Thursday, May 2, 2024
More
    હોમપેજદેશકેરળ ટ્રેન અગ્નિકાંડના આરોપી શાહરુખ સૈફી વિરુદ્ધ NIAએ દાખલ કરી ચાર્જશીટ, આતંકી...

    કેરળ ટ્રેન અગ્નિકાંડના આરોપી શાહરુખ સૈફી વિરુદ્ધ NIAએ દાખલ કરી ચાર્જશીટ, આતંકી કૃત્ય કરી ત્રણ મુસાફરોને જીવતા સળગાવી દીધા હતા

    NIAની ચાર્જશીટમાં કહેવાયું છે કે આ ભયાનક કૃત્યના આરોપી સૈફીએ લોકોની હત્યાના ઇરાદાથી યાત્રીઓ પર પેટ્રોલ છાંટ્યું અને લાઇટરથી ટ્રેનના ડબ્બામાં આગ ચાંપી દીધી હતી. NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સૈફીએ ઘટનાને અંજામ આપવા માટે કેરળ પસંદ કર્યું હતું કારણ કે તે એવી જગ્યાએ અપરાધ કરવા માંગતો હતો કે જ્યાં તેને કોઈ ઓળખી ન શકે.

    - Advertisement -

    શાહરૂખ સૈફીએ ગત 2 એપ્રિલના રોજ કેરળના કોઝિકોડમાંથી પસાર થતી એક ટ્રેનમાં કેટલાક મુસાફરો પર અગ્નિ છાંટીને તેમને જીવતા સળગાવી દીધા હતા. આ ઘટનામાં એક માતા-પુત્રી સહિત ત્રણનાં મોત થયાં હતાં. અને 9 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ શાહરૂખને મહારાષ્ટ્રના રત્નાગીરીથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેવામાં શુક્રવારે (29 સપ્ટેમ્બરે) NIAએ સૈફી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

    આવી ભયાનક ઘટનાના આરોપી શાહરુખ સૈફી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો, ગેરકાયદેસર પ્રવૃતિઓ (નિવારણ) અધિનિયમ, રેલવે અધિનિયમ અને જાહેર સંપત્તિના નુકશાન નિવારણ અધિનિયમ, 1984 હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેના પર 2 એપ્રિલ, 2023ના રોજ અલાપ્પુઝા-કન્નૂર્ એક્ઝિક્યુટિવ એક્સપ્રેસના D1 કોચમાં આગ લગાવીને આતંકવાદી કૃત્ય કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

    NIAની ચાર્જશીટમાં થયો ખુલાસો

    NIAની ચાર્જશીટમાં કહેવાયું છે કે આ ભયાનક કૃત્યના આરોપી સૈફીએ લોકોની હત્યાના ઇરાદાથી યાત્રીઓ પર પેટ્રોલ છાંટ્યું અને લાઇટરથી ટ્રેનના ડબ્બામાં આગ ચાંપી દીધી હતી. NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સૈફીએ ઘટનાને અંજામ આપવા માટે કેરળ પસંદ કર્યું હતું કારણ કે તે એવી જગ્યાએ અપરાધ કરવા માંગતો હતો કે જ્યાં તેને કોઈ ઓળખી ન શકે. સાથે જ ચાર્જશીટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શાહરુખ સેલ્ફ રેડકલાઇઝ હતો. જેહાદ કરવાના ઈરાદા સાથે તે દિલ્હીથી કેરળ ગયો હતો અને ત્યાં આ આતંકવાદી કૃત્ય આચર્યું હતું. શાહરુખની યોજના હતી કે તે દિલ્હીથી દૂર આતંકવાદી કૃત્ય કરશે અને પછી શાહીનબાગમાં આવીને સામાન્ય જીવન જીવશે.

    - Advertisement -

    આરોપીને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ હિંસક કટ્ટરવાદ અને જેહાદને સંબંધિત વિવિધ ઓનલાઈન પ્રચાર સામગ્રીઓના માધ્યમથી કટ્ટરપંથી બન્યો હતો, આ પ્રકારની સામગ્રી ભારત અને અને વિદેશના કટ્ટરપંથી ઈસ્લામી પ્રચારકો દ્વારા પ્રસારિત કરવામાં આવે છે.

    શરૂઆતમાં કેરળના કોઝિકોડ રેલવે પોલીસ સ્ટેશનમાં અને બાદમાં કેરળની એક વિશેષ તપાસ ટીમે આ અંગે કેસ નોંધ્યો હતો. 17 એપ્રિલે NIAએ આ કેસ પોતાના હાથમાં લીધો હતો. આ દરમિયાન NIAએ દિલ્હીમાં 10 સ્થળોએ તપાસ હાથ ધરી હતી અને અનેક ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા. સાથે જ અનેક સાક્ષીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને અંતે શુક્રવારે (29 સપ્ટેમ્બરે) તેના વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

    શું હતી આખી ઘટના?

    ઉલ્લેખનીય છે કે 2 ફેબ્રુઆરી, 2023ના રોજ અલપ્પુજા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેનમાં આરોપી શાહરૂખ સૈફીએ પોતાના સાથી યાત્રીઓ પર જ્વલનશીલ પદાર્થ છાંટી જીવતા સળગાવી દીધા હતા. ચાલુ ટ્રેનમાં થયેલી આ આગચંપીની ઘટનામાં અનેક લોકો દાઝી ગયા હતા. ઘટનાના કેટલાક કલાકો બાદ પોલીસને રેલ્વે ટ્રેક પાસેથી 3 વ્યક્તિની લાશ મળી આવી હતી. જાણવા મળ્યા અનુસાર, રાત્રે બોલાચાલી થયા બાદ શાહરૂખે સાથી મુસાફરો પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી અને પછી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.ઘટના બાદ શાહરૂખને મહારાષ્ટ્રના રત્નાગીરીથી ઝડપી લેવામાં આવ્યો હતો. 

    આ મામલે કેરળના એડીજીપી અજિત કુમારે મીડિયાને જાણકારી આપતાં કહ્યું હતું કે, શાહરૂખ સૈફી કટ્ટરપંથી માનસિકતા ધરાવે છે અને તે પ્રતિબંધિત ઝાકીર નાઈકને ફોલોવ કરે છે. તે સતત ઝાકીરના વિડીયો જોતો રહેતો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે શાહરૂખ આ અગ્નિકાંડ કરવા માટે જ કેરળ આવ્યો હતો. તેવામાં હવે રળના કોઝિકોડની ટ્રેનમાં બનેલી ઘટનાને લઈને NIAએ શાહરુખ સૈફી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં