Sunday, May 19, 2024
More
    હોમપેજરાજકારણશરૂ થયું વિક્રમ સંવત ૨૦૮૦: દેશના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી સહિત...

    શરૂ થયું વિક્રમ સંવત ૨૦૮૦: દેશના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી સહિત તમામે પાઠવી શુભકામનાઓ

    બેસતા નવા વર્ષને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નૂતનવર્ષે શુભકામનાઓ પાઠવી હતી.

    - Advertisement -

    આજથી શરૂ થતા નૂતનવર્ષને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ગુજરાતના ગૃહમંત્રી સુધી તમામે લોકોને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા દેશની જનતાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને પાઠવેલી પોતાની શુભેચ્છામાં લખ્યું હતું કે, “વિશ્વભરમાં નૂતન વર્ષ પર્વ મનાવી રહેલા મારા સૌ પરિવાર જનોને નૂતન વર્ષાભિનંદન. આ વર્ષ એક વિશેષ વર્ષ બન્યું છે કેમકે આપ સૌ એ વોકલ ફોર લોકલ અભિયાન ને જ્વલંત સફળતા અપાવી.” આ સાથે જ તેમણે, “સ્થાનિક પ્રોડક્ટની ખરીદી દ્વારા નૂતન વર્ષનો નવતર ઉજાસ ફેલાવ્યો છે.” લખીને મેક ઇન ઇન્ડિયાની સફળતાનો પણ આડકતરો ઉલ્લેખ કરી દીધો. તેમણે આગળ લખ્યું કે, “વિકસિત ભારતના નિર્માણ માટે આપણે સૌ આવનારા વર્ષોમાં પણ આ જ ઉત્સાહથી વોકલ ફોર લોકલ માટે પ્રતિબદ્ધ થઇએ.”

    બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ X પર પોસ્ટ કરીને નૂતન વર્ષનું શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું કે, “નૂતન વર્ષની મારા સૌ ભાઈઓ અને બહેનોને શુભકામનાઓ. આ નૂતન વર્ષ તમારા સૌના જીવનમાં ઉત્સાહ અને ઉમંગનો સંચાર કરે.”

    - Advertisement -

    ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ મીડિયા મારફતે ગુજરાતની પ્રજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, “આજથી શરૂ થતા સંવંત 2080 નવા વર્ષે સહુ નાગરિકોને હ્રદયથી ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. નવું વર્ષ, નવી આશા, નવા વિચાર અને નવા સંકલ્પ સાથે આપણે સહુ આગળ વધીએ. આવતી કાલે એટલે કે 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસે જનજાતિ ગૌરવ દિવસ તરીકે જે આપણે ઉજવીએ છીએ. તે દિવસે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જે વિકસિત ભારત યાત્રની શરૂઆત થઇ રહી છે. તેમાં તમામ નાગરિકો જોડાય અને વધુમાં વધુ લાભ લે.” સાથે જ ફરી એક વાર નવા વર્ષની શુભેચ્છા પાઠવીને તેમણે પોતાની વાત પૂર્ણ કરી હતી.

    આ સાથે જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ X પર નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. સંઘવીએ લખ્યું હતું કે, “નવા વર્ષમાં નવી તકો અને નવી આશાઓને સાથે મળીને આવકારીએ. નૂતન વર્ષાભિનંદન! આપ સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં