Tuesday, September 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવાહનો ટકરાવાની નજીવી બાબતે થયો હતો વિવાદ, શાહરુખે સાગરિતો સાથે મળીને દિનેશને...

    વાહનો ટકરાવાની નજીવી બાબતે થયો હતો વિવાદ, શાહરુખે સાગરિતો સાથે મળીને દિનેશને પતાવી દીધો: ઉદયપુર બાદ રાજસ્થાનના જયપુરમાં તણાવ, કલમ 144 લાગુ

    આ ઘટના જયપુરમાં આવેલા શાસ્ત્રીનગર વિસ્તારની છે. અહીં જ શુક્રવારે (16 ઑગસ્ટ) દિનેશ સ્વામી નામના હિંદુ યુવકને શાહરુખ સહિતના તેના સાગરીતોએ માર માર્યો હતો. દિનેશને ગંભીર હાલતમાં કાંવટિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

    - Advertisement -

    રાજસ્થાનના ઉદયપુરમાં હિંદુ-મુસ્લિમ વિવાદ વચ્ચે હવે રાજધાની જયપુરથી પણ એક સમાચાર સામે આવ્યા છે. જયપુરમાં ઈ-રિક્ષામાં સવાર મુસ્લિમ યુવકોએ રસ્તા પર જ દિનેશ નામના હિંદુ યુવકને એટલો માર માર્યો કે તેનું મોત થઈ ગયું. દિનેશ સ્કૂટી લઈને પોતાના મિત્ર જિતેન્દ્ર સાથે જઈ રહ્યો હતો, તે દરમિયાન શાહરુખ ખાન અને ઈ-રિક્ષામાં સવાર તેના મિત્રો સાથે વાહન આગળ-પાછળ ખસેડવાને લઈને ઝઘડો થયો હતો. જેના કારણે શાહરુખ સહિતના લોકોએ દિનેશ પર હુમલો કરી દીધો હતો અને તેને ઢોર માર માર્યો હતો. ઘરે પહોંચ્યા બાદ દિનેશની તબિયત લથડી ગઈ અને તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હૉસ્પિટલ પહોંચ્યા બાદ તેનું મોત થયું હતું.

    મળતી માહિતી અનુસાર, આ ઘટના જયપુરમાં આવેલા શાસ્ત્રીનગર વિસ્તારની છે. અહીં જ શુક્રવારે (16 ઑગસ્ટ) દિનેશ સ્વામી નામના હિંદુ યુવકને શાહરુખ સહિતના તેના સાગરીતોએ માર માર્યો હતો. દિનેશને ગંભીર હાલતમાં કાંવટિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તેના મોત બાદ શનિવારે (17 ઑગસ્ટ, 2024) શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો થયો હતો. મૃતકનો પરિવાર અને સમર્થકોએ કાર્યવાહીની માંગણી કરી હતી.

    જાણવા મળી રહ્યું છે કે, શુક્રવારે રાત્રે લગભગ 8:30 કલાકે શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશન વિસ્તારના આઝાદ નગરમાં ઈ-રિક્ષા અને એક સ્કૂટીચાલક વચ્ચે વાહન આઘુંપાછું કરવાને લઈને બોલાચાલી થઈ હતી. તે દરમિયાન રિક્ષામાં સવાર મુસ્લિમ યુવકોએ સ્કૂટીચાલક દિનેશ સ્વામી અને જિતેન્દ્ર સાથે મારામારી કરી હતી. ઢોર માર મારવાના કારણે દિનેશ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. મારામારી બાદ બંને ઘરે આવી ગયા હતા. ઘરે પહોંચ્યા બાદ દિનેશને ગભરામણ થવા લાગી હતી. જેના પગલે પરિવારના લોકોએ તેને તાત્કાલિક કાંવટિયા હોસ્પિટલમાં દાખલ કરી દીધો હતો. બીજી તરફ પોલીસે પણ તાત્કાલિક ધોરણે શાહરુખ નામના એક આરોપીને ઝડપી પાડ્યો હતો, બાકીના બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હાલ ઘટનાસ્થળ પર ભારે પોલીસ ફોર્સ તહેનાત કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    આ ઘટના બાદ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ સાથે જ પોલીસે આરોપી શાહરુખ ખાનની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત ઘટનામાં સામેલ અન્ય શખ્સોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. જયપુર પોલીસે લોકોને અફવા ન ફેલાવવાને લઈને અપીલ કરી છે. એડિશનલ DCP (નોર્થ) બજરંગસિંહે જણાવ્યું છે કે, દિનેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં