Saturday, September 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલંડનમાં ભારતીય ઉચ્ચાયુક્ત પર ખાલિસ્તાનીઓનો હુમલો: ત્રિરંગાનું પણ કર્યું અપમાન, ભારતે સુરક્ષામાં...

    લંડનમાં ભારતીય ઉચ્ચાયુક્ત પર ખાલિસ્તાનીઓનો હુમલો: ત્રિરંગાનું પણ કર્યું અપમાન, ભારતે સુરક્ષામાં થયેલી ચૂકનું સ્પષ્ટીકરણ માંગ્યું

    બ્રિટનમાં ખાલિસ્તાનીઓ પહેલાથી જ પાકિસ્તાનના સમર્થન થાકી સક્રિય રહ્યા છે. ઘણીવાર ભારતનો વિરોધ કરી ચુક્યા છે.

    - Advertisement -

    ભારતમાં ખાલિસ્તાની અમૃત પાલ સિંઘ અને તેના સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેના પડઘા બ્રિટનમાં પડ્યા છે. કેટલાક ખાલિસ્તાનીઓ લંડન સ્થિત ભારતીય ઉચ્ચાયુક્તની ઓફિસ પર હુમલો કર્યો છે. એટલું જ નહીં પરંતુ ભારતીય ત્રિરંગાને પણ નુકસાન પહોચાડ્યું છે. આ બાબતને ભારતે કડક શબ્દોમાં વખોડીને યુકે સરકારને કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે. 

    મળતી માહિતી અનુસાર, હાલમાં જ ભારતમાં વારીસ દે પંજાબનો મુખ્ય કર્તાધર્તા અમૃતપાલ સિંઘના વિરોધમાં કાર્યવાહી ચાલુ છે. જેમાં તેના અસંખ્ય સમર્થકોની ધરપકડ ચાલુ છે, તેમજ અમૃતપાલ સિંઘની શોધખોળ ચાલુ છે. આ બાબતને લઈને ખાલિસ્તાની દ્વારા લંડન સ્થિત ભારતીય ઉચાયુક્તને નિશાન બનાવ્યાની ખબર સામે આવી છે. આ દરમિયાન પરિસરમાં તોડફોડ કરવામાં આવી તેમજ ત્રિરંગાનું અપમાન પણ કરવામાં આવ્યું છે. આ હુમલો કરનારાઓમાં આશરે 70થી 80 લોકો હતા. સૌથી ચોકાવનારી વાત એ હતી કે અહિયાં સુરક્ષા નગણ્ય હતી. માટે જ હુમલાવરો આ ઘટનાને અંજામ આપી શક્યા. 

    ભારતે આ ઘટનાને કડક હાથે વખોડીને ભારત સ્થિત બ્રિટીશ ઉચ્ચાયુક્તને આ ઘટના બાબતે બોલાવ્યા હતા. પરંતુ મુખ્ય ઉચ્ચ્યુક્ત હાજર ન હોવાથી તેના ઉપપ્રમુખ વિદેશ મંત્રાલય પહોચ્યા હતા. મળતી જાણકારી મુજબ ભારતે આ ઘટના પર કડક વલણ દર્શાવ્યું છે. તેમજ કડકમાં કડક પગલા ભરવા માટે પણ કહેવાયું છે. જો કે આ ઘટના બાદ બ્રિટન સ્થિત ભારતીય ઉચ્ચ્યુક્તની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

    - Advertisement -

    બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે આ ઘટનાની નિંદા કરી છે.  તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે જે પણ થયું છે તે અસ્વીકાર્ય છે. તેમણે ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. જો કે ભારતે આ મામલે રીપોર્ટ માંગ્યો છે. તેમણે સ્પષ્ટીકરણ માંગ્યું છે કે ઘટના સમયે ત્યાં સુરક્ષાકર્મીઓ હાજર કેમ ન હતા? અરાજકવાદીઓ ત્યાં સુધી પહોચી જ કેવી રીતે શક્યા? 

    તમને જણાવી દઈએ કે બ્રિટનમાં આ અલગાવવાદી વિચારધારા ધરાવનારાઓ પહેલાથી જ ત્યાં સક્રિય છે. અગાઉ પણ ત્યાં આવા કૃત્યોને અંજામ આપી ચુક્યા છે. આ લોકોને પાકિસ્તાની જાસુસી સંસ્થા ISIનો પૂરો ટેકો મળી રહે છે. તેના જ ફંડનો ઉપયોગ કરીને અનેક વાર ત્યાં ભારત વિરોધી કર્યો કરી ચુક્યા છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં