Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈલોન મસ્કે ટ્વીટરમાં 'સપાટો' બોલાવ્યો, તમામ બોર્ડ ડાયરેક્ટરોને પાણીચું પકડાવ્યું: હવે પોતે...

    ઈલોન મસ્કે ટ્વીટરમાં ‘સપાટો’ બોલાવ્યો, તમામ બોર્ડ ડાયરેક્ટરોને પાણીચું પકડાવ્યું: હવે પોતે જ કંપનીના સર્વેસર્વાં

    થોડા દિવસ અગાઉ જ ટ્વીટરને આધિકારિકરૂપે હસ્તગત કરનારા ઉદ્યોગપતિ ઈલોન મસ્કે હવે કંપનીના તમામ ડિરેક્ટર્સને પાણીચું પકડાવી દીધું છે એટલું જ નહીં કંપનીના કર્મચારીઓ પણ હાલમાં ભયમાં છે.

    - Advertisement -

    દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરના નવા માલિક બન્યા બાદ ઝડપથી નિર્ણયો લઈ રહ્યાં છે. કંપનીએ ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ઘણા અધિકારીઓને હટાવ્યા બાદ હવે ઈલોન મસ્કે ટ્વીટરના બોર્ડ ડાયરેક્ટરોને પાણીચું પકડાવ્યુંછે. હવે ઈલોન મસ્ક ટ્વિટરના એકમાત્ર ડાયરેક્ટર છે.

    અહેવાલો અનુસાર સોમવારે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી) ની ફાઇલિંગ અનુસાર ઈલોન મસ્કે ટ્વીટરના બોર્ડ ડાયરેક્ટરોને પાણીચું પકડાવ્યું હતું અને ટ્વીટરના એકમાત્ર ડિરેક્ટર બન્યા છે, મસ્કે ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાવાને બદલે એકમાત્ર બોસ બનવાનું પસંદ કર્યું છે. “27 ઓક્ટોબર, 2022 ના રોજ, અને મર્જર સમાપ્ત થયા પછી, મસ્ક ટ્વિટરના એકમાત્ર ડિરેક્ટર બનશે,” ફાઇલિંગમાં જણાવ્યું હતું. SEC ફાઇલિંગ અનુસાર, “મર્જર કરારની શરતો અનુસાર, જેઓ મર્જર પહેલા ટ્વિટરના ડિરેક્ટર હતા તેઓ હવે નથી.” જેમાં બ્રેટ ટેલર, પરાગ અગ્રવાલ, ઓમિદ કોર્ડેસ્તાની, ડેવિડ રોઝેનબ્લાટ, માર્થા લેન ફોક્સ, પેટ્રિક પિચેટ, એગોન ડરબન, ફી-ફી લી અને મીમી અલ્માયેનો સમાવેશ થાય છે.

    અન્ય એક અહેવાલ મુજબ કંપનીના ફાઈલિંગમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં બરતરફ કરાયેલા સીઈઓ અગ્રવાલ અને ચેરમેન ટેલર સહિત ટ્વિટર બોર્ડના તમામ અગાઉના સભ્યો હવે મર્જર કરારની શરતો અનુસાર ડિરેક્ટર નથી. મસ્કે ટ્વિટરના બોસ તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ તેણે સૌપ્રથમ ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલ, ચીફ ફાયનાન્સિયલ ઓફિસર નેડ સેગલ, કંપનીના પોલિસી ચીફ વિજયા ગડ્ડે અને અન્યને બરતરફ કર્યા હતા.

    - Advertisement -

    હજું પણ 25% સ્ટાફ પર લટકતી તલવાર

    એક અમેરિકી અખબારના રિપોર્ટ અનુસાર ઈલોન મસ્કના નજીકના લોકોએ જાણકારી આપી છે કે ટ્વિટરના 25 ટકા કર્મચારીઓને નોકરીમાંથી બહાર કરવામાં આવી શકે છે. મસ્કે છટણીના મુદ્દા પર તેની સાથે ચર્ચા કરી છે. મસ્કના એક સહયોગી વીકેન્ડ પર ટ્વિટરના બાકી વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા, જેમાં ટ્વિટરના કન્ટેન્ટ મોડરેશન સિવાય 25 ટકા કર્મચારીઓને છટણીના મુદ્દા પર વાત થઈ છે. ઘણા વર્ષો સુધી મસ્કનું પ્રતિનિધિત્વ કરનાર એક પ્રસિદ્ધ સેલિબ્રિટી વકીલ એલેક્સ સ્પિરો આ ચર્ચામાં મુખ્ય રૂપથી સામેલ રહ્યાં હતા. સ્પિરો ટ્વિટર પર લીગલ, સરકારી સંબંધ, પોલિસી અને માર્કેટિંગ સહિત ઘણી ટીમોના મેનેજમેન્ટમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે.

    દરેક વિભાગોમાં થશે છટણી

    આ વચ્ચે ટીમ તે નક્કી કરી રહી હતી કે છટણીના પ્રથમ રાઉન્ડમાં 7000 કર્મચારીઓમાંથી લગભગ ચોથા ભાગના લોકોને બહાર કરવામાં આવી શકે છે. આ છટણી દરેક વિભાગમાં થશે. આવનારા દિવસોમાં સેલ્સ, પ્રોડક્ટ, એન્જીનિયરિંગ, લીગલ અને સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના કર્મચારીઓના વિશેષ રૂપથી પ્રભાવિત થવાની આશા છે.

    28 ઓક્ટોબરે સંભાળી હતી કમાન

    ઈલોન મસ્કે 28 ઓક્ટોબરે ટ્વિટરની કમાન સંભાળી હતી. માલિક બન્યા બાદ તેમણે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ, CFO નેડ સેગલ અને લીગલ અફેયર-પોલિસી હેડ વિજયા ગાડ્ડેને કંપનીમાંથી ટર્મિનેટ કરી દીધા હતા. એટલું જ નહીં મસ્કે તેમને કંપનીના હેડક્વાર્ટરમાંથી બહાર કઢાવી દીધા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં