Saturday, July 13, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'₹10 કરોડનું રોકાણ કરીને ₹150 કરોડની કમાણી કરી': દારૂ કૌભાંડમાં ઊંડી ફસાઈ...

  ‘₹10 કરોડનું રોકાણ કરીને ₹150 કરોડની કમાણી કરી’: દારૂ કૌભાંડમાં ઊંડી ફસાઈ AAP, 9માં આરોપીનો દાવો – કેજરીવાલને બિઝનેસ માટે પૈસા મોકલ્યા હતા

  આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા હવે શરાબ કૌભાંડમાં વધુને વધુ ફસાતા જાય છે. ભાજપના એક સ્ટિંગ ઓપરેશનમાં એક મોટો ખુલ્સસો થયો છે.

  - Advertisement -

  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની સરકાર સામે દારૂના કૌભાંડમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ભાજપે દિલ્હી દારૂ કૌભાંડના આરોપીનો વીડિયો જાહેર કર્યો છે, જેમાં આરોપી લોકોને દારૂના કૌભાંડ વિશે જણાવી રહ્યો છે અને દાવો કરી રહ્યો છે કે કેજરીવાલને બિઝનેસ માટે પૈસા આપ્યા હતા. ભાજપ તેને સ્ટિંગ ઓપરેશન ગણાવી રહ્યું છે

  આ વિડીયોમાં દારૂ કૌભાંડનો આરોપીત નંબર 9 અમિત અરોડા છે જે સામેની વ્યક્તિને કહી રહ્યો છે કે દિલ્હી સરકારની દારૂની નીતિથી કયા લોકોને ફાયદો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તે કેવી રીતે કરવામાં આવ્યો. આમાં વ્યક્તિએ વિગતવાર સમજાવ્યું છે. તેમણે કહ્યું કે આમાં આમ આદમી પાર્ટીના નેતાઓને હજારો કરોડનો ફાયદો થયો છે. વ્યક્તિએ કહ્યું કે જે લોકોને ફાયદો થયો છે તેમણે અરવિંદ કેજરીવાલને પૈસા આપ્યા છે. કોઈએ 100 કરોડ આપ્યા, કોઈએ 60 કરોડ તો કોઈએ 30 કરોડ આપ્યા.

  વીડિયોમાં જે વ્યક્તિ અમિત અરોરાને કહેવામાં આવી રહી છે તે કહે છે, “જુઓ, એવું છે કે ઈન્ડો સ્પીરીટના લોકો 100 કરોડ રૂપિયા એડવાન્સ આપીને બેઠા હતા. તેઓ કહેતા હતા કે જોડાવાની કિંમત 100 રૂપિયા છે. તે બધાને કહેતો હતો કે સૌથી મોટો ધંધો તેની પાસે છે. હવે તો 100 રૂપિયાના જોઇનિંગમાં પણ બ્લેક એન્ડ વ્હાઇટ કરવાનો ધંધો છે. ભાઈ, આજે તમે કોઈને 100 રૂપિયા એડવાન્સ આપી દો અને જ્યારે તમને પાછા મળે ત્યારે બધા વ્હાઈટ. જે રોકડ આપી રહ્યો છે તે માત્ર વ્હાઈટને બ્લેક બનાવી રહ્યો છે. મેં રોકડ આપી છે અને તમે નિશ્ચિત માર્જિન આપ્યું છે. તે પછી અમન ડલ આપી જે 60-70 કરોડની માર્કેટમાં છે તેણે આપ્યા. કારણ કે, દરેક માણસ કહેતો હતો કે અમને પણ ધંધો આપો. તેઓ આટલામાં આપી દેશે કોઈને પણ. આટલા પૈસા ચૂકવવાની કોઈની હિંમત નથી. હવે આટલા પૈસા અમે ક્યાંથી લાવીશું?”

  - Advertisement -

  વીડિયોમાં દેખાતો વ્યક્તિ આગળ કહે છે, “આમ જ એક છે મહાદેવ લીકર. મહાદેવ લિકરે પણ આટલી જ રકમ એટલે કે 50 કરોડ રૂપિયા આપ્યા હતા. આના વગર ધંધો થઈ શકતો નથી. તેવી જ રીતે, તે વિવાંસ સ્પીરીટ છે. તેનો બિઝનેસ તેનાથી થોડો ઓછો હતો એટલે તેણે 30 કરોડ આપ્યા. અમન ડલ અને અનંત વાઈન્સ નામના બે માણસોને 10,000 કરોડ રૂપિયાનો બિઝનેસ આપવામાં આવ્યો હતો. આ ફક્ત બે જ માણસોને શા માટે આપવામાં આવ્યા? ગ્રાહક માટે સ્પર્ધા સારી બાબત છે. આજની તારીખમાં, અમન ડલ, પ્રિન્ટકો અને અનંત પંજાબમાં કોઈપણનો વ્યવસાય બંધ કરાવી શકે છે. જે આ માલ નહીં આપે તેની દુકાન બંધ કરી દેવામાં આવશે. તે ગરીબ માણસ તેને ચૂકવીને મરી જશે.”

  તે વ્યક્તિ આગળ કહે છે, “પંજાબમાં કહેવાની હિમ્મત કાર તેવા કોઈપણ છૂટક વેપારીને પૂછો કે આમાં મારું નામ એટલા માટે છે કારણ કે હું રિટેલર છું અને હું દિનેશ અરોરાને ઓળખતો હતો. લોકો મને દિનેશ અરોરા સમજે છે, પણ મારું નામ અમિત અરોરા છે. મને એક ટકા પણ ધંધો નથી મળ્યો. મારો છૂટક વેપાર છે, જે મને હાઈકોર્ટમાંથી મળ્યો છે. હવે મારું નામ નાખી દીધું. મારું નામ દાખલ કરતાં હું પૂછપરછમાં જોડાયો. પોલિસી બનાવવાનું બધુજ કામ વિજય નાયર, સમીર મહેન્દ્રુ , મેડમ ચઢ્ઢા, અમન ડલ અને એક અરુણ પિલ્લઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

  આ કૌભાંડમાં સંડોવાયેલા લોકોના નામ લેતા વ્યક્તિ આગળ કહે છે, “આ જે અમન ડલ છે તે બ્રિન્ડકોનો છે અને જે સમીર મહેન્દ્રુ છે તે ઈન્ડો સ્પિરિટ છે, મેડમ ચઢ્ઢા મહાદેવ લિકર છે. જો માણસ ડ્રગ્સ વેચે તો પણ તે આટલો ધંધો કરી શકશે નહીં. 10 કરોડ લગાવ્યા છે. અને અત્યાર સુધીમાં 150-150 કરોડની કમાણી કરી છે. તે માત્ર પૈસા કમાવવાનો રસ્તો ન હતો, તે બીજી રીત હતી. તમે શું કર્યું, 100 કરોડ રૂપિયા એડવાન્સમાં આપી દીધા. તેઓ ચૂંટણીમાં ગમે ત્યાં 100 કરોડ લગાવે છે. હવે જ્યારે તે પૈસા પાછા આવશે ત્યારે… પહેલી પોલિસી એવી છે કે અંદર લખેલું છે કે તમારે આ પૈસાના 12 ટકા ચૂકવવા પડશે. મેં મારા જીવનમાં આવો ધંધો ક્યારેય જોયો નથી.

  અમિત અરોરાના કહેવા પ્રમાણે, “જો આ ચાલુ રહે તો તે હજારો કરોડની છેતરપિંડી હતી. પણ અધવચ્ચે જ ખબર પાડી ગઈ. આ એવી ખુલ્લી છેતરપિંડી હતી કે એક્સાઇઝના પટાવાળાને પણ ખબર હતી કે શું થઈ રહ્યું છે. તેઓએ શું કર્યું કે દુનિયાના તમામ લોકોને માર્યા અને કેટલાક લોકોને જીવતા કર્યા. તમામ જૂના છૂટક વેપારીઓને મારી નાખ્યા. અગાઉ 10 લાખ રૂપિયામાં હોલસેલ લાઇસન્સ મળતું હતું. આમને 5 કરોડ કરી નાખ્યા. ભારતમાં ક્યાંય 5 કરોડ રૂપિયાનું લાયસન્સ નથી. આ કેમ થયું, જેથી નાના ખેલાડીનું કોઈ વજૂદ ન બચે. દિલ્હીનો આખો લિકર બિઝનેસ 15,000 કરોડ રૂપિયાનો છે અને પ્લાન એ હતો કે તમામ બિઝનેસ ખાલી આ ચાર લોકો પાસે આવે.

  દિલ્હી સરકાર પર આરોપ લગાવતા તે વ્યક્તિ કહે છે, “તેઓને કોઈ રિટેલર પાસેથી પૈસા મળતા ન હતા. તેમને હોલસેલમાંથી પૈસા મળતા હતા. તેઓ ઘણા હોલસેલર વેપારીઓ ઇચ્છતા હતા. તેઓએ અહીં નક્કી કર્યું છે કે તેઓ ગમે તેટલો દારૂ વેચે, કોઈ ક્વોટા નક્કી નથી. આ 12 ટકા કમિશન હતું, જેમાંથી તેમને 6 ટકા મળતા હતા. તેણે ઓબેરોય હોટલમાં અને લોધી હોટલમાં બેસીને પોલિસી બનાવી. આ પછી તેમણે 6 ટકાની રમત રમી. આમાં 400-500 કરોડ રૂપિયા થયા હશે.

  ભાજપે લગાવ્યા આક્ષેપો

  વીડિયો અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ દ્વિવેદીએ ગુરુવારે (15 સપ્ટેમ્બર, 2022) કહ્યું હતું કે નવી રાજનીતિ શરૂ કરનારાઓનો દારૂ જુનો થવાની સાથે તેમનો અસલી ચહેરો સામે આવી રહ્યો છ . તેમણે કહ્યું કે આ પહેલા પણ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં દિલ્હી સરકારનો પર્દાફાશ થયો હતો.

  તે જ સમયે, દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલનું દરેક કામ ભ્રષ્ટાચાર તરફ દોરી જાય છે અને તેમના લોકોને ફાયદો થાય છે. 15,000 કરોડનો દારૂ વેચાયો, જેનાથી દિલ્હીની આવકને નુકસાન થયું. 165 ટકા આવક ઘટાડીને એક ટકા કરવામાં આવી હતી.

  આગળ ગુપ્તાએ કહ્યું કે અગાઉ સ્ટિંગમાં સ્પષ્ટ થયું હતું કે કમિશન 2 ટકાથી વધારીને 12 ટકા કેવી રીતે કરવામાં આવ્યું જેથી 6 ટકા આમ આદમી પાર્ટીના નેતાઓને જાય. તેમણે કહ્યું કે બ્લેક લિસ્ટમાં સામેલ એવા કોન્ટ્રાક્ટરોને દારૂના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. દિલ્હી બાદ પંજાબમાં પણ આ જ મોડલ અપનાવવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્ય માટે બે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

  બીજેપી નેતા મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મૂડીવાદી મિત્રોના ફાયદા માટે હોટલમાં બેસીને નવી એક્સાઇઝ પોલિસી બનાવી. કોન્ટ્રાક્ટરો પાસેથી છ ટકા કમિશન એડવાન્સ લેવામાં આવ્યું હતું અને તેમને ફાયદો થયો હતો. આટલું જ નહીં કાળા કારોબારના નાણાને સફેદમાં ફેરવી નાખ્યા હતા.

  આમ આદમી પાર્ટીએ આરોપોને નકારી કાઢ્યા

  ભાજપના આરોપો પર આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે ED અને CBIએ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘર, ઓફિસ અને પૈતૃક ઘર સહિત 30 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ એજન્સીઓને અહીં કશું મળ્યું નથી. જો તેની પાસે પુરાવા મળ્યા હોત તો તેમણે મનીષ સિસોદિયાની ધરપકડ કરી હોત.

  આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભાજપ ગુજરાતમાં પાર્ટીની લોકપ્રિયતાથી ગભરાઈ ગઈ છે . આથી આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને પરેશાન કરી રહ્યા છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં