Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુસ્લિમ પ્રેમિકાના પિતાએ કરી હતી દિપક ત્યાગીની હત્યા, માથું પાંચ કિલોમીટર દૂર...

    મુસ્લિમ પ્રેમિકાના પિતાએ કરી હતી દિપક ત્યાગીની હત્યા, માથું પાંચ કિલોમીટર દૂર ફેંક્યું હતું: ફેમીદ અને આસિફની ધરપકડ

    પરણિત પુત્રી સાથે દિપકના પ્રેમસબંધો હોવાના કારણે ફૈમીદે મિત્ર આસિફ સાથે મળીને દિપક ત્યાગીની હત્યા કરી નાંખી હતી.

    - Advertisement -

    મેરઠના દિપક ત્યાગી હત્યાકાંડ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઉપરાંત, પીડિતનું કપાયેલું માથું પણ મળી આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે, દિપકની હત્યા તેની મુસ્લિમ પ્રેમિકાના પિતાએ કરી હતી. જેને પકડી લેવામાં આવ્યો છે. 

    દિપક ત્યાગીની ગત 26 સપ્ટેમ્બરના રોજ હત્યા કરી નાંખવામાં આવી હતી. તે પહેલાં બે દિવસ સુધી તે ગુમ રહ્યો હતો. હત્યારાઓએ તેનું માથું કાપી નાંખ્યું હતું અને જે પોતાની સાથે લઇ ગયા હતા, જેના કારણે માત્ર ધડ જ મળ્યું હતું. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. 

    પોલીસને પ્રાથમિક તપાસમાં દિપકના મુસ્લિમ યુવતી સાથેના સબંધો અંગે જાણવા મળ્યું હતું. પોલીસને બંને વચ્ચે થયેલી વાતચીતના પુરાવા પણ મળ્યા હતા. ત્યારબાદ યુવતી અને તેના પરિજનોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

    - Advertisement -

    પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે દીપકની હત્યા તેની પ્રેમિકાના પિતા ફૈમીદે તેના એક મિત્ર સાથે મળીને કરી નાંખી હતી. બીજા આરોપીની ઓળખ આસિફ તરીકે થઇ છે. બંનેએ તલવાર વડે દિપકનું માથું કાપીને મારી નાંખ્યા બાદ ધડ આમ જ રહેવા દઈને માથું ખેતરમાં લઇ જઈને એક સિમેન્ટની ગૂણમાં ભરીને દાટી દીધું હતું

    રિપોર્ટ અનુસાર, દિપક ત્યાગી અને આરોપી ફેમીદની પરણિત પુત્રી વચ્ચે પ્રેમસબંધ હતા. ફૈમીદે બંનેને આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધાં હતાં, ત્યારબાદ તેના મિત્ર સાથે દીપકને મારી નાંખવાનું કાવતરું ઘડ્યું હતું. 

    દિપક ત્યાગી હત્યાકાંડ અંગે મેરઠના એસએસપી રોહિત સંગવાને જણાવ્યું હતું કે, દિપકની હત્યા તલવાર વડે થઇ હતી. તેનું ધડ જ્યાંથી મળ્યું ત્યાંથી લગભગ પાંચેક કિલોમીટર દૂરથી તેનું કપાયેલું માથું મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં પીડિતની ઓળખ ન થઇ શકે તે માટે આરોપીઓએ આ કૃત્યને અંજામ આપ્યો હતો. 

    પોલીસે એમ પણ જણાવ્યું કે, હત્યા થઇ ત્યારે દિપક ત્યાગી નશામાં હતો. પોલીસે જણાવ્યું કે, નશાની હાલતમાં દીપક રાત્રે ગામના ટ્યુબવેલ નજીક આરામ કરી રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેની ઉપર હુમલો કર્યો હતો. 

    આ મામલે પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસીની કલમ 302 હેઠળ ગુનો દાખલ કરીને  આગળની તપાસ હાથ ધરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં