Tuesday, June 24, 2025
More
    હોમપેજગુજરાતઑપરેશન સિંદૂર વિશે X પર કરી આપત્તિજનક ટિપ્પણી, બોટાદના તલાટીને પકડીને પોલીસે...

    ઑપરેશન સિંદૂર વિશે X પર કરી આપત્તિજનક ટિપ્પણી, બોટાદના તલાટીને પકડીને પોલીસે સળિયા ગણતો કર્યો

    આરોપીની ધરપકડ કઈ પોસ્ટના કારણે થઈ છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ, ભારતીય સેનાના ઑપરેશન સિંદૂર પર વાંધાજનક કૉમેન્ટ કરી હતી, જે બાદ ભારે વિવાદ પણ ઊભો થયો હતો.

    - Advertisement -

    ગુજરાતમાં સતત દેશવિરોધી ટીપ્પણી કે પોસ્ટ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને લઈને સેનાનું મનોબળ તોડવાના અને લોકોમાં ભયનો માહોલ ફેલાવવાનો પ્રયાસ કરનારા શખ્સોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. આ જ દિશામાં બોટાદ પોલીસે (Botad Police) પણ કૃપાલ પટેલ નામના એક શખ્સની ધરપકડ કરી છે. તે તલાટી મંત્રી હોવાનું પણ સામે આવ્યું છે. આરોપ છે કે, તેણે ઑપરેશન સિંદૂર (Operation Sindoor) પર સવાલ ઉઠાવ્યા હતા અને દેશની એકતા અખંડિતતા તોડવા માટે લોકોમાં ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો.

    હાલ બોટાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવેલા ઑપરેશન સિંદૂર બાદ આરોપી તલાટી કૃપાલ પોતાના X એકાઉન્ટ પરથી અમુક વાંધાજનક ટિપ્પણીઓ કરી રહ્યો હતો. જે સોશિયલ મીડિયા યુઝરોના ધ્યાને આવતાં પોલીસ અને ગૃહ વિભાગ સમક્ષ કાર્યવાહીની માંગ કરી હતી. આખરે બોટાદ પોલીસે સંજ્ઞાન લઈને એક ગુનો દાખલ કર્યો હતો.

    વાસ્તવમાં X પર પત્રકાર સાગર પટોળીયાએ 7 મેના રોજ એટલે કે ઑપરેશન સિંદૂર લૉન્ચ થયા બાદ એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે ‘પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ધડાકાના અવાજો, પાકિસ્તાન ધ્રૂજ્યું’– આવા શબ્દો સાથે એક પોસ્ટ કરી હતી. જ્યાં તલાટી કૃપાલ કૂલ બનવા ગયો અને આપત્તિજનક ટિપ્પણી કરી આવ્યો હતો.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર તેની આ કૉમેન્ટનો ભારે વિરોધ થવા લાગ્યો હતો અને લોકોએ પોલીસના આધિકારિક એકાઉન્ટને ટેગ કરીને ધરપકડની માંગણી કરી હતી. બીજી તરફ કૃપાલે ટંગડી ઊંચી રાખીને કાર્યવાહીની માંગ કરનારાઓની મજાક ઉડાવી હતી અને ઑપરેશન સિંદૂર પર બીજી પણ અમુક પોસ્ટ્સ અને કૉમેન્ટ્સ કરી હતી, જેના સ્ક્રીનશૉટ પણ પછીથી ફરતા થયા.

    ઉપરાંત તેણે અમુક મહિલા યુઝરો સાથે પણ અભદ્ર ભાષામાં વ્યવહાર કરીને વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી.

    મામલો બોટાદ પોલીસ સાયબર વિભાગના ધ્યાનમાં આવતાં કૃપાલ સામે એક FIR દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. કાર્યવાહી 13 મેના રોજ થઈ. જે વિશે પોલીસે સત્તાવાર જાણકારી આપી છે.

    દેશની એકતા-અખંડિતતાને તોડવા લોકોમાં ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ’- પોલીસ

    બોટાદ જિલ્લા પોલીસે પોતાના સત્તાવાર એકાઉન્ટ પર 13 મેના રોજ આરોપી તલાટી કૃપાલ પટેલની ધરપકડની પુષ્ટિ કરી હતી. પોલીસે પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા દ્વારા ‘ઑપરેશન સિંદૂર’ને લઈને સેનાએ કરેલી કાર્યવાહી સામે દેશની એકતા અને અખંડિતતા તોડવા અને લોકોમાં ભયનો માહોલ ઊભો કરવાની કૉમેન્ટ/પોસ્ટ કરવા બદલ એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આરોપીનો પોલીસ સ્ટેશનનો ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે.

    બોટાદ પોલીસે આરોપી તલાટી વિરુદ્ધ BNSની કલમ 353(2) અને 197(1) હેઠળ ગુનો નોંધ્યો છે. આ બંને કલમો ખોટી માહિતી પ્રસારિત કરીને દેશની સંપ્રભુતા, એકતા અને અખંડિતતાને હાનિ પહોંચાડવા પર દંડની જોગવાઈ કરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં