Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાયબરેલીના વાંદરાને દારૂની લત લાગી, પીવા ન મળે તો લીકર શોપ પર...

    રાયબરેલીના વાંદરાને દારૂની લત લાગી, પીવા ન મળે તો લીકર શોપ પર કરે છે ધમાલ: લોકોએ ત્રાસીને પ્રશાસન પાસે માંગી મદદ

    દુકાનદારોએ એમ પણ કહ્યું કે વાંદરાઓ ઘણી વખત અહીં દુકાન પર કામ કરતા કર્મચારીઓને કરડવા માટે પણ દોડી આવે છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના રાયબરેલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વાંદરાને દારૂ પીતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર મામલો રાયબરેલીના ગડાગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અચલગંજથી સામે આવ્યો છે. અહીં સ્થિત અંગ્રેજી શરાબની દુકાનમાં વાંદરો દારૂ પી રહ્યો હતો, કહેવામાં આવી રહ્યું છે કે દારૂ ન મળતા આ વાંદરો ખુબ ઉદ્ધમ મચાવે છે, રાયબરેલીના વાંદરાની દારૂની લતથી લોકો પરેશાન થઇ ગયા છે.

    અહેવાલો મુજબ રાયબરેલીના વાંદરાની દારૂની લતથી હવે દુકાનદારો અને દારૂ ખરીદનારા લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. કારણકે જ્યારે પણ દુકાનદારો કે ગ્રાહકો તેને ભગાડવાની કોશિશ કરે છે ત્યારે તે લોકોને કરડવા માટે દોડે છે. તે લોકો પાસેથી દારૂની બોટલ છીનવી લે છે અને જોતજોતામાં તેને ગટગટાવી જાય છે.

    વાંદરાનો દારૂ પીતો વિડિયો વાયરલ

    - Advertisement -

    આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વાંદરો દારૂ પીવાનો શોખીન છે. નજરે જોનારાઓ એ જણાવ્યું કે જ્યારે પણ કોઈ દારૂ લેવા આવે છે ત્યારે તે તેને લઈને ભાગી જાય છે. આ અંગે દુકાનના સંચાલકે જણાવ્યું કે તેમના તરફથી આ અંગે સંબંધિત અધિકારીઓને અનેક ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ ત્યાંથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

    મીડિયા અહેવાલો મુજબ દુકાનદારોએ એમ પણ કહ્યું કે વાંદરાઓ ઘણી વખત અહીં દુકાન પર કામ કરતા કર્મચારીઓને કરડવા માટે પણ દોડી આવે છે. તેનાથી પરેશાન થઈને દુકાનદારે વિભાગના અનેક અધિકારીઓને ફરિયાદ કરી છે. જેમાં તેમને માત્ર મદદની ખાતરી આપવામાં આવી હતી. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી રાયબરેલી જિલ્લા આબકારી અધિકારી આરપી સિંહે કહ્યું કે આ મામલો અમારી સંજ્ઞાન હેઠળ છે. આ અંગે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને વાંદરાને ત્યાંથી લાવવા માટે કહેવામાં આવશે.

    વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત

    સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને યુઝર્સ અનેક પ્રકારના રિએક્શન આપતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે ભાઈ, આ વાંદરો એક અલગ લેવલનો ખેલાડી છે, તો કેટલાક લોકો કહે છે કે તેણે માણસોને પણ પાછળ છોડી દીધા છે. ઉલ્લેખનીય છે કે કેટલાક લોકોએ વાંદરા વિશે એવું પણ કહ્યું છે કે જો તેને દુકાન પર દારૂ ન આપવામાં આવે તો તે ધમાલ મચાવી દે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં