Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદીપકની તાલિબાની રીતે હત્યા, માથા વગરના મૃતદેહની પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરવાની ના...

    દીપકની તાલિબાની રીતે હત્યા, માથા વગરના મૃતદેહની પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરવાની ના પાડી: પિતાએ ફરિયાદ નોંધાયા બાદ 6 ની ધરપકડ

    ઉત્તર પ્રદેશના મેરઠમાં એક યુવકની તાલીબાની પ્રકારે હત્યા થઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. આ હત્યા મામલે પ્રેમસંબંધ જવાબદાર હોવાનું યુપી પોલીસ પ્રાથમિક પણે માની રહી છે.

    - Advertisement -

    મેરઠના પરિક્ષિતગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ખજુરી ગામમાં દીપક ત્યાગી નામના વ્યક્તિની તાલિબાની રીતે હત્યા કરવામાં આવી હતી. શિરચ્છેદ કરાયેલ મૃતદેહ જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. હત્યારાઓ પહેલા દીપકનું માથું શોધવું પોલીસ માટે પડકાર બની ગયું હતું. આખી રાત પરીક્ષિતગઢ પોલીસ અને એસઓજીએ ખજુરી ગામ પાસેના નાળામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અત્યાર સુધીની તપાસમાં એ માહિતી સામે આવી છે કે દીપકની હત્યા પાછળ મુસ્લિમ યુવતી સાથે પ્રેમ-સંબંધ અથવા અંગત દુશ્મનાવટ હોઈ શકે છે.

    ખજુરીના રહેવાસી ધીરેન્દ્ર ઉર્ફે ભગતજીની ચાર દીકરીઓ અને બે છોકરાઓમાં દીપક ત્યાગી સૌથી નાનો હતો. તે નોકર સાથે ખેતરમાં ઘાસચારો લેવા ગયો હતો. જોકે તે થોડા સમય પછી પાછો આવ્યો હતો પરંતુ તે પછી અચાનક ગાયબ થઈ ગયો હતો. સગાસંબંધીઓએ પણ આસપાસ શોધખોળ કરી પરંતુ તેનો કોઈ અતોપતો મળ્યો ન હતો.

    પોલીસે રાત્રે યુવતી સહિત કેટલાક લોકોની પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ સુરાગ મળ્યો ન હતો. મુખ્ય માર્ગ પર શેરડીના ખેતરમાંથી લોહીના છાંટા આ ઘટનાની બર્બરતાની કથા કહી રહ્યા હતા.

    - Advertisement -

    પરિવારે અંતિમ સંસ્કાર કરવાનો ઇન્કાર કર્યો

    ફોરેન્સિક ટીમે જણાવ્યું કે ‘માથું કાપી નાખ્યા બાદ હત્યારા તેને 20 મીટર સુધી ખેંચી ગયા હતા. કદાચ તે પછી તેઓ તેને બોરીમાં લઈ ગયા હશે.’

    ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને માથા વગરના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કર્યો હતો. માથાની શોધવા માટે લોકોએ રોડ બ્લોક કરી દીધો હતો. ગામમાં તણાવને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    દીપકના મુસ્લિમ યુવતી સાથે હતા પ્રેમ સંબંધ

    ગ્રામ્ય એસપી કેશવ કુમારના જણાવ્યા અનુસાર, દીપકને પડોશના ગામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ-સંબંધ હતો, જે ત્યાંના વાળંદની દીકરી હતી. બંને વચ્ચે થયેલી વાતચીતના પુરાવા પોલીસને મળ્યા છે. તેમણે જણાવ્યું કે જ્યારે દીપકના પરિવારને આ વાતની જાણ થઈ તો તેઓ ગુસ્સે થઈ ગયા અને પુત્રનો મોબાઈલ છીનવીને પોતાની પાસે રાખ્યો હતો.

    પોલીસે બંને મોબાઈલના સીડીઆર કબજે કર્યા છે. પોલીસે યુવતી અને તેના પરિવારને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હતા. પીડિતના પરિવારે પોલીસને યુવતીના એંગલથી તપાસ કરવા પણ કહ્યું છે.

    હવે પોલીસ તપાસ કરી રહી છે કે શું મુસ્લિમ યુવતી સાથે પ્રેમ સંબંધના કારણે દીપકની હત્યા થઇ હશે કે પછી બીજી કોઈ અંગત દુશ્મનીના કારણે. હાલમાં આખું ગામ પોલીસ છાવણીમાં ફેવાયેલું છે. પોલીસે અત્યાર સુન્ધીની તપાસ બાદ 6 વ્યક્તિઓની ધરપકડ કરી છે જે તમામ મુસ્લિમ સમુદાયના છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં