Sunday, June 15, 2025
More
    હોમપેજક્રાઈમરામ નવમી શોભાયાત્રા માટેનો શણગાર સળગાવ્યો, હિંદુઓના જ વાહનો અને દુકાનોને ઈસ્લામીઓએ...

    રામ નવમી શોભાયાત્રા માટેનો શણગાર સળગાવ્યો, હિંદુઓના જ વાહનો અને દુકાનોને ઈસ્લામીઓએ ચાંપી આગ: વાંચો શું કહ્યું નાગપુર હિંસાના પ્રત્યક્ષદર્શીઓએ

    એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું, "તેઓ પથ્થરો લઈને દોડી રહ્યા હતા. તેમણે અમારા ઘર પર પથ્થરો ફેંક્યા. તેમણે ઉપરના માળે બાળકોને જોયા અને તેમના પર પથ્થરો ફેંક્યા. તેમણે અમારા દરવાજા અને બારીઓ તોડી નાખ્યા અને અમારી કારને આગ લગાવી દીધી. લગભગ 1,000 તોફાનીઓ હતા."

    - Advertisement -

    17 માર્ચે મહારાષ્ટ્રના નાગપુરમાં (Nagpur Violence) સંભાજી નગરમાં ઔરંગઝેબની કબરને (Aurangzeb Tomb) દૂર કરવાની માંગણી સાથે હિંદુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કુરાનની નકલ અને ફોટોગ્રાફ સળગાવવા સહિતની અફવાઓને પગલે હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે તણાવ વધી ગયો હતો. ઇસ્લામિક ટોળાએ પથ્થરમારો કર્યો, વાહનોને આગ ચાંપી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હોવાના અહેવાલ છે. આ અથડામણમાં લગભગ 15 પોલીસ અધિકારીઓ અને પાંચ નાગરિકો ઘાયલ થયા હતા.

    ચિટનીસ પાર્ક અને મહેલમાં હિંસા ફાટી નીકળી અને ટૂંક સમયમાં કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે અધિકારીઓએ કલમ 144 લાગુ કરવી પડી હતી. બીજી તરફ નાગપુરથી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ નીતિન ગડકરીએ એક વિડીયો નિવેદન જારી કરીને રહેવાસીઓને શાંતિ જાળવવા અને વહીવટીતંત્રને સહકાર આપવા વિનંતી કરી હતી.

    ANI સાથે વાતચીત કરતા પ્રત્યક્ષદર્શીઓએ હિંસાનું વર્ણન કર્યું હતું. હંસપુરી વિસ્તારના એક પ્રત્યક્ષદર્શી શરદ ગુપ્તાએ જણાવ્યું કે તે રાત્રે લગભગ 10:30 વાગ્યે પોતાની દુકાન બંધ કરીને ઘરે પાછા ફર્યા. જમતી વખતે, તેમણે બહારથી કેટલાક અવાજો સાંભળ્યા. જ્યારે તે બહાર જોવા ગયા ત્યારે તેમણે જોયું કે એક ટોળું વાહનોને આગ લગાવી રહ્યું હતું. તેમણે કહ્યું કે, “અમે તેમને વાહનો ન સળગાવવા માટે બૂમો પાડી. મેં નળી વડે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે મને પથ્થરોથી માર્યો. મારા બે વાહનો અને નજીકમાં પાર્ક કરેલા કેટલાક અન્ય વાહનો આગના હવાલે કરી દીધા.”

    - Advertisement -

    ગુપ્તાએ આરોપ લગાવ્યો કે તેમના વિસ્તારમાં ઘણી વાર ફોન કરવા છતાં, હિંસા સમાપ્ત થયા પછી પોલીસ પહોંચી. તેમણે કહ્યું, “મેં પોલીસને ફોન કર્યો. બીજા ઘણા લોકોએ પણ ફોન કર્યો. પણ હિંસા પૂરી થયા પછી જ પોલીસ આવી.”

    અન્ય એક પ્રત્યક્ષદર્શી ચંદ્રકાંત કવડેએ ANI સાથે વાત કરતા કહ્યું કે પોલીસ ઘટનાસ્થળે મોડી પહોંચી. તેમણે કહ્યું કે હિંસા સમાપ્ત થયાના ઓછામાં ઓછા 30 મિનિટ પછી પોલીસ પહોંચી હતી. ચંદ્રકાંતના મતે, હિંસક ટોળામાં લગભગ 200 ઉપદ્રવીઓ હતા. તેમણે તેમની અને તેમના ભાઈની બાઇકો સળગાવી દીધી. તેમણે કહ્યું કે, “રામ નવમી શોભા યાત્રા માટે શણગારના સામાનને પણ વાહનો સાથે ખેંચીને આગ લગાવી દેવામાં આવી હતી.” તેમણે કહ્યું કે તોફાનીઓએ વાહનો સળગાવતા પહેલાં તેમની ઓળખ ન કરી શકાય એ હેતુથી CCTV કેમેરાને નિશાન બનાવ્યા હતા. ચંદ્રકાંતે સરકારને વિનંતી કરી હતી કે તેમને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં મદદ કરે.

    તે જ વિસ્તારની એક મહિલા પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, “ગુંડાઓ અહીં આવ્યા, તેમના ચહેરા દુપટ્ટાથી ઢાંકેલા હતા. તેમના હાથમાં તલવારો, લાકડીઓ અને બોટલો હતી. તેમણે હોબાળો મચાવ્યો, દુકાનોમાં તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો. પછી તેમણે વાહનોને ખેંચીને આગ લગાવી દીધી.”

    અન્ય એક પ્રત્યક્ષદર્શી સુનીલ પેશ્નેએ જણાવ્યું કે ઉપદ્રવીઓએ તેમની કારને આગ લગાવી દીધી. તેમણે કહ્યું કે હિંસા રાત્રે 8:30 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. તેમણે આગળ જણાવ્યું હતું કે, “500-1000 લોકોનું ટોળું આવ્યું. તેમણે ઘરો પર પથ્થરમારો કર્યો અને અમારી કારને આગ લગાવી દીધી. તેમણે લગભગ 25-30 વાહનોમાં તોડફોડ કરી.”

    અન્ય એક સ્થાનિક રહેવાસી મધુ પશ્નેએ જણાવ્યું હતું કે, “તેઓ પથ્થરો લઈને દોડી રહ્યા હતા. તેમણે અમારા ઘર પર પથ્થરો ફેંક્યા. તેમણે ઉપરના માળે બાળકોને જોયા અને તેમના પર પથ્થરો ફેંક્યા. તેમણે અમારા દરવાજા અને બારીઓ તોડી નાખ્યા અને અમારી કારને આગ લગાવી દીધી. લગભગ 1,000 તોફાનીઓ હતા.”

    PTI સાથે વાત કરતા, વંશ કાવલેએ જણાવ્યું હતું કે તોફાનીઓએ પોતાના ચહેરા ઢાંક્યા હતા અને CCTV કેમેરાને નુકસાન પહોંચાડ્યું હતું. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ PTIને જણાવ્યું કે ઔરંગઝેબની કબર પર થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે સવારથી જ તણાવ વધી રહ્યો હતો. બપોર સુધી અશાંતિ ચાલુ રહી અને સાંજે તણાવ હિંસામાં ફેરવાઈ ગયો. તેમણે કહ્યું કે હિંસા ફેલાવવામાં આવેલી અફવાઓને કારણે ફાટી નીકળી હતી. “તેઓ મોટી સંખ્યામાં આવ્યા હતા. તેમના હાથમાં મોટા પથ્થરો અને પેટ્રોલ બોમ્બ હતા. તેમણે પથ્થરો ફેંક્યા, મિલકતને નુકસાન પહોંચાડ્યું અને વાહનોને આગ ચાંપી દીધી.” તેમણે કહ્યું કે તોફાનીઓમાં બાળકો પણ હતા અને તેઓ ઇસ્લામિક નારા લગાવી રહ્યા હતા.

    હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં