Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇસ્લામવાદીઓનો હિંદુદ્વેષ ખતમ થવાનું નામ નથી લેતો: અમદાવાદનાં ઇર્શાદ પઠાણે ટ્વિટર પર...

    ઇસ્લામવાદીઓનો હિંદુદ્વેષ ખતમ થવાનું નામ નથી લેતો: અમદાવાદનાં ઇર્શાદ પઠાણે ટ્વિટર પર શિવલિંગ માટે નિમ્નકક્ષાની ટિપ્પણી કરી

    અમદાવાદના ઈર્શાદે ટ્વિટર પર શિવલિંગનું અપમાન કરતાં હિંદુઓની લાગણી ઘવાઈ હતી અને તેમણે અમદાવાદ તેમજ ગુજરાત પોલીસને તેના પર કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

    - Advertisement -

    જ્ઞાનવાપી વિવાદિત માળખામાં ભગવાન શિવજીનું પૌરાણિક શિવલિંગ મળી આવ્યા બાદ દરેક જગ્યાએ ઇસ્લામવાદીઓ દ્વારા અવાર નવાર ભગવાન શંકર અને શિવલિંગનું અપમાન થતું આવ્યું છે. એવા જ એક ઘૃણાસ્પદ કિસ્સામાં આજે અમદાવાદનાં એક ઇર્શાદ પઠાણ નામના વ્યક્તિએ ટ્વિટર પર શિવલિંગ વિષે ખૂબ જ નિમ્નકક્ષાની ટિપ્પણી કરી હતી, જે બાદ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.

    ઇસ્લામવાદી ઇર્શાદ દ્વારા શિવલિંગ વિષે કરાયેલ ટિપ્પણીનો સ્ક્રિનશોટ (ફોટો : ટ્વિટર)

    આ ટિપ્પણી કર્યા બાદ ટ્વિટર પર લોકોમાં ખૂબ રોષની લાગણી વ્યાપવા પામી હતી. લોકોએ ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ, ગૃહ મંત્રાલય વગેરેને ટેગ કરીને આ માણસ સામે પગલાં લેવાની માંગણીઓ કરી હતી. જે સામે હજુ એમાથી કોઈ તરફથી કશો પ્રતીભાવ મળ્યો નથી.

    ઇર્શાદ પઠાણે પોતાની ટ્વિટમાં હિન્દુઓના આરાધ્ય ભગવાન શિવના પ્રતિક સમાન શિવલિંગનું અપમાન કરતાં લખ્યું હતું કે, “એક શિવલિંગ મારા પેંટની અંદર પણ છે, એમાં પણ કોઈએ તપાસ કરવી છે?” પોતાની આ ટ્વિટ પર વિવાદ થયા બાદ ઈર્શાદે પોતાની આ ટ્વિટની સાથે સાથે પોતાની ટ્વિટર પ્રોફાઇલ પણ ડિલીટ કરી દીધી હતી. પરંતુ ઘણા લોકોએ સમય સૂચકતા વાપરીને એની ટ્વિટના તથા પ્રોફાઇલના સ્ક્રિનશોટ પહેલેથી લઈ રાખેલ હતા.

    - Advertisement -
    પ્રોફાઇલ ડિલીટ થયા પહેલા લેયયેલો સ્ક્રીનશોટ (ફોટો : ટ્વિટર)

    ઇર્શાદની પ્રોફાઇલના સ્ક્રિનશોટમાં જોઈ શકાય છે એનું નામ ઇર્શાદ પઠાણ છે. એના અકાઉન્ટનું નામ Essa Khan હતું અને યુઝરનેમ @irsadpathan47 હતું. પ્રોફાઇલ મુજબ એ આમદવાદનો રહેવાસી છે અને આમદવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરેલો હોય એવું જણાય છે. પોતાનો વ્યવસાય એણે એકાઉન્ટન્ટનો દર્શાવ્યો હતો.

    આ ઘટના પર ઘણા હિન્દુઓની લાગણી સ્વાભાવિકપણે દુભાઈ હતી. એક ટ્વિટર યુઝર @Vhindustani_ એ ઇર્શાદની ડિલીટ કરાયેલ ટ્વિટનો સ્ક્રિનશોટ શેર કરતાં ગૃહપ્રધાન, ગૃહમંત્રાલય, અમદાવાદ અને ગુજરાત પોલીસે ટેગ કરીને આ વ્યક્તિ પર કડકમાં કડક કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.

    અન્ય એક ટ્વિટર યુઝર @thephukdi એ પણ અમદાવાદ અને ગુજરાત પોલીસને ટાંકીને લખ્યું હતું કે “આ માણસ ધાર્મિક ઘર્ષણ કરાવવા ઈચ્છે છે, એ તરફ જુઓ.”

    ટ્વિટર આઈડી @whattheSHree એ આમદવાદ પોલિસને ટાંકીને લખ્યું કે, “કૃપા કરીને આ ટ્વિટ પર ધ્યાન આપો. મારા ધાર્મિક માન્યતાઓ વિશે આ ટ્વીટ્સ અપમાનજનક છે. મારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોચી છે.”

    અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં ઇસ્લામવાદીઓ દ્વારા આ પહેલા પણ શિવલિંગ વિષે અપમાનજનક થયેલ છે. આ પહેલા ગુજરાત AIMIMના નેતા દાનિશ કુરેશી દ્વારા શિવલિંગ વિષે અભદ્ર ટિપ્પણી કરતાં એની ધરપકડ થઈ હતી. પોતાને કોંગ્રેસના સ્ટેટ કો-ઓર્ડીનેટર ગણાવતા અફઝલ લાખાણીએ પણ થાળી અને પ્યાલાનો ફોટો મુકીને તેને શિવલિંગ સાથે સરખાવીને હિંદુઓની લાગણીઓનું અપમાન કરતી પોસ્ટ ફેસબુક પર મૂકી હતી.

    માત્ર ઇસ્લામવાદી લોકો જ નહિઁ પરંતુ ગુજરાતનાં એક ખ્યાતનામ સમાચારપત્રએ પણ કાર્ટુન દ્વારા શિવલિંગનું અપમાન કર્યું હતું.

    હવે જોવાનું એ છે કે સોશિયલ મીડિયા પર આટલી સંખ્યામાં લોકો દ્વારા વિષય પોલીસના ધ્યાન પર લાવ્યા બાદ શું પોલીસ આ વિષયમાં કઈક પગલાં લેશે કે નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં