Thursday, April 2, 2026
More
    હોમપેજગુજરાતખંભાતમાં ‘અબ્બુના કહેવા પર’ હિંદુ પિતા-પુત્ર પર છરો લઈને તૂટી પડ્યો મોઈનુદ્દીન:...

    ખંભાતમાં ‘અબ્બુના કહેવા પર’ હિંદુ પિતા-પુત્ર પર છરો લઈને તૂટી પડ્યો મોઈનુદ્દીન: મીડિયા ગણાવી રહ્યું છે ‘માનસિક અસ્થિર’, વાંચો ફરિયાદીએ શું કહ્યું

    આ સમગ્ર ઘટનાક્રમમાં મીડિયાનો ફાળો અગત્યનો છે. મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો, વિડીયો કે અન્ય સંદર્ભોમાં આરોપી મોઇનુદ્દીનને 'માનસિક અસ્થિર' ગણાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ફરિયાદી નેહાલે ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે તે સંપૂર્ણ સ્થિર મગજનો છે અને બધુ સમજી, જાણીજોઈને કરે છે.

    - Advertisement -

    આણંદના ખંભાતમાં એક હિંદુ પિતા-પુત્ર પર મોઇનુદ્દીન નામના એક શખ્સે છરાથી હુમલો કરી દીધો હોવાનો મામલો સામે આવ્યો છે. મીડિયા આરોપી શખ્સને ‘માનસિક અસ્થિર’ ગણાવી રહ્યું છે તો પીડિત પરિવારનો દાવો છે કે તે એકદમ સ્વસ્થ છે અને જાણીજોઈને માત્ર એક જ સમાજને ટાર્ગેટ કરી રહ્યો છે. વધુમાં હિંદુ પરિવારે આરોપીના અબ્બુને સમજાવતા તેણે પોલીસ સામે જ ‘થાય તે કરી લો’ની ધમકી આપી હોવાનો આરોપ છે. હાલ આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

    ખંભાત શહેર પોલીસે આરોપીના અબ્બુ સજ્જાદહુસૈન અકબરહુસૈન સૈયદ, આરોપીના ભાઈ મહંમદ સોહેબ સજ્જાદહુસૈન સૈયદ અને આરોપીની અમ્મી તહેજીબનીશા સજ્જાદહુસૈન સૈયદ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ 125(A), 125(B), 352, 351(3), 54 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ FIR નોંધવામાં આવી છે. આ ઘટના રવિવારે (21 ડિસેમ્બર) ખંભાતના પીઠ બજારમાં બની હતી. ફરિયાદી નેહાલ સંજયભાઈ રાવળની આ વિસ્તારમાં ચામુંડા જનરલ સ્ટોર નામે દુકાન છે. 

    21 ડિસેમ્બરની સવારે નેહાલ રાવલ અને તેમના પિતા સંજયભાઈ બંને દુકાન પર બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા. તેવામાં અચાનક નાકરાતની પોળમાં રહેતો મોઇનુદ્દીન સૈયદ હાથમાં છરો લઈને ત્યાં ઘસી આવ્યો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. દરમિયાન તેણે એવા બરાડા પણ પાડ્યા કે, “મારા અબ્બુ સજ્જાદહુસૈને કહ્યું છે કે તું બે-ત્રણ રાવળીયાઓને પતાવીને જ આવજે.” આવું કહીને આરોપીએ નેહાલ પર છરાથી હુમલાનો પ્રયાસ કર્યો પણ ફરિયાદીએ દુકાનનું કાઉન્ટર આગળ ધરી દેતા ઇજા ન થઈ. 

    - Advertisement -

    પરંતુ એટલામાં તેણે બીજી વખત હુમલાનો પ્રયાસ કર્યો તો ફરિયાદીના પિતા સંજયભાઈએ ખુરશી આગળ ધરી દીધી, તેમ છતાં તેમના ડાબા હાથમાં છરાના ઘા વાગી ગયા અને લોહી વહેવા લાગ્યું. ત્યારબાદ આસપાસના લોકો એકઠા થઈ જતાં મોઇનુદ્દીનને પકડી પાડવામાં આવ્યો અને તેના ઘરે લઈને જવામાં આવ્યો. આરોપ છે કે આ દરમિયાન આરોપીના અબ્બુ, ભાઈ અને અમ્મીએ મળીને ઊલટું ફરિયાદી પરિવારને જ ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. 

    ‘મારો દીકરો બધે ફરશે, થાય એ કરી લો’ની આપી ધમકી- પીડિત

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા ફરિયાદી નેહાલે જણાવ્યું હતું કે તેઓ પોલીસ સ્ટેશનમાં હતા અને પોલીસની સામે આ ઘટનાને લઈને ચર્ચા કરી રહ્યા હતા તે દરમિયાન જ આરોપીના અબ્બુએ તેમને ધમકી આપી હતી અને ગમે-તેમ બોલવાનું શરૂ કર્યું હતું. આરોપીના અબ્બુએ ફરિયાદીને કહ્યું હતું કે, “મારો દીકરો પાગલ છે અને તે ઘરેથી જ છરો લઈને ગયો હતો. મારો દીકરો બધે ફરશે, તમારાથી થાય તે કરી લો.” સાથે એવી ધમકી પણ આપી હતી કે, “જો મોઇનુદ્દીન વિશે કોઈ ફરિયાદ લઈને આવ્યા તો જાનથી મારી નાખીશ.” આ બધી બાબતોની પુષ્ટિ FIRમાં પણ થઈ છે. 

    ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મોઇનુદ્દીને અગાઉ પણ ખંભાતના આસપાસમાં રહીશો કમલેશ રાવળ, અનિલ રાવળ અને ગોપાલભાઈ રાવળ પર હુમલો કર્યો હતો. તે વારંવાર માત્ર રાવળ સમાજના લોકોને જ ટાર્ગેટ કરીને હુમલો કરતો આવ્યો છે. લગભગ 6 વખત તેણે અલગ-અલગ માણસો પર હુમલો કર્યો હોવાનું કહેવાય છે અને બધા જ પીડિતો રાવળ સમાજના હતા એ પણ હકીકત છે. 

    મીડિયા ગણાવી રહ્યું છે ‘માનસિક અસ્થિર’

    આ સમગ્ર ઘટનાક્રમમાં મીડિયાનો ફાળો અગત્યનો છે. મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો, વિડીયો કે અન્ય સંદર્ભોમાં આરોપી મોઇનુદ્દીનને ‘માનસિક અસ્થિર’ ગણાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ફરિયાદી નેહાલે ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે તે સંપૂર્ણ સ્થિર મગજનો છે અને બધુ સમજી, જાણીજોઈને કરે છે. નેહાલે દલીલ આપી કે જો તે ‘માનસિક અસ્થિર’ હોય તો શા માટે તેના ઘરમાં જ છરાથી હુમલા નથી કરતો? કેમ તેના મહોલ્લામાં રહેતા અન્ય મુસ્લિમો પર હુમલો નથી કરતો? તે માત્ર હિંદુ રાવળ સમાજના લોકો પર જ હુમલો કરી રહ્યો છે. આગળ તેમણે મીડિયાને પ્રશ્ન કર્યો કે, ‘કોઈ વ્યક્તિ અસ્થિર મગજની હોય એ બધા પર જ હુમલો કરતી ફરે છે, તેના પરિવાર પર પણ. તો આ મોઇનુદ્દીન નામનો શખ્સ એવું કેમ નથી કરતો?’ 

    આગળ વાત કરતા તેમણે એવો પણ દાવો કર્યો છે કે તે ચાલવા-બોલવા-ઉઠવામાં સામાન્ય છે પણ તેને ‘પાગલ’ કે ‘અસ્થિર મગજ’ના માણસ તરીકે ચીતરી દેવામાં આવ્યો છે. તેમણે એવું જણાવ્યું છે કે હાલ તો પોલીસ મોઇનુદ્દીનનું ‘માનસિક અસ્થિર’ હોવાનું પ્રમાણપત્ર ચકાસી રહી છે, જો કોઈ શંકાસ્પદ વસ્તુ લાગશે તો આગળની કાર્યવાહી પણ એ હિસાબે કરવામાં આવશે. 

    નોંધવા જેવું છે કે આ કોઈ પહેલો બનાવ નથી, જેમાં ‘વર્ગ વિશેષ’ના આરોપીને ‘માનસિક અસ્થિર’ ગણાવી દેવામાં આવ્યો હોય. મીડિયા આ કારસ્તાન વર્ષોથી કરતું આવ્યું છે. ભૂતકાળની એવી અઢળક ઘટનાઓ કે જેમાં હિંદુઓ પીડિત હતા અને મુસ્લિમ આરોપી હતા, તેમાં મીડિયાએ આરોપી મુસ્લિમ શખ્સને ‘માનસિક અસ્થિર’ ગણાવી દઈને વ્હાઇટવૉશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આવું જ આ કેસમાં પણ થઈ રહ્યું હોવાનો ફરિયાદીનો દાવો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં