Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબજેટનું બહાનું કાઢી મનીષ સિસોદિયા CBI સમક્ષ હાજર ન થયાં: દિલ્હી આબકારી...

    બજેટનું બહાનું કાઢી મનીષ સિસોદિયા CBI સમક્ષ હાજર ન થયાં: દિલ્હી આબકારી નીતિમાં કરોડોના કૌભાંડ આચરવાનો છે આરોપ

    આ પહેલા શનિવારે (18 ફેબ્રુઆરી 2023) મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે, "સીબીઆઈએ આવતીકાલે ફરીથી બોલાવ્યો છે. મારા વિરુદ્ધ તેમણે સીબીઆઈ, ઈડીની તમામ તાકાત લગાવી દીધી છે. ઘરે દરોડા, બેન્ક લોકર તપસ્યા બાદ પણ મારી વિરુદ્ધ કંઈ મળ્યું નથી. મેં દિલ્હીના બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે. તેઓ તેને રોકવા માગે છે. મેં હંમેશાં તપાસમાં સહકાર આપ્યો છે અને આપતો રહીશ. "

    - Advertisement -

    દિલ્હી આબકારી નીતિમાં કરોડોના કૌભાંડ આચરવાના આરોપમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને CBI દ્વારા હાજર થવા આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ બજેટનું બહાનું કાઢી મનીષ સિસોદિયા CBI સમક્ષ હાજર ન થયાં. જોકે સિસોદિયાએ પોતે કહ્યું હતું કે નેમની ધરપકડ થઈ શકે છે. જેના કરને તેમણે દિલ્હીનું અગામી બજેટ તૈયાર કરવા માટે 1 સપ્તાહનો સમય માંગ્યો હતો. તો બીજી તરફ CBI દ્વારા પણ તેમની આ અરજીને મંજુર કરીને હાજર થવા નવી તારીખ આપવાની તૈયારી દર્શાવી છે.

    અહેવાલો અનુસાર સમન પાઠવવા છતાં મનીષ સિસોદિયા CBI સમક્ષ હાજર ન થયાં હતા, જેને લઈને સિસોદિયાએ કહ્યું હતું કે, મે હંમેશા CBIને તપાસમાં સહયોગ આપ્યો છે. પરંતુ દિલ્હીનું અગામી અઠવાડિયું કૂબ મહત્વપૂર્ણ છે. કારણકે અમારે આ સમય દરમિયાન અગામી બજેટ તૈયાર કરવાનું છે. અને ફેબ્રુઆરીના અંત સુધીમાં તેને કેન્દ્ર સરકારને મોકલવાનું છે. તેમણે આગળ એમ પણ જણાવ્યું કે મને મારી ધરપકડ થવાનો અંદાજો હતો. જેથી મે CBI પાસે બજેટ બનાવવા માટે થોડો સમય માંગ્યો છે.

    તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ 24 કલાક બજેટ બનાવવામાં વ્યસ્ત રહે છે. તે ફેબ્રુઆરીના અંત સુધીમાં બજેટ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેઓ બજેટ બનાવ્યા બાદ એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા દરેક સવાલના જવાબ આપશે. ફેબ્રુઆરી બાદ જ્યારે પણ તેમને બોલાવવામાં આવશે ત્યારે તેઓ હાજર થઇ જશે. તેમને લાગે છે કે સીબીઆઈ અધિકારીઓ આ વાત જરૂર સમજશે. તો બીજી તરફ CBI તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે, “દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સીબીઆઈ મુખ્યાલયમાં તપાસમાં જોડાઈ રહ્યા નથી. સીબીઆઈ ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરશે.”

    - Advertisement -

    આ પહેલા શનિવારે (18 ફેબ્રુઆરી 2023) મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે, “સીબીઆઈએ આવતીકાલે ફરીથી બોલાવ્યો છે. મારા વિરુદ્ધ તેમણે સીબીઆઈ, ઈડીની તમામ તાકાત લગાવી દીધી છે. ઘરે દરોડા, બેન્ક લોકર તપસ્યા બાદ પણ મારી વિરુદ્ધ કંઈ મળ્યું નથી. મેં દિલ્હીના બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે. તેઓ તેને રોકવા માગે છે. મેં હંમેશાં તપાસમાં સહકાર આપ્યો છે અને આપતો રહીશ. “

    નોંધનીય છે કે સીબીઆઈએ ઉપરાજ્યપાલ વીકે સક્સેનાની ઓફિસથી ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલી માહિતીના આધાર પર સિસોદિયા સહિત 15 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે સિસોદિયા સહિત આરોપી સરકારી અધિકારીઓએ સક્ષમ ઓથોરિટીની મંજૂરી લીધા વિના એક્સાઇઝ પોલિસી બનાવી હતી. તેનો હેતુ ટેન્ડર પછી વેપારીઓને અયોગ્ય લાભ આપવાનો હતો. આ કેસમાં સીબીઆઈએ મનીષ સિસોદિયા સહિત 15 લોકોના નામ એફઆઈઆરમાં આરોપી ગણાવ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં