Monday, May 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપૂંછ હુમલાનો ભારતીય સેનાએ લીધો બદલો: લશ્કરના ચીફ કમાન્ડર બાસિત અહેમદ સહિત...

    પૂંછ હુમલાનો ભારતીય સેનાએ લીધો બદલો: લશ્કરના ચીફ કમાન્ડર બાસિત અહેમદ સહિત ત્રણ આતંકી ઠાર, કાશ્મીરી હિંદુઓનો હતો હત્યારો, 10 લાખનું હતું ઈનામ

    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાએ ત્રણ આતંકીને ઠાર કર્યા છે. તેમાનો એક લશ્કરનો ચીફ કમાન્ડર આતંકી બાસિત અહેમદ ડાર પણ હતો. જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાના સંયુકત અભિયાનમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સેનાએ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. પૂંછ હુમલા બાદથી જ સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે કુલગામમાં લશ્કર-એ-તૈયબાના ચીફ કમાન્ડર અને કાશ્મીરમાં આતંકવાદી સંગઠન TRFના વડા આતંકી બાસિત અહેમદ ડાર સહિતના ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળોને આતંકવાદીઓની માહિતી મળી હતી, જેના આધારે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ડાર અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો.

    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાએ ત્રણ આતંકીને ઠાર કર્યા છે. તેમાનો એક લશ્કરનો ચીફ કમાન્ડર આતંકી બાસિત અહેમદ ડાર પણ હતો. જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાના સંયુકત અભિયાનમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. બાસિત પર NIAએ 10 લાખનું ઈનામ પણ ઘોષિત કર્યું હતું અને તે કાશ્મીરમાં અનેક લોકોની હત્યામાં પણ સામેલ રહી ચૂકેલો હતો. ઠાર મરેલા બીજા આતંકીનું નામ ફહીમ અહમદ છે. તે ઓવર ગ્રાઉન્ડ વર્કર હતો. જે આતંકીઓને મદદ પહોંચાડવાનું કામ કરતો હતો.

    કાશ્મીરી પંડિતોની હત્યામાં હતો સંડોવાયેલો

    બાસિત અહેમદને ઠાર કરવાની બાબત સુરક્ષાદળો માટે મોટી સફળતા છે. કારણ કે, આ એ આતંકી છે જેણે ઘાટીમાં કાશ્મીરી પંડિતો સહિત અનેક પ્રવાસીઓનું ટાર્ગેટ કિલિંગ કર્યું હતું અને અનેક હત્યામાં તે સંડોવાયેલો હતો. બાસિત ડારના નેતૃત્વમાં TRFએ છેલ્લા 5 વર્ષમાં ઘાટીમાં અનેક આતંકી હુમલા કર્યા હતા. જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આતંકી ડાર સુરક્ષદળોનો મોસ્ટ વોન્ટેડ હતો અને તેના માથે 10 લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેને આતંકીઓની A++ શ્રેણીમાં નાખવામાં આવ્યો હતો.

    - Advertisement -

    અધિકારીઓએ જણાવ્યું હતું કે, બાસિત અનેક હત્યાઓમાં માસ્ટરમાઇન્ડ હતો. રેડવાની કુલગામનો રહેવાસી ડાર તેનું ઘર છોડીને જતો રહ્યો હતો અને ત્યારબાદ તે લશ્કર-એ-તૈયબા સાથે જોડાઈ TRFમાં સામેલ થયો હતો. તે ભારતના અન્ય રાજ્યોમાંથી કાશ્મીર જતાં નાગરિકોની તથા કાશ્મીરી પંડિતોની હત્યામાં સામેલ હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓ તેને ઘણા સમયથી શોધી રહી હતી. સાથે એ પણ નોંધવા જેવુ છે કે, ગયા વર્ષના સપ્ટેમ્બરમાં કરવામાં આવેલા હુમલામાં સેનાના કર્નલ મનપ્રિત સિંઘ, બટાલિયન કમાન્ડિંગ મેજર આશિષ ધોનેક અને કાશ્મીર પોલીસના DSP હુમાયું ભટ્ટ વીરગતિ પામ્યા હતા. આ હુમલાની જવાબદારી પણ TRFએ લીધી હતી.

    ઉલ્લેખનીય છે કે, 4 મે, 2024ના રોજ પૂંછના સૂરનકોટ વિસ્તારમાંથી વાયુસેનાના જવાનોનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે આતંકવાદીઓએ બે વાહનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 5 જવાનોને ઈજા પહોંચી. તેમને ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન એક જવાન વીરગતિને પામ્યા હતા. ઘટના બાદ તાત્કાલિક એજન્સીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને કાઉન્ટર-ટેરર ઑપરેશન શરૂ કરી દીધું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં