Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતે બ્રિટનને ચખાડ્યો તેનો જ સ્વાદ: લંડનમાં ભારતીય દૂતાવાસ હુમલા બાદ દિલ્હીમાં...

    ભારતે બ્રિટનને ચખાડ્યો તેનો જ સ્વાદ: લંડનમાં ભારતીય દૂતાવાસ હુમલા બાદ દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશન અને બ્રિટિશ રાજદૂતના ઘર પાસેથી બેરીકેટ્સ, બાહ્ય સુરક્ષા દૂર કરાઈ

    ખાસ સુરક્ષા પગલાં જેમ કે રોડ ડાયવર્ટર, સ્પીડ બ્રેકર, રેતીની થેલીઓથી બનેલા બંકરો, પીસીઆર વાન અને પરિસરની બહાર તૈનાત સ્થાનિક પોલીસ દૂર કરવામાં આવી છે.

    - Advertisement -

    એક નાટકીય પગલામાં, ભારતીય સત્તાધીશોએ બ્રિટિશ હાઈ કમિશન અને દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાનની સામેથી સુરક્ષા હટાવી દીધી છે. આશ્ચર્યજનક રીતે આવેલા આ નિર્ણયને લંડનમાં ભારતીય હાઈ કમિશન પર તાજેતરમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાની પ્રતિક્રિયા તરીકે જોવામાં આવી રહ્યો છે.

    અહેવાલો મુજબ ભારતીય સત્તાધીશોએ બ્રિટિશ હાઈ કમિશન અને બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાનની સામેથી બેરિકેડ્સ હટાવી દીધા છે અને ભારતમાં બ્રિટિશ મિશનને પૂરી પાડવામાં આવતી તમામ બાહ્ય સુરક્ષા દૂર કરી છે.

    ચાણક્યપુરી ડિપ્લોમેટિક એન્ક્લેવ ખાતે શાંતિપથ પર બ્રિટિશ હાઈ કમિશનના ગેટની સામે લગાવેલા બેરિકેડ અને બંકરોને હટાવવા ઉપરાંત, દિલ્હી પોલીસની ટીમ અને ત્યાં તહેનાત પીસીઆર વાન પણ હટાવી દેવામાં આવી છે.

    - Advertisement -

    એ જ રીતે, લ્યુટિયન્સ દિલ્હી વિસ્તારમાં મીના બાગ ખાતે રાજાજી માર્ગ પર બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસના નિવાસસ્થાનની સામે લગાવવામાં આવેલા બેરિકેડ્સને પણ દિલ્હી પોલીસે હટાવી દીધા છે.

    શું શું દૂર કરાયું?

    ખાસ સુરક્ષા પગલાં જેમ કે રોડ ડાયવર્ટર, સ્પીડ બ્રેકર, રેતીની થેલીઓથી બનેલા બંકરો, પીસીઆર વાન અને પરિસરની બહાર તૈનાત સ્થાનિક પોલીસ દૂર કરવામાં આવી છે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વિઝ્યુઅલ દર્શાવે છે.

    અહેવાલ મુજબ, ભારત સરકારનો અભિપ્રાય છે કે ભારતમાં બ્રિટિશ હાઈ કમિશન પહેલેથી જ સલામત ક્ષેત્રમાં છે, અને આવા વધારાના સુરક્ષા પગલાંની કોઈ આવશ્યકતા નથી.

    રવિવારે જ્યારે ખાલિસ્તાની તત્વો દ્વારા ભારતીય દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે યુકે સરકાર લંડનમાં ભારતીય હાઈ કમિશન ઓફિસને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહી હતી. તે પછી આ ભારત દ્વારા પારસ્પરિક પગલા તરીકે આમ કરવામાં આવ્યું છે. આ મુદ્દા પર સરકારના ઉચ્ચ સ્તરે મૂલ્યાંકન પછી પગલાં લેવાયા છે.

    બ્રિટિશ હાઈ કમિશને આ બાબતે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે તેઓ સુરક્ષાના મામલામાં કોઈ ટિપ્પણી કરતા નથી.

    બ્રિટિશ સરકારે ભારતના ઈન્પુટની કરી અવગણના અને ભારતીય દૂતાવાસ પર થયો હુમલો

    રવિવારે (19 માર્ચ) સાંજે, ખાલિસ્તાની તરફી તત્વો લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં ઘૂસી ગયા હતા અને પરિસરમાંથી ત્રિરંગો હટાવી દીધો હતો.

    જે વિડીયો સામે આવ્યો છે તેમાં ખાલિસ્તાનીઓનું ટોળું ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કરતું જોઈ શકાય છે. ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ ના નારાઓ વચ્ચે, નારંગી પાઘડી પહેરેલો એક વ્યક્તિ બિલ્ડિંગની દિવાલોને સ્કેલ કરતો અને ભારતીય ધ્વજ નીચે ખેંચતો જોવા મળ્યો હતો.

    ભારત સરકારે આ હુમલાની સખત નિંદા કરી હતી અને બ્રિટિશ હાઈ કમિશનરને બોલાવીને તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભારત ખાસ કરીને ગુસ્સે છે કારણ કે ભારતીય સત્તાવાળાઓએ તેમના બ્રિટિશ સમકક્ષોને ખાલિસ્તાન તરફી જૂથો દ્વારા સંભવિત હિંસક વિરોધ વિશે જાણ કરી હતી, પરંતુ બ્રિટિશ સરકારે તે ઇનપુટની અવગણના કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં