Monday, July 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટસુમનિમા ઉદાસ એક ભારત વિરોધી મહિલા, જેના નિમંત્રણ પર નેપાળ ગયા છે...

  સુમનિમા ઉદાસ એક ભારત વિરોધી મહિલા, જેના નિમંત્રણ પર નેપાળ ગયા છે રાહુલ ગાંધી

  ભારત વિરોધી નેપાળી મહિલા સુમનિમા ઉદાસના કૌટુંબિક પ્રસંગે રાહુલ ગાંધી કાઠમંડુના પ્રવાસે છે જ્યાં એક પબની તેમની મુલાકાતનો તેમનો વિડીયો વાયરલ થયો છે.

  - Advertisement -

  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી ફરી ચર્ચામાં છે. તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ નેપાળમાં ચીનનાં રાજદૂત હોઉ યાંકી સાથે પાર્ટી કરતા જોવા મળે છે. નોંધનીય બાબત એ છે કે હોઉ યાંકી એ જ મહિલા છે જેમની ઉપર નેપાળના રાજકારણીઓને ફસાવવા માટે હનીટ્રેપિંગના આરોપ લાગતા રહ્યા છે. રાહુલ ગાંધી હાલ નેપાળ ગયા છે.

  જે કાર્યક્રમનો વિડીયો વાયરલ થયો છે તે સુમનિમા ઉદાસ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. સુમનિમા રાહુલ ગાંધીની મિત્ર છે અને તેના નિમંત્રણ પર રાહુલ ગાંધી નેપાળ ગયા છે. સુમનિમાના પિતા ભીમ ઉદાસે પુષ્ટિ કરતાં કહ્યું કે તેમણે રાહુલ ગાંધીને લગ્નમાં આવવા માટેનું નિમંત્રણ પાઠવ્યું હતું.

  રાહુલ ગાંધી સોમવારે (2 મે 2022) સાંજે વિસ્તારા એરલાઈન્સની એક ફ્લાઈટ મારફતે નેપાળ પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ પણ હતા. તેઓ કાઠમંડુ સ્થિત મેરિયટ હોટેલમાં રોકાયા છે.

  - Advertisement -

  ભીમ ઉદાસ મ્યાનમારમાં નેપાળના રાજદૂત છે. બીજી તરફ, સુમનિમા ઉદાસની વાત કરવામાં આવે તો તેઓ હંમેશા ભારત વિરોધી એજન્ડાના કારણે ચર્ચામાં રહે છે. જ્યારે નેપાળ અને ભારત વચ્ચે નકશાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે પણ તેમણે ભડકાઉ વાતો કરી હતી. નેપાળે મે 2020 માં એક નવો નકશો જારી કરીને ભારતના કેટલાક હિસ્સાને પોતાના ગણાવી દીધા હતા ત્યારે સુમનિમાએ ટિપ્પણી કરતા કહ્યું હતું કે આ કામ તો દાયકાઓ પહેલાં થઇ જવું જોઈતું હતું.

  સુમનિમા ઉદાસ મીડિયા સંસ્થાન CNN માં ‘આંતરરાષ્ટ્રીય સંવાદદાતા તરીકે કામ કરી ચૂક્યાં છે. કોરોના મહામારી દરમિયાન તેમણે રસીને લઈને પણ ભારત સરકાર વિરુદ્ધ અફવા ફેલાવી હતી. જ્યારે સત્ય એ છે કે અત્યાર સુધી કોરોના રસીના 180 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે અને 86 કરોડ લોકો બંને ડોઝ લઇ ચૂક્યા છે.

  તદુપરાંત, પોણા ત્રણ કરોડ લોકો કોરોનાનો ત્રીજો ડોઝ પણ લઇ ચૂક્યા છે. તેમ છતાં સુમનિમા ઉદાસે એક લેખ શેર કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પીએમ મોદી યોગ્ય સમયે કોરોના રસીની પર્યાપ્ત ખરીદી ન કરી શક્યા અને તેના કારણે દુનિયાના અનેક દેશોમાં રસીની સમસ્યા સર્જાઈ છે. જોકે, સત્ય એ છે કે ભારતે પોતાની સ્વદેશી રસી બનાવી છે અને 90 થી વધુ દેશોને રસી આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું.

  સુમનિમા ઉદાસને તેમના ‘પત્રકારત્વ’ માટે અમેરિકામાં ‘જર્નલિસ્ટ ઓફ ધ યર’ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે અમેરિકાની લી યુનિવર્સીટીમાંથી જર્નાલિઝમ અને ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે વર્ષ 2001 માં CNN માં કામ શરૂ કર્યું હતું.

  તેમણે ભારત વિરોધી વામપંથી અરૂધંતિ રોયના એક લેખને પણ શેર કર્યો હતો જેમાં તેમણે પીએમ મોદીને ખતરનાક ગણાવીને કહ્યું હતું કે ભારત સરકાર લોકોને મહામારીમાંથી બહાર કાઢવામાં નિષ્ફળ રહી છે. આ ઉપરાંત તેમણે ‘ધ વાયર’નો પણ એક લેખ શેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી વાસ્તવિકતાથી દૂર છે અને તેમણે તમામ સંસ્થાઓને ખતમ કરી દીધી છે.

  આ ઉપરાંત, જ્યારે વિદેશમંત્રી એસ જયશંકરે ગૌતમ બુદ્ધને ભારતના મહાન વ્યક્તિત્વો પૈકીના એક ગણાવ્યા હતા ત્યારે પણ સુમનિમા ઉદાસે વાંધો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત તેમણે જામિયાના તોફાનીઓનું પણ સમર્થન કર્યું હતું તો તેઓ ભારતમાં મહિલાઓ સાથે ભેદભાવ થઇ રહ્યો છે તેવા દાવા કરતા લેખો પણ શેર કરતાં રહ્યાં છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં