાજ્યસભામાં સભાપતિ ધનખડે કોંગ્રેસને અવળે હાથે લીધું: કહ્યું- 'હું લોહીના ઘૂંટડા પીઉં...

    રાજ્યસભામાં સભાપતિ ધનખડે કોંગ્રેસને અવળે હાથે લીધું: કહ્યું- ‘હું લોહીના ઘૂંટડા પીઉં છું, આ પદનું આટલું અપમાન ક્યારેય નથી થયું’

    ખડગે ફરી ઉભા થઈ ગયા અને ચર્ચાને જાતિવાદ તરફ લઈ જતા કહેવા લાગ્યા કે, "આપના મગજમાં આજે પણ વર્ણ પ્રથા દર્શાઈ રહી છે, એટલે જ તમે મને જયરામ રમેશને પ્રતિભાશાળી અને મને મંદબુદ્ધિ કહી રહ્યા છો. મને તમે કે રમેશ ન બનાવી શકે, મને બનાવનાર (સોનિયા ગાંધી તરફ ઈશારો કરીને) અહીં બેઠા છે. મને જનતાએ બનાવ્યો છે."

    - Advertisement -

    સંસદ સત્ર દરમિયાન રાજ્યસભામાં ફરી એક વાર રકજક જોવા મળી. ફરી એક વાર રાજ્યસભા સભાપતિ જગદીપ ધનખડ વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે પર વરસી પડ્યા. તેમણે કહ્યું કે, “મારામાં ઘણી સહન શક્તિ છે, હું લોહીના ઘૂંટડા પી શકું છું. તેમણે ખડગેને એમ પણ કહ્યું કે, મેં ઘણું સહન કર્યું છે અને તમે ફટ ઉભા થઈને બોલી નાખો છો.” રાજ્યસભામાં સભાપતિએ વિપક્ષને તેમ પણ કહ્યું કે અનેક વાર તેમની પ્રતિષ્ઠા પર આવી પડ્યું છે અને તેમણે વિપક્ષની પ્રતિષ્ઠા બચાવવાના અનેક પ્રયાસ કર્યા છે.

    વાસ્તવમાં રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી હતી. ચર્ચામાં કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારી બોલી રહ્યા હતા. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે ઉભા થઈને બોલવા જતા કોંગ્રેસ નેતા જયરામ રમેશે તેમને પાછળથી કશું કહ્યું. તેના પર સભાપતિ ધનખડે કહ્યું કે, “જયારે પ્રથમ હરોળમાં આપના જેવા વ્યક્તિ બેઠા હોય જેમને 56 વર્ષનો અનુભવ હોય, તેવા વ્યક્તિને જયરામ રમેશ મદદ કરવાનો પ્રયત્ન કરે છે. તેવામાં જયરામ રમેશ ઉભા થઈ ગયા અને દલીલ આપવા ગયા.

    ખડગે આખી ચર્ચાને જાતિવાદ તરફ લઈ ગયા

    આ જોઈ સભાપતિએ જયરામ રમેશને કહ્યું કે, “જયરામ આપ ખૂબ પ્રતિભાશાળી છો, ખૂબ હિંમતવાળા છો. આપે ત્વરિતપણે વિપક્ષના નેતાનું પદ લઈ લેવું જોઈએ. કારણકે ખડગેજીનું કામ આપ કરી રહ્યા છો.” જોકે તેમની આ વાત સાંભળી ખડગે ફરી ઉભા થઈ ગયા અને ચર્ચાને જાતિવાદ તરફ લઈ જતા કહેવા લાગ્યા કે, “આપના મગજમાં આજે પણ વર્ણ પ્રથા દર્શાઈ રહી છે, એટલે જ તમે મને જયરામ રમેશને પ્રતિભાશાળી અને મને મંદબુદ્ધિ કહી રહ્યા છો. મને તમે કે રમેશ ન બનાવી શકે, મને બનાવનાર (સોનિયા ગાંધી તરફ ઈશારો કરીને) અહીં બેઠા છે. મને જનતાએ બનાવ્યો છે.”

    - Advertisement -

    ખડગેની આ પ્રકારની વાત સાંભળીને અંતે સભાપતિ ધનખડે તેમનો ઉધડો લેતા કહ્યું કે, “ખડગે જી, હું તે સ્તરે નથી જવા માંગતો. રાજ્યસભાના ઈતિહાસમાં આ ખુરશીનું આટલું અપમાન ક્યારેય નથી થયું. તમે કાયમ સભાપતિ પદને રનડાઉન કરવાનો પ્રયત્ન કરો છો. હું શું કહી રહ્યો છું કદાચ તમે સમજી નથી રહ્યા. હું આપનો જેટલો આદર કરું છું, તેનો અંશભાર પણ તમે મારો આદર કતા હોત તો તમને સમજાઈ જાત કે હું શું કહી રહ્યો છું. તમે ગમે ત્યારે ઉભા થઈ જાઓ છો, હું શું કહી કે કરી રહ્યો છું તે સમજ્યા જાણ્યા વગર જ ગમેતે બોલી દો છો. જેટલું અપમાન તમે કર્યું છે આ ચેરનું, ઇતિહાસમાં કોઈને નથી કર્યું. મારામાં ખૂબ ખૂબ સહનશક્તિ છે, હું લોહીના ઘૂંટડા પી શકું છું. તમારે હવે આત્મચિંતન કરવાનો સમય આવી ગયો છે.

    આ પહેલા વિપક્ષી નેતાઓ સાથે વેલમાં ધસી ગયા હતા મલ્લિકાર્જુન ખડગે

    નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી વિપક્ષ બંને સદનોમાં સતત હોબાળો મચાવી રહ્યું છે. ગત 28 જૂને પણ સભાપતિ જગદીપ ધનખડે તેમનો ઉધડો લીધો હતો. તે સમયે વિપક્ષે નીટ-યુજી મામલે સરકારનો વિરોધ કરી રહ્યો હતો. જ્યારે ગૃહમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવને લઈને ચર્ચા ચાલી રહી હતી ત્યારે પણ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો અને કામગીરી પર રોક લગાવવાની ફરજ પડી હતી. આ હોબાળા વચ્ચે નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જુન ખડગે પોતે હોબાળો કરતા સભાપતિના આસન સામે આવી ગયા હતા.

    તેને લઈને સભાપતિ ધનખડે કહ્યું હતું કે આવું ભૂતકાળમાં ક્યારેય નથી થયું. પરીક્ષાઓમાં ગેરરીતીને લઈને હોબાળો કરી રહેલા વિપક્ષને લઈને સભાપતિએ કહ્યું હતું કે, “આજના દિવસ પર ડાઘ લાગી ગયો છે, પરંપરાઓ તોડવામાં આવી છે.” સભાપતિએ કહ્યું કે, “આ રીતનું વર્તન દરેક ભારતીયને દુઃખી કરે છે. પાંચ દશકાઓથી પણ વધારે સમયનો અનુભવ ધરાવતા ખડગેને વેલમાં આવતા, અમર્યાદિત આચરણ કરતા અને ખોટી સૂચનાઓ ફેલાવતા જોવા મારા માટે ખૂબ જ દુઃખદ હતું. ડેપ્યુટી લીડર પ્રમોદ તિવારી, મુકુલ વાસનિક જેવા સિનિયર નેતા વેલમાં આવ્યા. તેમનું રાજ્યસભા બહાર આપવમાં આવેલું નિવેદન મારા માટે સહુથી વધુ પીડાદાયક છે.”

    રાજ્યસભા સભાપતિ જગદીપ ધનખડ એ આગળ કહ્યું કે, “આવું ક્યારેય નથી થયું. હું પીડિત છું, આશ્ચર્યચકિત છું. ભારતીય સંસદની પરંપરા આટલી નિમ્ન કક્ષાએ પહોંચી જશે કે પ્રતિપક્ષના નેતા આસનની સામે આવી જશે, વિપક્ષના નેતા આસન સમક્ષ આવી જશે.” આટલું કહીને તેમણે ગૃહની બેઠકને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં