Friday, March 21, 2025
More
    હોમપેજગુજરાતભારતની જીત બાદ દહેગામમાં વિજય સરઘસ કાઢી રહ્યા હતા હિંદુઓ, કસ્બાની 'મોટી...

    ભારતની જીત બાદ દહેગામમાં વિજય સરઘસ કાઢી રહ્યા હતા હિંદુઓ, કસ્બાની ‘મોટી મસ્જિદ’ પાસે મુસ્લિમ ટોળાંએ કરી દીધો હુમલો: મોહમ્મદ, અરબાજ, સાજિદ સહિતના ટોળાં વિરુદ્ધ ગુનો દાખલ- OpIndia Exclusive

    પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, આરોપી મોહમ્મદ, અરજાબખાન, ઓવેશ, સાજિદહુસૈન, વસીમ, મોહમ્મદ તોફીક, સંજય, મોહમ્મદ ઈરફાન અને નાસીર ખાન સિવાયના 6ના ટોળાં વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 189(2), 191(2), 191(3), 352 અને 324(4) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    ICC ચેમ્પિયન્સ ટ્રોફી (ICC Champions Trophy) 2025ની ફાઇનલમાં ભારતે (India) ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટ્રોફી પોતાના નામે કરી દીધી હતી. આ ઐતિહાસિક ક્ષણ બાદ દેશભરમાં ઉજવણી થઈ રહી હતી. તે જ અનુક્રમે ગાંધીનગરના (Gandhinagar) દહેગામમાં (Dehgam) પણ ઉજવણી ચાલી રહી હતી. દહેગામમાં હિંદુ યુવાનો (Hindu Youth) ભારતની જીત બાદ વિજય સરઘસ કાઢી રહ્યા હતા, તે દરમિયાન અચાનક ‘કસ્બા’ વિસ્તારમાં ‘ઉગમણોવાસ મોટી મસ્જિદ’ પાસે મુસ્લિમ ટોળાંએ પથ્થરમારો કરીને હુમલો કરી દીધો હતો. ઘટનાના પગલે FIR નોંધવામાં આવી છે અને કેટલાક મુસ્લિમ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

    ઘટનાની વિગતો અનુસાર, રવિવારે (9 માર્ચ) ભારતની જીત બાદ ગાંધીનગરના દહેગામમાં હિંદુઓ વિજય સરઘસ કાઢી રહ્યા હતા. તે દરમિયાન લોકો ‘ભારત માતા કી જય’ના નારા પણ લગાવી રહ્યા હતા. વિજય સરઘસ ‘કસ્બા’ વિસ્તારમાં ‘ઉગમણોવાસ મોટી મસ્જિદ’ પાસે પહોંચતા ત્યાં મુસ્લિમ ટોળાંએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ દરમિયાન અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

    આ ઉપરાંત આ પથ્થરમારા 3 હિંદુ યુવાનો પણ ઘાયલ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક ગાંધીનગર હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પથ્થરમારા ઘાયલ થયેલ હિંદુ યુવક ધવલ મિસ્ત્રીએ દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી મોહમ્મદ, અરબાજખાન, ઓવેશ, સાજિદહુસૈન, વસીમ, મોહમ્મદ તોફીક, સંજય, મોહમ્મદ ઈરફાન અને નાસીરખાન સહિત 6ના અજાણ્યા ટોળાં વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    - Advertisement -

    ઉગમણોવાસ મોટી મસ્જિદ પાસે મુસ્લિમ ટોળાંએ હુમલો કર્યો હોવાનો આરોપ

    FIR અનુસાર, ફરિયાદી ધવલ મિસ્ત્રી ભારતની જીતની ખુશીમાં તેમના મિત્રની બાઇક લઈને વિજય સરઘસની બાઇક રેલીમાં જોડાયા હતા. રાત્રિના લગભગ 11 કલાકે આ રેલી મુસ્લિમ કસ્બામાં પહોંચી હતી. તે સ્થળે ઉગમણોવાસ મોટી મસ્જિદ પાસે મુસ્લિમ ટોળું બેસી રહ્યું હતું. ફરિયાદમાં કહેવાયું છે કે, ગાડીઓની રેસના અવાજના કારણે ટોળું ઉશ્કેરાઈ ગયું હતું અને ‘અહીં કેમ આવ્યા છો?’ કહીને હુમલો કરી દીધો હતો. આ સાથે જ આરોપ છે કે, મુસ્લિમ ટોળાંએ વિજયની ઉજવણી કરી રહેલા લોકોને ગાળો પણ આપી હતી.

    ફોટો- FIRમાંથી

    વધુમાં કહેવાયું છે કે, આ ઘટના બાદ બીજા બે-ત્રણ મુસ્લિમો હાથમાં લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા અને રેલી પર તૂટી પડ્યા હતા. જે દરમિયાન સાત-આઠ બાઇકોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. FIR મુજબ, આ ઘટના બાદ ફરિયાદી ડરી ગયા હતા અને બાઇક ત્યાં જ છોડીને ભાગવા લાગ્યા હતા. દરમિયાન તેઓ ઘાયલ થઈ ગયા હતા. જે બાદ સ્થળ પર રહેલા અન્ય હિંદુઓએ તેમને રિક્ષામાં બેસાડીને ગાંધીનગર સિવિલ હૉસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, ફરિયાદીના પગમાં ફ્રેકચર થયું છે.

    ફરિયાદીની ચાલી રહી છે સારવાર, કેટલાક આરોપીઓની થઈ છે ધરપકડ

    ઑપઇન્ડિયા સાથે થયેલી વાતચીતમાં પીડિત ફરિયાદીના ભાઈએ જણાવ્યું હતું કે, હાલ ફરિયાદીની સારવાર ચાલી રહી છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, હૉસ્પિટલમાં તેઓ એકલા છે અને ભાઈની સારવાર કરાવી રહ્યા છે. ફરિયાદીના ભાઈ રાહુલ હાલ પીડિતની સાથે હૉસ્પિટલમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ તેમણે ઘટનાને લઈને પછીથી વિશેષ માહિતી આપવાનું પણ કહ્યું છે. માહિતી સામે આવ્યા બાદ રિપોર્ટને અપડેટ કરી દેવામાં આવશે.

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા દહેગામ પોલીસ સ્ટેશનના PI દેસાઈએ જણાવ્યું છે કે, ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થિતિને કાબૂમાં લેવા માટે કવાયત હાથ ધરી હતી. વધુમાં તેમણે કહ્યું છે કે, આરોપી મોહમ્મદ, અરજાબખાન, ઓવેશ, સાજિદહુસૈન, વસીમ, મોહમ્મદ તોફીક, સંજય, મોહમ્મદ ઈરફાન અને નાસીર ખાન સિવાયના 6ના ટોળાં વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 189(2), 191(2), 191(3), 352 અને 324(4) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    વધુમાં પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, હાલ વિવિધ ટીમો તપાસ કરી રહી છે. કેટલાક આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. વધુમાં તેમણે કહ્યું છે કે, આ કેસ મામલે તપાસ ચાલી રહી છે. આ ઘટનાને લઈને ગ્રાઉન્ડ પરથી વિશેષ માહિતી સામે આવ્યા બાદ આ લેખને અપડેટ કરી દેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં