Monday, July 15, 2024
More
  હોમપેજક્રાઈમ'ચોર, ચમા#, જાનવર, કીડા': જેલમાં બંધ કુખ્યાત મુફ્તી સલમાન અઝહરીનો વધુ એક...

  ‘ચોર, ચમા#, જાનવર, કીડા’: જેલમાં બંધ કુખ્યાત મુફ્તી સલમાન અઝહરીનો વધુ એક ઉશ્કેરણી કરતો વિડીયો થયો વાઈરલ, જૂના જણાતાં વિડીયોમાં CM યોગી માટે વાપર્યા અપશબ્દો

  હાલ મુફ્તી સલમાન અઝહરી પર ગુજરાતના જુનાગઢ, કચ્છ અને મોડાસામાં ફરીયાદો નોંધાઈ છે. દરેક જગ્યાએ રિમાન્ડ પૂરા થયા બાદ હાલ તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં પૂરવામાં આવ્યો છે.

  - Advertisement -

  અનેકવાર ભડકાઉં ભાષણો આપીને મુસ્લિમોને હિંદુઓ સામે ભડકાવનાર કુખ્યાત મુફ્તી સલમાન અઝહરી હાલ ગુજરાતના અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. ગુજરાતમાં આવીને જૂનાગઢ, કચ્છ અને મોડાસામાં ભડકાઉ ભાષણ આપનારા મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીમાં હવે વધારો થયો છે. હાલમાં સોશિયલ મીડિયામાં અઝહરીનો એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અભદ્ર ગાળો આપતો સાંભળી શકાય છે.

  યુટ્યુબ પર બરકતી નેટવર્ક (@BARKATINETWORK) નામની એક ચેનલનો એક જૂનો વીડિયો હાલમાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેની અર્કાઇવ લિન્ક અહીં છે. વિડીયોમાં વચ્ચેના ભાગમાં મુફ્તી સલમાન અઝહરીનો ઝહેર ઓકતો ચહેરો જોઈ શકાય છે. જ્યારે વિડીયો સ્ક્રીનના ઉપરના ભાગમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ફોટો મૂકવામાં આવેલો છે અને તેમના પર લાલ કલરથી ચોકડી મારવામાં આવી છે. નીચેના ભાગમાં લખવામાં આવ્યું છે, “હિન્દુસ્તાનમાં રહેવાવાળા સાંભળી લો.”

  વાઇરલ થઈ રહેલ વિડીયો

  કુખ્યાત મુફ્તી સલમાન અઝહરી પોતાના ઝહેરીલા અંદાજમાં કહેતો સંભળાય છે કે, “હિંદુસ્તાનની જમીન પર રહેવાવાળા અત્યારથી ગભરાવા માંડ્યા છે. શું થશે? અરે ચોર, ચમા# આવ્યા… જંગલમાં રહેવાવાળા આવા જાનવર સરકારમાં બેસીને કોઇ ગરીબના ઘર પર બુલડોઝર ચલાવે તો તમે ગભરાતા નહીં. આ તો કીડાથી પણ ઓછી તાકાત ધરાવતા બાબા છે. જેમનાથી તમારે ગભરાવવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી.”

  - Advertisement -

  તે આગળ કહેતો સંભળાય છે, “તેમણે લલકારીને કહો કે તમે તો બસ એક ઘર તોડ્યું કે, કે કોઈની દુકાન પ્ર બુલડોઝર ફેરવ્યું છે. આ તો દીવાલો જ છે… એક દિવસ ફરી બની જશે. જે દિવસે તમારું મન કરે છાતી પર ચલાવો, ત્યારે પણ અમે નબીનું નામ લેતા રહીશું.

  આમ પોતાના આ ભાષણમાં અઝહરી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કે જેઓ તોફાનીઓ સામે પોતાના બુલડોઝર એક્શનને લઈને દેશભરમાં પ્રખ્યાત છે, તેમને અત્યંત નિન્મ કક્ષાની ભાષામાં ગાળો આપતો સંભળાય છે. સાથે જ તે મુસલમાનોને સરકાર અને ખાસ કરીને CM યોગીને લલકારવા માટે ઉશ્કેરી રહેલો જણાય છે.

  અઝહરી પર ગુજરાતમાં 3 સહિત દેશભરમાં 12 FIR

  નોંધનીય છે કે હાલ મુફ્તી સલમાન અઝહરી પર ગુજરાતના જુનાગઢ, કચ્છ અને મોડાસામાં ફરીયાદો નોંધાઈ છે. દરેક જગ્યાએ રિમાન્ડ પૂરા થયા બાદ હાલ તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં પૂરવામાં આવ્યો છે.

  આ પહેલા ઑપઇન્ડિયાએ એક ખાસ સંશોધનાત્મક અહેવાલમાં આ મુફ્તી અઝહરી પર દેશભરમાં કેટલી ફરિયાદો નોંધાઈ છે તેની જાણકારી બહાર પાડી હતી. તે સમયે ગુજરાતમાં 2 અને ગુજરાત બહાર 9 થઈને કુલ 11 ફરિયાદો હતી આ કુખ્યાત મૌલાના સામે. આટલા લાંબા ગુનાહિત ઇતિહાસ ધરાવતો અઝહરી માત્ર ભડકાઉ ભાષણ આપે એટલું જ નથી, પરંતુ હિંસાત્મક પ્રવૃતિ માટે પણ તેના પર ગુના નોંધાયા છે. જે બાદ તાજેતરમાં મોડાસામાં નોંધાયેલી ફરિયાદ બાદ આ આંકડો 12 FIR સુશી પહોંચ્યો છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં