Monday, April 29, 2024
More
    હોમપેજદેશજુમ્માની નમાજ બાદ બરેલીમાં એકઠું થયું ઈસ્લામી ટોળું, પરત ફરતી વખતે મચાવ્યો...

    જુમ્માની નમાજ બાદ બરેલીમાં એકઠું થયું ઈસ્લામી ટોળું, પરત ફરતી વખતે મચાવ્યો ઉત્પાત, ફેંક્યા પથ્થર: મૌલાના તૌકીર રઝાના એલાનથી તણાવ, પોલીસે કહ્યું- હાલ શાંતિ

    અમુક વાહનોમાં તોડફોડ કરવામાં આવી અને અમુક દુકાનદારોની દુકાનમાં પણ હોબાળો મચાવવામાં આવ્યો. આ ઘટના બાદ શ્યામગંજ બજાર બંધ થઈ ગયું હતું. ઘટનાના અમુક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારે (9 ફેબ્રુઆરી, 2024) જુમ્માની નમાજ બાદ સ્થિતિ તણાવપૂર્ણ બની ગઇ હતી. મૌલાના તૌકીર રઝાના ‘જેલ ભરો’ના એલાન બાદ મુસ્લિમ ભીડ ઇસ્લામિયા ગ્રાઉન્ડ પહોંચી ગઈ હતી અને નારાબાજી સાથે પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ એક તરફ પોલીસે મૌલાનાની અટકાયત કરી તો બીજી તરફ ટોળાએ ઉત્પાત મચાવ્યો હતો અને એક-બે યુવકો સાથે મારપીટ પણ થઈ. હાલ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અને વિસ્તારમાં શાંતિ છે. 

    જ્ઞાનવાપી મામલામાં કોર્ટના આદેશ પર ‘વ્યાસજી કા તહેખાના’માં પૂજા શરૂ થયા બાદ મૌલાના તૌકીર રઝાએ ‘જેલભરો’નું આહવાન કર્યું હતું. શુક્રવારે જુમ્માની નમાજ બાદ તેની અસર જોવા મળી અને બપોરથી જ મુસ્લિમ ટોળું એકઠું થવા માંડ્યું હતું. ત્યારબાદ મામલો વધુ તણાવપૂર્ણ બનતાં પોલીસે મોરચો સંભાળ્યો અને ભીડને કાબૂમાં લીધી હતી. બીજી તરફ, મૌલાનાની અટકાયત કરી લેવામાં આવી. 

    થોડો સમય હોબાળાની સ્થિતિ રહ્યા બાદ લગભગ પોણા ચાર વાગ્યે ટોળું વિખેરાવા માંડ્યું. પરંતુ પરત ફરતી વખતે ઇસ્લામી ટોળાએ ઉત્પાત મચાવ્યો અને મૌલાના આઝાદ ઇન્ટર કોલેજની સામે કપિલ અને સાગર નામના બે યુવકો સાથે મારપીટ કરી. આ યુવકોની માત્ર બાઇક તેમની સાથે અડી જતાં ટોળાએ તેમને મારા માર્યો અને ત્યારબાદ પથ્થર પણ ફેંકવાના શરૂ કરી દીધા. બંને યુવકો બાઇક છોડીને ભાગ્યા તો તેમની બાઈક પણ તોડવામાં આવી.

    - Advertisement -

    ત્યારબાદ અન્ય પણ અમુક વાહનોમાં તોડફોડ કરવામાં આવી અને અમુક દુકાનદારોની દુકાનમાં પણ હોબાળો મચાવવામાં આવ્યો. આ ઘટના બાદ શ્યામગંજ બજાર બંધ થઈ ગયું હતું. ઘટનાના અમુક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 

    આ મામલે બરેલી પોલીસે જણાવ્યું કે, ‘9 ફેબ્રુઆરીએ મૌલાના તૌકીર રઝા દ્વારા જુમ્માની નમાજ બાદ પોતાની ધરપકડનું એલાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શાંતિપૂર્વક સંપન્ન થઈ ગયો છે. શ્યામગંજ પાસે અમુક અરાજક તત્વો દ્વારા ત્રણ યુવકો સાથે મારપીટ કરવામાં આવી, જેમાં 2ને સામાન્ય ઈજા પહોંચી છે. અરાજક તત્વોની ઓળખ કરીને તુરંત ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સ્થળ પર શાંતિ છે અને પોલીસબળ તહેનાત કરવામાં આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે મૌલાના તૌકીર રઝાએ આ ઘટનાક્રમ પહેલાં એક ભડકાઉ નિવેદન પણ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, જે લોકો અમારા પર હુમલો કરશે, તેને મારી નાખીશું. મૌલાના તૌકીર રઝાનું કહેવું છે કે હવે બુલડોઝર નહીં સહન કરવામાં આવે. આટલું જ નહીં, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી માટે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં