Thursday, March 27, 2025
More
    હોમપેજદુનિયાબાંગ્લાદેશના કટ્ટરપંથીઓએ કરી બંધારણ નાબૂદ કરવાની માંગ: કથિત વિદ્યાર્થી સંગઠનના નેતાએ ગણાવ્યો...

    બાંગ્લાદેશના કટ્ટરપંથીઓએ કરી બંધારણ નાબૂદ કરવાની માંગ: કથિત વિદ્યાર્થી સંગઠનના નેતાએ ગણાવ્યો ‘મુજીબિસ્ટ કાયદો’, રાષ્ટ્રપતિ-સેના પ્રમુખ જેવા પદો થશે સમાપ્ત

    એવી અટકળો છે કે, ‘વિદ્યાર્થી સંગઠન’ બાંગ્લાદેશમાં નવા પ્રજાસત્તાકની ઘોષણા કરી શકે છે, પરંતુ તે સ્પષ્ટ નથી કે રાષ્ટ્રને ઇસ્લામિક રાષ્ટ્ર જાહેર કરવામાં આવશે કે બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાક.

    - Advertisement -

    વિશ્વ જ્યારે 2025ને આવકારવાની રાહ જોઈ રહ્યું છે, ત્યારે ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ (Bangladesh)  વધુ એક સંકટનો સામનો કરી રહ્યો છે. અહેવાલો અનુસાર, બાંગ્લાદેશના વિરોધીઓએ હવે શેખ હસીના (Sheikh Hasina) સરકારના પતન પછી રચાયેલી વચગાળાની સરકાર સમક્ષ માંગ કરી છે કે, શેખ મુજીબુર રહેમાનના (Sheikh Mujibur Rahman) નેતૃત્વમાં સ્થાપિત 1972નું બંધારણ (Constitution) નાબૂદ કરવામાં આવે. એવી અટકળો પણ છે કે, મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર 2024ના અંતિમ દિવસે આ ઐતિહાસિક જાહેરાત પણ કરી શકે છે.

    અહેવાલો અનુસાર, વચગાળાની સરકાર પ્રદર્શનકારીઓની માંગો સ્વીકારશે તો બંધારણ નાબૂદ થવાની સાથે રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ જેવા મહત્વના હોદ્દા પણ ખતમ થઈ શકે છે. કથિત ક્રાંતિનું નેતૃત્વ કરી રહેલ ‘વિદ્યાર્થી સંગઠન’ હાલના સરકારી માળખાને બદલવા માટે નવા પ્રજાસત્તાકની ઘોષણા કરવાની પણ માંગ કરી શકે છે.

    જોકે, એવી અટકળો છે કે, ‘વિદ્યાર્થી સંગઠન’ બાંગ્લાદેશમાં નવા પ્રજાસત્તાકની ઘોષણા કરી શકે છે, પરંતુ તે સ્પષ્ટ નથી કે રાષ્ટ્રને ઇસ્લામિક રાષ્ટ્ર જાહેર કરવામાં આવશે કે બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાક. અહેવાલો અનુસાર, આ નિર્ણયથી ભારતમાં તણાવ વધી શકે છે, કારણ કે બદલાતા સંજોગોમાં તેને રાજદ્વારી પડકારોનો સામનો કરવો પડી શકે છે.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન પછી વચગાળાની સરકાર બની હતી. આ વચગાળાના વહીવટનું નેતૃત્વ મોહમ્મદ યુનુસ કરી રહ્યા છે, જેઓ અનેક આતંકવાદી જૂથો સાથે સંબંધ ધરાવે છે. યુનુસ કટ્ટરપંથી જૂથોને ટેકો અને સમર્થન આપવા માટે જાણીતા છે. જેના પગલે ભારત સહિત ઘણા દેશોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. અમેરિકાએ પણ બાંગ્લાદેશમાં ચાલી રહેલી અટકળો અંગે ચિંતા વ્યક્ત કરી છે.

    ગણાવ્યો ‘મુજીબિસ્ટ કાયદો’

    બાંગ્લાદેશી ‘વિદ્યાર્થી’ નેતા હસનત અબ્દુલ્લાહે આ ઘટનાને લઈને ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, 1972નું બંધારણ ‘મુજીબિસ્ટ કાયદો’ છે અને તેને 2024ના અંત સુધીમાં નાબૂદ કરી શકાય છે. આ સિવાય ભારત વિરુદ્ધ ટીકા કરતા કહ્યું હતું કે, 1972નું બંધારણ ભારતને બાંગ્લાદેશની બાબતોમાં દખલ કરવાની મંજૂરી આપે છે. હસનતે જાહેરાત કરી હતી કે, 31 ડિસેમ્બરે બપોરે ઢાકામાં સેન્ટ્રલ શહીદ મિનાર ખાતે બાંગ્લાદેશના ભવિષ્ય માટેની રૂપરેખા દર્શાવતી એક જાહેરાત કરવામાં આવશે.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ નેતા સતત પાકિસ્તાની પ્રશાસનના સંપર્કમાં છે. તાજેતરમાં યુનુસ અને પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ આર્થિક સહયોગ સંગઠનની ડી-8 બેઠકમાં મળ્યા હતા. બંને ઇસ્લામિક દેશો એકબીજા સાથે સરળ વેપારની તકો વધારવાની યોજના બનાવી રહ્યા હોવાનું પણ કહેવાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં