Saturday, July 12, 2025
More
    હોમપેજદેશઆસામના લખીપુરમાં હિંદુ મંદિર પાસે ફેંક્યું ગાયનું માથું, હઝરત અલી સહિત પાંચની...

    આસામના લખીપુરમાં હિંદુ મંદિર પાસે ફેંક્યું ગાયનું માથું, હઝરત અલી સહિત પાંચની ધરપકડ: રાજ્યમાં અગાઉ પણ બની છે આવી ઘટના

    CM હિમંતા સરમાએ જણાવ્યા અનુસાર આરોપીઓમાં બોદીર અલી (57), હઝરત અલી (58), તારા મિયા (36), શજમલ મિયા (42), જહાંગીર અલોમ (32)નો સમાવેશ થાય છે.

    - Advertisement -

    14 જૂનના રોજ આસામના (Assam) ગોલપરા જિલ્લાના લખીપુર (Lakhipur) ખાતે કેટલાક કટ્ટરપંથીઓએ ગાયનું કપાયેલું માથું હિંદુ મંદિર (Hindu Temple) પાસે ફેંકી દીધું હોવાની ઘટના સામે આવી હતી. જેના કારણે ગોલપરામાં કોમી તણાવ ફાટી નીકળ્યો. નોંધનીય છે કે આ પહેલાં આસામના ધુબરીમાં પણ આવી જ ઘટના પ્રકાશમાં આવી હતી. જે મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    નોંધનીય છે કે આ ઘટના અંગે લખીપુર પોલીસને જાણ થતાં પોલીસે ગાયનું માથું સાથે રાખી લીધું હતું અને વધુ તણાવ ન પ્રસરે એ માટે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. સ્થાનિક હિંદુઓના જણાવ્યા અનુસાર, ઉગ્રવાદીઓએ અગાઉ પણ લખીપુરના વોર્ડ નંબર 10માં મંદિર પરિસર અને ઘરોની બહાર ગાયના પગ અને પવિત્ર ગાયોના મૃતદેહ ફેંકી દીધા હતા.

    પરિસ્થિતિથી મજબૂર થઈને હિંદુઓએ ગુનેગારોની તાત્કાલિક ધરપકડની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસે પણ ત્યારબાદ સંજ્ઞાન લઈને તપાસ શરૂ કરી હતી. આસામ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડના ડિરેક્ટર ડૉ. કશ્યપ પ્રકાશે મંદિરમાં તોડફોડ થઈ એ સ્થળની મુલાકાત લીધી અને કેસમાં ઝડપી ન્યાયની ખાતરી આપી હતી.

    - Advertisement -

    હવે સામે આવેલ માહિતી અનુસાર આ મામલે પોલીસે કાર્યવાહી કરી છે. જેની માહિતી આસામના CM હિમંતા બિસ્વા સરમાએ X પર પોસ્ટ કરીને આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    CM સરમાએ પોસ્ટ કરતા લખ્યું હતું કે, “ઈદ-ઉલ-ઝુહા પછી કોમી તણાવ ભડકાવવાના ઇરાદાપૂર્વકના પ્રયાસમાં ગોલપારા જિલ્લાની લખીપુર પોલીસે મંદિર પાસે કથિત રીતે ગૌમાંસ ફેંકવાના આરોપમાં નીચેના વ્યક્તિઓની ધરપકડ કરી છે.”

    તેમણે આરોપીઓના નામ પણ જાહેર કર્યાં હતાં. CM હિમંતા સરમાએ જણાવ્યા અનુસાર આરોપીઓમાં બોદીર અલી (57), હઝરત અલી (58), તારા મિયા (36), શજમલ મિયા (42), જહાંગીર અલોમ (32)નો સમાવેશ થાય છે. તેમણે વધુમાં લખ્યું હતું કે, આ મામલે એક કેસ નોંધવામાં આવ્યો છે અને આવાં તત્વો કાયદાનો સામનો કરે તે માટે તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે એ સુનિશ્ચિત કરવામાં આવશે.

    ધુબરીમાં પણ સામે આવી આવી ઘટનાઓ

    આ પહેલાં CM સરમાએ કહ્યું હતું કે બકરી ઇદના બીજા દિવસે મુસ્લિમ બહુલ વિસ્તાર ધુબરીમાં એક સ્થાનિક હનુમાન મંદિરમાંથી ગાયનું કપાયેલું માથું મળી આવ્યું હતું. ત્યારપછી વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ફેલાઈ ગયો હતો. આ દરમિયાન સરમાએ ઉપદ્રવીઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ જારી કર્યો હતો. આ ઉપરાંત 38 જણાની ધરપકડ પણ કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં