Friday, September 20, 2024
More
    હોમપેજદુનિયાજ્યારે ભારતમાં થઈ રહ્યા હતા ટ્રેન ઉથલાવવાના પ્રયાસો, તે જ સમયે ફરી...

    જ્યારે ભારતમાં થઈ રહ્યા હતા ટ્રેન ઉથલાવવાના પ્રયાસો, તે જ સમયે ફરી રહ્યો હતો પાકિસ્તાની આતંકવાદીનો વિડીયો: કહ્યું હતું- ભારતમાં રેલ, પેટ્રોલ પાઈપલાઈન, હિંદુ નેતાઓ વગેરેને કરો ટાર્ગેટ

    ફરહતુલ્લાહ ઘોરી પાકિસ્તાનમાં બેસીને આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપતો એક ઇસ્લામી આતંકવાદી છે. તે 2002ના ગાંધીનગર અક્ષરધામ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. ઉપરાંત, 2005માં હૈદરાબાદમાં ટાસ્ક ફોર્સ ઑફિસની બહાર થયેલા આત્મઘાતી હુમલામાં પણ તે સામેલ હતો. તાજેતરમાં રામેશ્વરમ બ્લાસ્ટ કેસમાં પણ તે સામેલ હતો.

    - Advertisement -

    દેશમાં છેલ્લા થોડા સમયથી ટ્રેન અકસ્માતો અને દુર્ઘટનાઓનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે વધી રહ્યું છે. ખાસ કરીને જૂનમાં કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આવી ઘટનાઓમાં અસાધારણ વધારો જોવા મળ્યો. બીજી તરફ, તાજેતરમાં અમુક ઘટનાઓ એવી સામે આવી, જેનાથી શંકા ઉપજે છે કે આ ઘટનાઓ ખરેખર ‘અકસ્માત’ કે ‘દુર્ઘટનાઓ’ છે કે પછી સમજી વિચારીને કરવામાં આવતું ષડ્યંત્ર. તાજેતરમાં જ કાનપુરમાં અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. પછીથી ટ્રેક પરથી તીક્ષ્ણ વસ્તુઓ મળી આવી હતી. આ જ રીતે હમણાં થોડા દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના ફરૂખાબાદમાં એક ટ્રેન પસાર થવા પહેલાં લાકડાનો ટુકડો મૂકી દેવામાં આવ્યો હતો. આવી અન્ય પણ અમુક ઘટનાઓ તાજા ભૂતકાળમાં જ સામે આવી. 

    આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના એક આતંકવાદીનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં ફરહતુલ્લાહ ઘોરી નામનો આ પાકિસ્તાની આતંકવાદી તેના સમર્થકો અને જેહાદીઓને ભારતનાં દિલ્હી, મુંબઈ વગેરે મોટાં શહેરોમાં ટ્રેન ઉથલાવવા માટે ખુલ્લેઆમ પ્રોત્સાહન આપતો જોવા મળે છે. 

    વિડીયોમાં આતંકી ઘોરી ભારતીય સરકારી મશીનરી અને ભારતીય રેલવેને ટાર્ગેટ કરવા માટે કહેતો જોવા મળી રહ્યો છે. મુસ્લિમ યુવાનોને સંબોધીને તે કહે છે કે, તેઓ ભારતીય સપ્લાય ચેઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવા માંગે છે, જેથી અર્થવ્યવસ્થાને સીધી અસર પડે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિડીયો લગભગ ત્રણ અઠવાડિયાં પહેલાં ટેલિગ્રામ પર રિલીઝ કરવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    વિડીયોમાં તે ભારતની પેટ્રોલિયમ પાઈપલાઈન તથા હિંદુ નેતાઓને ટાર્ગેટ કરવાની પણ વાત કહે છે. સાથે કહે છે કે, ભારત સરકાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) થકી અમારા સ્લીપર સેલને નબળા પાડી રહી છે, પરંતુ અમે પરત ફરીશું અને સરકારનાં મૂળિયાં હલાવી દઈશું. વિડીયોમાં તે મુસ્લિમ યુવાનોને ‘ફિદાયીન જંગ’ માટે આહવાન કરે છે તો પોલીસ અને હિંદુ નેતાઓ પર હુમલા કરવા માટે કહે છે અને ઉમેરે છે કે તે માટે જુદી-જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે.

    નોંધવું જોઈએ કે ફરહતુલ્લાહ ઘોરી પાકિસ્તાનમાં બેસીને આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપતો એક ઇસ્લામી આતંકવાદી છે. તે 2002ના ગાંધીનગર અક્ષરધામ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. ઉપરાંત, 2005માં હૈદરાબાદમાં ટાસ્ક ફોર્સ ઑફિસની બહાર થયેલા આત્મઘાતી હુમલામાં પણ તે સામેલ હતો. આ સિવાય, ગત માર્ચ મહિનામાં બેંગ્લોરના રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટ પાછળ પણ ઘોરીનો હાથ હતો. 

    મીડિયા અહેવાલો અનુસાર, તેનું દક્ષિણ ભારતમાં એક મોટું નેટવર્ક છે અને તેના થકી તે જેહાદીઓ અને આતંકવાદીઓ તૈયાર કરી રહ્યો છે. રામેશ્વરમ કાફે બ્લાસ્ટને બે આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો, જે બંને પકડાઈ ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને ફરહતુલ્લાહના જમાઈ શાહિદ ફૈઝલના સંપર્કમાં હતા. 

    ગત મહિને દિલ્હી પોલીસે રાજધાની અને ઉત્તર પ્રદેશથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. જેમણે પછીથી જણાવ્યું હતું કે તેમનો હેન્ડલર ઘોરી જ હતો. પુણે-ISIS મોડ્યુલમાં પકડાયેલા આતંકવાદીઓ સાથે પણ તેનું જોડાણ સામે આવ્યું હતું. જાણકારી અનુસાર, ઘોરી પાકિસ્તાને એજન્સી ISI સાથે પણ સંકળાયેલો છે, જેઓ ભારતમાં જેહાદીઓ તૈયાર કરીને અસ્થિરતા સર્જવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. 

    તાજેતરમાં જ વધ્યા હતા ટ્રેન અકસ્માતો

    બીજી તરફ, નોંધવા જેવી બાબત એ છે કે પાકિસ્તાની આતંકવાદીનો આ વિડીયો છેલ્લા ત્રણ અઠવાડિયાંથી ફરતો હોવાનું સામે આવ્યું છે. આ એ જ સમયગાળો છે, જેમાં તાજેતરમાં જ ટ્રેન ઉથલાવવાની ઘટનાઓ સામે આવી. જેમકે, કાનપુરની ઘટનાને હજુ દસેક દિવસ જ થયા છે. ત્યારબાદ પણ અમુક ઘટનાઓ બની ગઈ. ફરૂખાબાદની ઘટના પણ તાજેતરની જ છે. 18 ઑગસ્ટની ઘટના છે, જ્યારે જબલપુરમાં ટ્રેક પર સળિયા નાખી દેવામાં આવ્યા હતા. બીજી પણ અમુક ઘટનાઓ બની છે. 

    હાલ એજન્સીઓ સતર્ક છે અને ભારતીય રેલવેએ પણ સતર્કતા વધારી દીધી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં