રાજકોટમાં (Rajkot) ધોરણ 12મા અભ્યાસ કરતી સગીરા સાથે બળાત્કાર (Rape and Blackmail) અને બ્લેકમેલની ઘટના સામે આવી છે. ધોરણ 12ની વિદ્યાર્થિની સાથે સ્કૂલવાન ડ્રાઈવર (School Wan Driver) સેફ ઇલિયાસ નામના શખ્સે બળાત્કાર આચર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. સ્કૂલવાન ડ્રાઈવર ઇલિયાસે લગ્ન કરવાની લાલચ આપી વિદ્યાર્થિની સાથે શારીરિક સબંધ બાંધ્યા તથા અંગતપળોના વિડીયો ઉતારી વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરતો હતો.
સમગ્ર મામલો રાજકોટમાં કાલાવડ રોડ પર રહેતી વિદ્યાર્થીનીનો છે. જે ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીની જે વાનમાં શાળાએ જતી હતી, તે જ વાનના ડ્રાઈવર ઇલિયાસે વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી હતી. તથા રવિવારે એક્સ્ટ્રા ક્લાસના દિવસોમાં શાળાના બદલે હોટલમાં લઈ જઈ અનેકવાર બળાત્કાર આચર્યો હોવાનું પણ સામે આવ્યું હતું.
પીડિત વિદ્યાર્થિની સ્કૂલવાનમાં જ શાળાએ જતી હોવાથી ડ્રાઈવર સેફ ઇલિયાસ સાથે તેનો પરિચય થયો હતો. બાદમાં બન્ને ઈન્સ્ટાગ્રામમાં ચેટ કરતા હતા, દરમિયાન ઇલિયાસે સગીરાને લલચાવી-ફોસલાવીને ફસાવી લીધી હતી. તથા તેનો લાભ ઉઠાવી તેને લગ્નની લાલચ આપી વિવિધ હોટલમાં લઇ જઈ વારંવાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
રાજકોટ: ધોરણ 12ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) January 21, 2025
સ્કૂલ વાન સંચાલકે વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ
નરાધમ સેફ ઈલીયાઝ વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ
#Rajkot | #Student | #Crime | @CP_RajkotCity pic.twitter.com/g3ZMOxLhe5
આ ઉપરાંત દુષ્કર્મ સમયે સગીરાના અશ્લીલ વિડીયો ઉતારી તેને ઇન્સ્ટાગ્રામ તેમજ સ્નેપચેટના માધ્યમથી મોકલતો અને તેને વાયરલ કરવા માટે ધમકી આપીને બ્લેકમેલ કરતો હતો. રવિવારે એક્સ્ટ્રા ક્લાસના બહાને જતી વિદ્યાર્થીની પર પરિવારને શંકા જતા તેનો ફોન તપાસ્યો ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. ત્યારપછી પરિવારે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપીએ કરી કબૂલાત
યુનિવર્સીટી પોલીસે આરોપી સેફ ઇલિયાસ મેમણ વિરુદ્ધ BNSની કલમ 64(2)(M), 87, 137(2), આઇટી એક્ટની કલમ 66(E), અને પોક્સો એક્ટની કલમ 4, 6 અને 12 હેઠળ ગુનો નોંધ્યો હતો. ઉપરાંત પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી હતી. ધરપકડ બાદ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, સગીરા તેની સ્કૂલવાન શાળાએ આવતી હતી, જેનાથી સંપર્ક થયો હતો. બાદમાં રવિવારે એક્સ્ટ્રા ક્લાસના બહાને તે સગીરાને ઘરેથી હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચરતો હતો.
તેણે અત્યાર સુધીમાં અલગ-અલગ બે હોટલમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી છે. જોકે, આ બંને જગ્યાએ હોટલ રજિસ્ટ્રારમાં એન્ટ્રી કરાવી છે કે કેમ અથવા કરી છે તો કોના નામથી કરી છે, સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જો સગીરાને એન્ટ્રી મળશે અને તેમાં હોટલ સંચાલકની ભૂમિકા સામે આવશે કે ખોટું ઓળખપત્ર આપ્યું હશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ આ મામલે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે, ઇલિયાસે આ સિવાય અન્ય કોઈ સગીરા કે યુવતીને પણ ફસાવી છે કે કેમ.