Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસાદ અંસારી જામીન બાદ પણ આઘાતમાં: કોંગ્રેસના નેતા બાઉદ્દીને નુપુર શર્માને સમર્થન...

    સાદ અંસારી જામીન બાદ પણ આઘાતમાં: કોંગ્રેસના નેતા બાઉદ્દીને નુપુર શર્માને સમર્થન આપનારના ઘરે ટોળું ભેગું કર્યું, કહ્યું- ‘હું પહેલા મુસ્લિમ, પછી જનપ્રતિનિધિ’

    સાદે નુપુર શર્માનું સમર્થન કર્યું હતું તો એક નેતાએ તેના ઘરની બહાર ટોળું ભેગું કરીને તેને માર માર્યો, સાદને જામીન મળી ગયા છે પરંતુ તે હજી પણ ડરમાં જીવી રહ્યો છે.

    - Advertisement -

    સાદ અંસારી જામીન બાદ પણ આઘાતમાં છે, ઇસ્લામ ધર્મના પયગંબર મુહમ્મદ પરની ટિપ્પણીમાં નૂપુર શર્માનું સમર્થન કરનાર સાદ અશફાક અંસારી જેલમાંથી છૂટ્યા બાદ ગભરાટ અને આઘાતમાં છે. નુપુર શર્માને ટેકો આપ્યા પછી, કટ્ટરપંથી ઇસ્લામીઓએ તેની વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. સાદ 27 જૂને જામીન પર બહાર આવ્યો હતો, પરંતુ હવે તેની દુનિયા બદલાઈ ગઈ છે.

    સાદ અંસારીના પરિવારના સભ્યોનું કહેવું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેઓ જે આઘાતમાંથી પસાર થયા છે તેમાંથી બહાર આવતા તેમને સમય લાગશે. પરિવારના એક નજીકના વ્યક્તિનું કહેવું છે કે, “અમને કાયદા અને પોલીસમાં વિશ્વાસ છે, પરંતુ જેઓ સાદને થપ્પડ મારવા અને ગાળો આપવા વાળાઓને પણ તેમણે કરેલા ગુનાની સજા મળવી જોઈએ.”

    આ કેસમાં સાદ અંસારીની પ્રથમ જામીન અરજી 20 જૂને ફગાવી દેવામાં આવી હતી. જોકે, 27 જૂને તેને જામીન મળી ગયા હતા. ઈન્ડિયા ટુડે ટીવી અનુસાર, સાદ અન્સારીના વકીલ નારાયણ અય્યરે કહ્યું કે કોલેજનો વિદ્યાર્થી માત્ર પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યો હતો અને તે કોઈપણ પ્રકારની હિંસા કે કોઈ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતો ન હતો.

    - Advertisement -

    આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર બાબા બાઉદ્દીનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બાઉદીન પર આરોપ છે કે તેણે સાદના ઘરની બહાર ભીડ એકઠી કરવા માટે લોકોને ઉશ્કેર્યા હતા. ઈન્ડિયા ટુડે અનુસાર , બાઉદ્દીને આ આરોપોને નકારી કાઢ્યા છે.

    બાઉદ્દીનનું કહેવું છે કે, “હું પહેલા મુસ્લિમ છું અને પછી જનપ્રતિનિધિ છું. હું મામલો ઉકેલવા સાદના ઘરે ગયો હતો. ત્યારબાદ અમે એફઆઈઆર નોંધવા પોલીસ સ્ટેશન ગયા. મારી સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે મારી બે દિવસ પૂછપરછ કરી. હું એટલું જ કહીશ કે ધર્મ અને લોકોની ભાવનાઓ સાથે રમત ન કરી શકાય.”

    નુપુર શર્માનો મામલો સામે આવ્યા બાદ 19 વર્ષના એન્જિનિયરિંગના સ્ટુડન્ટ સાદ અશફાક અન્સારીએ ઈન્સ્ટાગ્રામ પર નુપુર શર્માને સપોર્ટ કરતી વખતે પ્રોફેટ મોહમ્મદ સાથે જોડાયેલા કેટલાક સવાલો ઉઠાવ્યા હતા . આ સાથે તેણે નુપુર શર્માને બહાદુર મહિલા પણ ગણાવી હતી.

    સાદે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, 50 વર્ષનો વ્યક્તિ 6-9 વર્ષની છોકરી સાથે લગ્ન કરે છે, આ સ્પષ્ટ રીતે બાળ શોષણ છે. મને ખબર નથી કે લોકો તેને કેવી રીતે સમર્થન આપી રહ્યા છે. શું તમે તમારી 6 વર્ષની દીકરીને 50 વર્ષના પુરુષને આપી શકશો (તેના વિશે વિચારો.)

    અન્ય ઈન્સ્ટા સ્ટોરીમાં સાદે લખ્યું છે કે , “હું કોઈ ધર્મને સમર્થન નથી આપતો. હું સૌથી વધુ નફરત કરું છું. મને એવી દુનિયામાં રહેવાનો ડર લાગે છે જ્યાં તમને અને તમારા પરિવારને મારી નાખવામાં આવશે કારણ કે તમે વર્ષો પહેલા ગુજરી ગયેલા માણસ માટે કંઈક કહ્યું હતું.”

    એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ અપીલ કરી હતી કે, ‘ગ્રો અપ મેન. એવા ધર્મને છોડી દો જે દુનિયામાં આતંક ફેલાવે છે. માનવ બનો આ ખૂબ જ સરળ છે. હું જાણું છું કે આ બધું પોસ્ટ કર્યા પછી મને કેટલી નફરતનો સામનો કરવો પડશે. હું ખોટો સાબિત થવા માટે તૈયાર છું કારણ કે તમે લોકો હજી બાળકો છો.”

    સાદની આ સોશિયલ મીડિયા પોસ્ટ્સને પગલે કટ્ટરપંથી ટોળું 11 જૂનની રાત્રે તેના ઘરે પહોંચ્યું અને તેને ત્યાંથી જવાનું કહ્યું. છોકરાએ કોઈક રીતે ભીડને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેણે ગભરાઈને કહ્યું, “હું ઈચ્છતો તો અંદર રહી શક્યો હોત, પણ હું બહાર તમારી સાથે વાત કરવા આવ્યો છું.”

    આ પછી એક વ્યક્તિએ ટોળાને કહ્યું, “જો તું અંદર રહ્યો હોત તો અમે તને ખેંચીને બહાર લઈ જઈને મારી નાખત.” છોકરાએ હાથ જોડીને ટોળાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ ભીડે સાંભળ્યું નહીં. અંતે, તેને બળજબરીથી કલમા અને શહાદા વાંચવા માટે મજબુર કરવામાં આવ્યો. જ્યારે સાદ પઢવા લાગ્યો, ત્યારે એક વ્યક્તિએ તેના મોઢા પર થપ્પડ મારી અને બીજાએ ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું.

    આ પછી ફરી 12 જૂને મુસ્લિમ ભીડ સાદના ઘરે પહોંચી અને પ્રદર્શન કર્યું. બાદમાં સાદ વિરુદ્ધ ભિવંડીના નિઝામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કટ્ટરપંથી ટોળાએ આરોપ લગાવ્યો હતો કે સાદને પ્રોફેટ સામે વાંધો હતો. ટોળાએ કહ્યું કે તે માફી માંગતો નથી, પરંતુ ધરપકડ ઇચ્છે છે. એક વિરોધકર્તાએ તો ત્યાં સુધી કહ્યું કે જો આવી ઘટના ફરીથી બનશે તો કાયદો પોતાનો માર્ગ અપનાવશે અને લોકો પોતાનું કામ કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં