Monday, September 9, 2024
More
    હોમપેજક્રાઈમમસ્જિદની અંદર 12 વર્ષની બાળકીનો બળાત્કાર, તરસ લાગી હોવાથી પાણી પીવા ગઈ...

    મસ્જિદની અંદર 12 વર્ષની બાળકીનો બળાત્કાર, તરસ લાગી હોવાથી પાણી પીવા ગઈ હતી: પોલીસે કરી અકદસ ચંદુની કરી ધરપકડ, એક વર્ષ પહેલા પણ કર્યું હતું દુષ્કર્મ

    ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપીએ એક વર્ષ પહેલા પણ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો.

    - Advertisement -

    મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને અડીને આવેલા કલ્યાણ જિલ્લામાં એક 12 વર્ષની સગીર બાળકી પર બળાત્કાર થયાના સમાચાર છે. આ બળાત્કાર મસ્જિદની અંદર કરવામાં આવ્યો છે. પીડિતા પાણી પીવા માટે મસ્જિદમાં ગઈ હતી. આરોપીનું નામ અકદસ ચંદુ છે, જેની પોલીસે ધરપકડ કરી છે. ફળ વેચનાર અકદસે એક વર્ષ પહેલા આ જ પીડિતા પર બળાત્કાર કર્યો હતો, હવે તેણે આ કૃત્યનું પુનરાવર્તન કર્યું છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના કલ્યાણના બજારપેઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં રહેતી 12 વર્ષની બાળકી દુકાનમાંથી કેક ખરીદવા ગઈ હતી. રસ્તામાં તેને તરસ લાગી તેથી તે પાણી પીવા નજીકની મસ્જિદમાં ગઈ. અકદસ ચંદુએ પીડિતા સાથે મસ્જિદની અંદર બળાત્કાર કર્યો હતો.

    બળાત્કાર પહેલા અકદાસે પીડિતાને પાછળથી પકડીને તેનું મોઢું દબાવી દીધું હતું. બાદમાં તે બાળકીને બળજબરીથી મસ્જિદના બાથરૂમમાં લઈ ગયો હતો. અહીં તેણે બાળકી પર બળાત્કાર કર્યો હતો. જ્યારે પીડિતાએ ચીસો પાડવાનું શરૂ કર્યું ત્યારે અકદસ ચંદુ ત્યાંથી ભાગી ગયો. કોઈ રીતે પીડિતા તેના ઘરે પહોંચી અને તેના પરિવારજનોને આખી વાત કહી.

    - Advertisement -

    એક વર્ષ પહેલા આ જ આરોપીએ આ જ પીડિતાને ભોગ બનાવી હતી

    યુવતીના પરિવારજનોએ અકદસ ચંદુ વિરુદ્ધ બજારપેઠ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપીએ એક વર્ષ પહેલા પણ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

    પોલીસે અકદસ વિરુદ્ધ IPC અને POCSO એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બજાર વિસ્તારમાં રહેતા અકદસ ચંદુ ફળો વેચે છે. આ ઘટનાથી પીડિતા ખૂબ જ ડરી ગઈ હતી. તેની મેડિકલ તપાસ અને કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં