Wednesday, December 4, 2024
More
    હોમપેજદેશસનાતન હિંદુ એકતા પદયાત્રામાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને વાગ્યો મોબાઈલ: હુમલાના સમાચારો વહેતા...

    સનાતન હિંદુ એકતા પદયાત્રામાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને વાગ્યો મોબાઈલ: હુમલાના સમાચારો વહેતા થતા બાબાએ કર્યો ખુલાસો, કહ્યું- ભક્તના હાથમાંથી ભૂલથી છુટ્યો હતો, ન ફેલાવો અફવાહ

    ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે “તેમના પર કોઈ હુમલો થયો નથી. એક ભક્તના હાથમાંથી ફૂલ ફેંકતી વખતે ભૂલથી તેનો મોબાઈલ ફોન છૂટી ગયો અને તે તેમના ગાલ પર અથડાયો. મોબાઈલ ભક્તને પરત કરવામાં આવ્યો છે."

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ઝાંસીમાં (Jhansi) બાગેશ્વરધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Pandit Dhirendra Krishna Shastri) પર હુમલો થયો હોવાના સમાચાર ફરતા થયા હતા. જાહેર દર્શન અને પદયાત્રા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલાની થયો હોવાનું સામે આવ્યું હતું. વાયરલ વિડીયો મુજબ મૌરાનીપુરમાં સનાતન હિંદુ એકતા પદયાત્રા (Sanatan Hindu Ekta Padyatra) દરમિયાન તેમના પર ફૂલોની સાથે મોબાઈલ (Mobile) ફોન પણ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનાના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે. બાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી અને ઝાંસી પોલીસે આ મામલે ખુલાસા આપ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ 21મી નવેમ્બરે બાગેશ્વર ધામથી ‘સનાતન હિંદુ એકતા પદયાત્રા‘ શરૂ કરી હતી, જે 160 કિલોમીટરનું અંતર કાપીને 29મી નવેમ્બરે ઓરછામાં સમાપ્ત થવાની છે. વર્તમાનમાં આ યાત્રા ઝાંસી ખાતે પહોંચેલી છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી મૌરાનીપુર વિસ્તારમાં પદયાત્રા કરી રહ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો તેમને મળવા આવવા લાગ્યા.

    આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી ભક્તોનું અભિવાદન કરી રહ્યા હતા અને ભક્તો સાથે વાતચીત પણ કરી રહ્યા હતા. જે દરમિયાન ભક્તો અને સાથે ચાલતા લોકો પણ તેમના પર ફૂલ વરસાવી રહ્યા હતા. દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફૂલોની સાથે મોબાઈલ પણ આવ્યો જે બાબાના ગાલ પર વાગ્યો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો હતો અને સમાચાર વહેતા થયા હતા કે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પર મોબાઈલ વડે હુમલો કરવામાં આવ્યો.

    - Advertisement -

    ફોન ભૂલથી છૂટી ગયો, ના ફેલાવો અફવા- ધીરેન્દ્ર શાસ્ત્રી

    આ ઘટના પછી બાબા બાગેશ્વરે મીડિયા સામે આવીને આ સમાચારનું ખંડન કરવું પડ્યું હતું. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે “તેમના પર કોઈ હુમલો થયો નથી. એક ભક્તના હાથમાંથી ફૂલ ફેંકતી વખતે ભૂલથી તેનો મોબાઈલ ફોન છૂટી ગયો અને તે તેમના ગાલ પર અથડાયો. મોબાઈલ ભક્તને પરત કરવામાં આવ્યો છે. યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવો.”

    ઉપરાંત ઝાંસી પોલીસ દ્વારા પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ મામલે સ્પષ્ટતા આપવામાં આવી હતી.

    પોલીસ પોસ્ટ કરતા લખ્યું હતું કે, “ઝાંસી જિલ્લામાં ચાલી રહેલી બાબા બાગેશ્વર ધામ સરકારની પદયાત્રા દરમિયાન અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થયેલા હુમલા સંબંધિત ભ્રામક તથ્યોને નકારવાના સંબંધમાં – અવગત કરાવવામાં આવે છે કે બાગેશ્વર ધામ સરકાર શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીના અનુયાયીઓ દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી, કોઈ હુમલો થયો નથી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં