Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પર પત્નીએ લગાવ્યો રેપનો આરોપ, ફરિયાદ દાખલ: વિડીયો પણ...

    અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પર પત્નીએ લગાવ્યો રેપનો આરોપ, ફરિયાદ દાખલ: વિડીયો પણ શૅર કર્યો

    અલીયાએ વિડીઓમાં બીજા પણ ચોકાવનારા આરોપો લગાવ્યા હતા. જેમાં કહ્યું હતું કે મહાન અભિનેતા મહાન માણસ બનવાની એક્ટિંગ કરી રહ્યો છે, તેની માતાએ મારા બાળકોને હમેશા નાજાયજ જ કહ્યા છે. હવે તે મારા બાળકોની કસ્ટડી લેવા માંગે છે. 

    - Advertisement -

    વર્તમાનમાં બોલીવુડના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દકીને લઈને વિવાદ વધતો જ જાય છે. તેના પત્નીએ પોતાના સોશિયલ મડિયા એકાઉન્ટ પર એક વિડીયો જાહેર કરીને વધુ એક આરોપ લગાવ્યો છે. આ પહેલા નવાઝની દુબઈ સ્થિત કામવાળી અને તેના સગા ભાઈએ પણ આરોપ લગાવ્યો હતો. 

    નવાઝની પત્ની અલીયા ઉર્ફે અંજના કિશોર પાંડેએ એક વિડીઓ Instagram પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો છે કે નવાઝ હવે તેની શક્તિનો ઉપયોગ કરીને તેના પાસેથી તેના છોકરાઓ છીનવવા માંગે છે માટે નવાઝે ગઈ કાલે કોર્ટમાં બાળકોની કસ્ટડી લેવા માટે અરજી કરી છે.  પરંતુ અલીયાએ પોતાની પોસ્ટમાં એ પણ જણાવ્યું છે કે તેણે નવાઝ વિરુદ્ધમાં પુરાવા સાથે બળાત્કારનો કેસ પણ કર્યો છે. 

    વિડીયોમાં આલિયા પોતાની વાત રડતા રડતા જણાવી રહી છે કે નવાઝે કોઈ દિવસ બાળકોને પ્રેમ આપ્યો જ નથી, બાળકો એટલા મોટા થઇ ગયા પરંતુ નવાઝને કોઈ જ લાગણી નથી. બંને બાળકોને મેં જ મોટા કર્યા છે. મારા બાળકોને તેના બાપ પ્રત્યે કોઈ જ લાગણી નથી કારણ કે તેણે કોઈ દિવસ બાળકો તરફ જોયું જ નથી. મારું એક બાળક તો તેના પાપાને ઓળખતું જ નથી.

    - Advertisement -

    બે દિવસ અગાઉ પણ અલીયાએ એક વધુ વિડીઓ પોસ્ટ કરીને આરોપ લગાવ્યો હતો કે નવાઝે ઘરે કામ કરતા લોકોને જાણ કરી રસોડું બરોબર સાફ ન રાખવા કહ્યું હતું, જેથી હું જમવાનું પણ બનવી ન શકું. આ જ પોસ્ટના કમેન્ટમાં નવાઝના ભાઈએ પણ આલિયાનું સમર્થન કરીને નવાઝનો જ ફિલ્મી ડાયલોગ લખ્યો હતો કે “જબ તક તોડેંગે નહીં, તબ તક છોડેંગે નહીં.” 

    અલીયાએ વિડીઓમાં બીજા પણ ચોકાવનારા આરોપો લગાવ્યા હતા. જેમાં કહ્યું હતું કે મહાન અભિનેતા મહાન માણસ બનવાની એક્ટિંગ કરી રહ્યો છે, તેની માતાએ મારા બાળકોને હમેશા નાજાયજ જ કહ્યા છે. હવે તે મારા બાળકોની કસ્ટડી લેવા માંગે છે. 

    આખો મામલો અલીયાએ થોડા દિવસ પહેલા પોલીસ ફરિયાદ કરાવી ત્યારથી ચાલુ થયો હતો. ત્યાર બાદ નવાઝની દુબઈ સ્થિત કામવાળીએ પણ નવાઝ પર આરોપ લગાવ્યો હતો. જો કે ત્યાર બાદ તે પોતાના નિવેદનથી ફરી ગઈ થી. આને જ લઈને તેના ભાઈ સમસ નવાબે ટોણો મારતા કહ્યું હતું કે કેટલા લોકોને ખરીદશો? જો જો બેંક બેલેન્સ પૂરું ના થઇ જાય. 

    આ આખા વિવાદમાં બોલીવુડના અભિનેતા નવાઝુદ્દીન તરફથી કોઈ જ નિવેદન આવ્યું નથી. લોકો પણ આ મામલે તેમના નિવેદનની રાહ જોઈ રહ્યા છે.   

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં