Monday, March 3, 2025
More
    હોમપેજક્રાઈમબ્યાવરની 'મુસ્લિમ ગેંગ' સાથે જોડાયેલો હતો પૂર્વ કાઉન્સિલર હકીમ કુરેશી, સગીર વિદ્યાર્થિનીઓને...

    બ્યાવરની ‘મુસ્લિમ ગેંગ’ સાથે જોડાયેલો હતો પૂર્વ કાઉન્સિલર હકીમ કુરેશી, સગીર વિદ્યાર્થિનીઓને બ્લેકમેલ કરી ઇસ્લામ કબૂલવાનું કરતા હતા દબાણ: હમણાં સુધી 9ની ધરપકડ, બુલડોઝર એક્શનની તૈયારી

    પોલીસે રવિવારે (23 ફેબ્રુઆરી 2025) હકીમ કુરેશીની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, હકીમ આ ઘટનામાં સહયોગી હતો અને તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    દેશભરમાં હાલ બ્યાવર સેક્સ સ્કેન્ડલનો (Beawar Sex Scandal) મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે. અજમેર સેક્સ સ્કેન્ડલની જેમ રાજસ્થાનના (Rajasthan) બ્યાવરમાં પણ મુસ્લિમ ગેંગના (Muslim Gang) નિશાના પર હિંદુ સગીરાઓ (Minor Hindu Girls) હતી. તેઓ તેમની સાથે મિત્રતા કરીને બ્લેકમેલ કરી બળાત્કાર (Rape) ગુજારતા અને ઇસ્લામ કબૂલવા માટે દબાણ કરતા હતા. આ કેસમાં એક પીડિતાએ જણાવ્યું હતું કે, તેના પર ‘મુસ્લિમ ગેંગ’ દ્વારા મસ્જિદ અને મૌલવી પાસે જવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. હવે આ કેસમાં પોલીસે બિજયનગરના પૂર્વ કાઉન્સિલર હકીમ કુરેશીની (Hakim Qureshi) ધરપકડ કરી છે. આ દર્શાવે છે કે, મુસ્લિમોના વિવિધ વર્ગો આ ​​ગેંગમાં સામેલ હતા.

    આ કેસમાં પોલીસે રવિવારે (23 ફેબ્રુઆરી 2025) હકીમ કુરેશીની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, હકીમ આ ઘટનામાં સહયોગી હતો અને તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. દરમિયાન, પ્રશાસને આરોપીઓના ઘરોના કાગળો મંગાવ્યા છે અને બુલડોઝર ફેરવવાની તૈયારીઓ ચાલી રહી છે.

    શું છે સમગ્ર ઘટના?

    નોંધનીય છે કે, આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે 15 ફેબ્રુઆરીએ એક સગીરાએ બિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ પછી, વધુ ચાર છોકરીઓના પરિવારોએ પણ પોલીસની મદદ માંગી હતી. પીડિતાઓનું કહેવું છે કે, ખાનગી શાળામાં ભણતી આ સગીર છોકરીઓનું યૌન શોષણ થયું હતું. તેના અશ્લીલ ફોટા અને વિડીયો બનાવીને તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી. એટલું જ નહીં, તેને બળજબરીથી કલમા પઢાવવામાં આવતા હતા અને રોજા રાખવાની પણ ફરજ પાડવામાં આવતી હતી. પોલીસે પોક્સો (POCSO) એક્ટ સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ સગીરો કસ્ટડીમાં છે.

    - Advertisement -

    ધરપકડ કરાયેલા લોકોમાં શ્રવણ (કાફે ઓપરેટર), કરીમ અને આશિકને સાત દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. લુકમાન, સોહેલ, રિહાન અને અફરાઝને પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. પોલીસે પાંચે આરોપીઓને તેમના ઘરના દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું છે. બિજયનગર નગરપાલિકાએ આ પાંચેયને ત્રણ દિવસમાં દસ્તાવેજો રજૂ કરવા નોટિસ પણ ફટકારી હતી, સાથે ઘર તોડી પાડવાની ચેતવણી પણ આપી છે. આ ઉપરાંત, જામા મસ્જિદ અને કબ્રસ્તાનને પણ નોટિસ ફટકારવામાં આવી છે.

    આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ તે વિસ્તારમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકો આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ વિવિધ શહેરોમાં આ ઘટનાને લઈને રોષ પેદા થયો છે અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અજમેર, ભીલવાડા જેવા શહેરો તો સજ્જડ બંધ પણ રહ્યા હતા. હાલ મસુદા બજાર બંધ રહ્યું છે અને ચાર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે, તપાસ પૂર્ણ થયા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં