Sunday, March 16, 2025
More
    હોમપેજક્રાઈમઉધનામાં જાહેરમાં ત્રણ યુવતીઓની છેડતી કરનાર 'નૈમુદ્દીન અબ્દુલ જબ્બાર'ની ધરપકડ: પોલીસે ગણતરીના...

    ઉધનામાં જાહેરમાં ત્રણ યુવતીઓની છેડતી કરનાર ‘નૈમુદ્દીન અબ્દુલ જબ્બાર’ની ધરપકડ: પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો, ઘટનાના CCTV થયા હતા વાયરલ

    જાણવા મળ્યું છે કે, 19 વર્ષીય નૈમુદ્દીન સિલાઈ મશીન ચલાવે છે અને છૂટક મજૂરી કામ પણ કરે છે. વધુમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે, આરોપી ઉન પાટિયા નજીક પોતાના સંબંધીના ઘરે રહેતો હતો. હાલમાં ઉધના પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    તાજેતરમાં જ સુરતના (Surat) ઉધના (Udhna) વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral video) થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે ,ઉધનામાં એક શખ્સ રહેણાંક સોસાયટીમાં ઘૂસીને યુવતીઓની છેડતી (Molestation of Girls) કરી રહ્યો હતો. વાયરલ વિડીયોમાં તે પણ જોવા મળ્યું હતું કે, આરોપીએ એક જ સોસાયટીમાં લગભગ ત્રણ યુવતીઓની જાહેરમાં છેડતી કરી હતી. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે (Surat Police) તરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ (Arrest) કરી લીધી હતી. આરોપીની ઓળખ નૈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર તરીકે થઈ છે. હાલ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.

    ઘટનાની જાણ થયા બાદ જ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસે વિવિધ 6 ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જે બાદ પોલીસને 12 કલાકની અંદર જ ઉન વિસ્તારમાંથી આરોપી નૈમુદ્દીન મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કર્યા બાદ સીસીટીવી કેમેરા સાથે તેની ઓળખ પણ મેચ કરી હતી. આ ઉપરાંત તેની ચાલવાની ક્રિયાને પણ સીસીટીવીમાં તપાસવામાં આવી હતી. જે બાદ પોલીસે પુષ્ટિ કરી હતી કે, જાહેરમાં યુવતીઓની છેડતી કરનાર આરોપી નૈમુદ્દીન જ હતો.

    સાથે એ પણ જાણવા મળ્યું છે કે, 19 વર્ષીય નૈમુદ્દીન સિલાઈ મશીન ચલાવે છે અને છૂટક મજૂરી કામ પણ કરે છે. વધુમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે, આરોપી ઉન પાટિયા નજીક પોતાના સંબંધીના ઘરે રહેતો હતો. હાલમાં ઉધના પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે, આરોપીએ ભૂતકાળમાં કેટલા ગુના કર્યા છે અને છેડતી અંગેની ફરિયાદમાં પણ આરોપી અગાઉ સામેલ હતો કે કેમ.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, ઉધનાની અમનનગર સોસાયટીના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા. જે બાદ પોલીસ પણ હરકતમાં આવી હતી. આ ઉપરાંત સોસાયટીના પ્રમુખે પણ ઉધના પોલીસ સ્ટેશનમાં અરજી કરીને કડક કાર્યવાહીની માંગણી કરી હતી. જે બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તપાસમાં જોતરાયા હતા. ઘટનાના 12 કલાક બાદ કડક કાર્યવાહી હાથ ધરતા ઉધના પોલીસે ઉન પાટિયા પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આગળની કાર્યવાહી કરી રહી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં