Saturday, July 27, 2024
More
    હોમપેજક્રાઈમમુંબઈમાં મુનવ્વર અને અજીમે 13 વર્ષની હિંદુ સગીરાને સોનાની ચેઈનની લાલચ આપી...

    મુંબઈમાં મુનવ્વર અને અજીમે 13 વર્ષની હિંદુ સગીરાને સોનાની ચેઈનની લાલચ આપી ધર્માંતરણનો પ્રયાસ કર્યો: બુરખો પહેરવાની ના પાડી તો ગોળી મારવાની આપી ધમકી; ધરપકડ કરાઈ

    ભાયંદરમાં ઑનલાઇન ગેમિંગ ઍપ્લિકેશનની મદદથી ૧૩ વર્ષની એક હિંદુ સગીરાને બે મુસ્લિમ યુવકોએ પોતાની જાળમાં ફસાવી હતી. આરોપી યુવકો કિશોરીને અગાસી પર લઈ ગયા હતા અને તેને બુરખો, વીંટી અને ચેઇન આપીને મુસ્લિમ રિવાજ અનુસાર તે બંનેમાંથી એક સાથે લગ્ન કરવાનું દબાણ કર્યું હતું.

    - Advertisement -

    શુક્રવાર, 16 જૂનના રોજ, મુંબઈ પોલીસે માહિતી આપી હતી કે મુનવ્વર અંસારી અને અઝીમ મન્સૂરી નામના બે પુરૂષોની મુંબઈના ઉપનગરોમાં સ્થિત ભાયંદરમાં ૧૩ વર્ષની હિંદુ સગીરાને કથિત રીતે જાતીય સતામણી કરવા અને તેને ધર્મ પરિવર્તન કરાવવાની ધમકી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

    પીડિતાની માતાએ તેમની સામે નોંધાવેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમની કલમ 354, 354 (A), 366 (A), 506 અને POCSO એક્ટની કલમ 8, 12 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

    પુરી જાણકારી એ મુજબ છે કે ભાયંદરમાં ઑનલાઇન ગેમિંગ ઍપ્લિકેશનની મદદથી ૧૩ વર્ષની હિંદુ સગીરાને બે મુસ્લિમ યુવકોએ પોતાની જાળમાં ફસાવી હતી. આરોપી યુવકો કિશોરીને અગાસી પર લઈ ગયા હતા અને તેને બુરખો, વીંટી અને ચેઇન આપીને મુસ્લિમ રિવાજ અનુસાર તે બંનેમાંથી એક સાથે લગ્ન કરવાનું દબાણ કર્યું હતું. પોતાની વાત નહીં માને તો નકલી પિસ્તોલથી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલામાં પોલીસે ગૅરેજમાં કામ કરતા બે મુસ્લિમ યુવકની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

    - Advertisement -

    અહેવાલો અનુસાર, માતાએ પોલીસને કથિત રીતે જણાવ્યું હતું કે 12 જૂનના રોજ સાંજે આરોપીઓ તેમની સગીર પુત્રીને એક બિલ્ડિંગના ટેરેસ પર લઈ ગયા અને તેને ઇસ્લામ સ્વીકારવા માટે લાલચ આપવાનો પ્રયાસ કર્યો. તેઓએ તેને બુરખો પહેરવા અને સોનાના દાગીના આપીને તેમાંથી એક સાથે ભાગી જવા દબાણ કર્યું. જ્યારે તેણે ના પાડી તો આરોપીએ તેની પુત્રીની છેડતી કરી અને તેનું યૌનશોષણ કર્યું. તે પછી, તેઓએ નકલી પિસ્તોલનો ઉપયોગ કરીને તેણીને ગોળી મારી દેવાની ધમકી આપી.

    પીડિતાની માતાએ વધુમાં જણાવ્યું હતું કે મુનવ્વર અને અઝીમ મન્સૂરી 1 જૂનથી તેમની પુત્રીને ફોલો કરતા હતા અને અશ્લીલ અપશબ્દો બોલતા હતા. જો કે, 12 જૂનની ઘટના પછી, છોકરીએ સમગ્ર ઘટના તેની માતાને કહી, જેણે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે બંને યુવકોની કાયદાની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી હતી, જેમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO)નો સમાવેશ થાય છે.

    “ભાયંદર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે સગીર છોકરીને હેરાન કરવામાં આવી હતી અને તેને અન્ય ધર્મમાં ફેરવવાની ધમકી આપવામાં આવી હતી. આરોપીઓને POCSO અને IPCની કલમ 354 હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે,” DCP જયંત બજબલેએ જણાવ્યું હતું. ડીસીપીલેએ ઉમેર્યું હતું કે, “છોકરીને ધમકી આપવા માટે વપરાયેલી એક ડમી પિસ્તોલ પણ મળી આવી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં