Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવાઝ વિરુદ્ધ તેના ભાઈનો અવાજ: ઓડિયો જાહેર કરી સ્ટાફ સાથે મારપીટનો લગાવ્યો...

    નવાઝ વિરુદ્ધ તેના ભાઈનો અવાજ: ઓડિયો જાહેર કરી સ્ટાફ સાથે મારપીટનો લગાવ્યો આરોપ, પત્ની પહેલાથી જ લગાવી ચુકી છે ગંભીર આરોપ

    નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઈ શમાસ સિદ્દીકીએ એક ઓડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પોતે નવાઝના મેનેજર સાથે વાત કરે છે. જેમાં તે કોઈ કર્મચારીનું નામ લઈને પૂછે છે કે શું નવાઝે ફરથી હાથ ઉઠવ્યો છે? ત્યારે મેનેજર કહે છે કે હા સાહેબે હાથ ઉપાડ્યો છે.

    - Advertisement -

    બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ ગત રોજ પોતાના પર લાગેલા આરોપોનો ત્રણ પેજનો પત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપ્યો હતો. પરંતુ, આજે તેના ભાઈ શમાસ સિદ્દીકીએ નવો આરોપ લગાવ્યો હતો. તેને સોશિયલ મીડિયા પર એક ઓડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે નવાઝુદ્દીન સિદ્દીકી તેના સ્ટાફ સાથે મારઝૂડ કરે છે. 

    મળતી માહિતી અનુસાર, હાલમાં નવાઝુદ્દીન સિદ્દીકી સતત ચર્ચામાં છે, તેના પર સતત રોજ રોજ અલગ અલગ લોકો દ્વારા નવા નવા આરોપો લગાડવામાં આવી રહ્યા છે. જેમાં તેની પત્ની આલીયા હોય, તેની દુબઈ કામ કરતી કામવાળી હોય કે તેનો ભાઈ. સતત આરોપો લાગતા હોવાથી નવાઝુદ્દીન સિદ્દીકીએ ગત રોજ એક પત્ર જાહેરમાં પોસ્ટ કરીને જવાબ આપ્યો હતો. પરંતુ આજે એક વધુ આરોપ તેમના પર બીજા કોઈએ જ નહીં પણ તેના જ ભાઈએ લગાવ્યો છે. 

    નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઈ શમાસ સિદ્દીકીએ એક ઓડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પોતે નવાઝના મેનેજર સાથે વાત કરે છે. જેમાં તે કોઈ કર્મચારીનું નામ લઈને પૂછે છે કે શું નવાઝે ફરથી હાથ ઉઠવ્યો છે? ત્યારે મેનેજર કહે છે કે હા સાહેબે હાથ ઉપાડ્યો છે. આ ઓડિયોની વાતને વિડીયોમાં રૂપાંતર કરીને તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. જેમાં તેને લખ્યું છે કે જુઓ “આ જુઓ તેની આદત મુજબ પાછું નવાઝે તેના સ્ટાફ સાથે મારામારી કરી છે.” આ પોસ્ટમાં નવાઝની સરખામણી તેને ગધેડા સાથે કરીને નવાઝ સાથે પણ થયેલ મારપીટનો વિડીયો ભવિષ્યમાં રીલીઝ કરવાની વાત કહી છે. 

    - Advertisement -

    નવાઝનો ભાઈ શમાસ પોતે પણ ફિલ્મ રાઈટર અને નિર્દેશક છે. અગાઉ બન્ને ભાઈ સાથે પણ કામ કરી ચુક્યા છે. પરંતુ હાલમાં શમાસ સતત નવાઝ પર હમલા બોલતો આવ્યો છે. એક સોશિયલ મીડિયા કમેન્ટમાં તેને કહ્યું હતું કે “નવાઝના જ ડાયલોગમાં કહું તો તો જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં” 

    નવાઝે જે પણ પત્ર જાહેર કર્યો હતો તેમાં ફક્ત તેની પત્ની દ્વારા લગાવેલા આરોપોનો જ જવાબ આપ્યો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેના ભાઈ દ્વારા જે પણ આરોપો લગાવાઈ રહ્યા છે, તેનો હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં