Wednesday, July 17, 2024
More
  હોમપેજદેશરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં દિલ્હીમાં જનજાગરણ યાત્રા, ભગવા ધ્વજ સાથે જોવા મળ્યાં...

  રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં દિલ્હીમાં જનજાગરણ યાત્રા, ભગવા ધ્વજ સાથે જોવા મળ્યાં પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્મા: ગુંજી ઉઠ્યું ‘જય શ્રીરામ’

  Alt ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈર દ્વારા તેમને નિશાન બનાવાયા બાદ નૂપુર શર્માને અનેક વાર જેહાદીઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી અને તે કારણે તેઓ જાહેર કાર્યક્રમોમાં નથી દેખાઈ રહ્યાં.

  - Advertisement -

  આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નિર્માણધીન ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આ મહાપર્વને લઈને આખા દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેરઠેર તેને લઈને કાર્યક્રમો પણ થઇ રહ્યા છે. આ બધા વચ્ચે દિલ્હીમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં એક જનજાગરણ યાત્રા આયોજિત કરવામાં આવી હતી. આ યાત્રામાં પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્મા પણ જોવા મળ્યાં હતાં. ઘણા લાંબા સમય બાદ તેઓ આ પ્રકારે કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યાં છે.

  મળતી માહિતી અનુસાર, જે જનજાગરણ યાત્રામાં નૂપુર શર્મા જોડાયાં, તેનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રવક્તા તેજિન્દર પાલ સિંઘ બગ્ગાએ શૅર કરેલી તસવીરોમાં આ યાત્રા દરમિયાન નૂપુર શર્માના હાથમાં ભગવો ધ્વજ જોવા મળી રહ્યો છે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા માટે આયોજિત આ યાત્રાનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે નૂપુર હાથમાં ભગવો ધ્વજ લઈને ચાલી રહ્યાં છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક હથિયારબંધ સુરક્ષા કર્મચારીઓ તેમની આસપાસ ચાલી રહ્યા છે. આસપાસ ‘જય શ્રીરામ’ના નારા સાંભળવા મળે છે.

  Alt ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈરે એક વિડીયો X (ત્યારે ટ્વિટર) પર શૅર કરીને ઇસ્લામવાદીઓને તેમની વિરુદ્ધ ઉશ્કેર્યા બાદ નૂપુર શર્માને અનેક વાર જેહાદીઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી અને તે કારણે તેઓ જાહેર કાર્યક્રમોમાં નથી દેખાઈ રહ્યાં. આ પહેલા વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ વેક્સિન વૉર’નું વિશેષ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું ત્યારે તેઓ તેમાં જોવા મળ્યાં હતાં. સમગ્ર ઘટનાક્રમ પહેલાં નૂપુર શર્મા ટીવી ડિબેટનો મુખ્ય ચહેરો હતાં. પરંતુ હવે તેમને સુરક્ષા કવચમાં રહેવું પડી રહ્યું છે.

  - Advertisement -

  ઈસ્લામવાદીઓના ટાર્ગેટ પર છે નૂપુર શર્મા

  ઉલ્લેખનીય છે કે મે, 2022માં કાશીમાં સ્થિત જ્ઞાનવાપી માળખાંને લઈને ટીવી ડિબેટ ચાલી રહી હતી. આ દરમિયાન તસ્લીમ અહેમદ રહેમાની વારંવાર હિંદુ દેવી-દેવતાઓ વિશે અયોગ્ય ટિપ્પણી કરી રહ્યા હતા. આ અંગે ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ રહેમાનીને જવાબ આપતા પૂછ્યું કે ઈસ્લામિક પુસ્તકોમાં જે બાબતોનો ઉલ્લેખ છે જો હું તે આ બધું અહીં કહું તો તેને કેવું લાગશે?

  ‘Alt ન્યૂઝ’ના સ્થાપક મોહમ્મદ ઝુબૈરે આ ટીવી ડિબેટની ક્લિપમાંથી રહેમાનીના નિવેદનને કાપી નાખ્યું અને નૂપુર શર્માનું નિવેદન સોશિયલ મીડિયા પર શૅર કર્યું હતું. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ પયગંબર મોહમ્મદનું અપમાન કરી રહ્યાં છે. ત્યારબાદ ઈન્ટરનેટ પર નૂપુરને મારી નાખવાથી લઈને પરિવારને નુકસાન પહોંચાડવાની અને રેપની ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ હતી. તેમની સામે અમુક ઠેકાણે FIR પણ નોંધાઈ હતી તો ક્યાંક ઇસ્લામી ભીડે તોફાનો પણ કર્યાં હતાં. એટલું જ નહીં માત્ર નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ કન્હૈયા લાલ તેલી અને ઉમેશ કોલ્હેની હત્યા કરવામાં આવી હતી. જેહાદીઓની ધમકીઓને કારણે નૂપુર શર્મા હજુ પણ અજ્ઞાત સ્થળે રહેવા મજબૂર છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં